બોલીવુડના મેગાસ્ટાર પર હતો 90 કરોડનો કર્જ, યશરાજ પાસે પહોંચ્યા હતા કામ માંગવા….જાણો પછી નું

અમિતાબ બચ્ચન બોલીવુડના દિગ્ગ્જ એક્ટર્સ ની લિસ્ટમાં ટોપ પર છે. પણ કેરિયરની શરૂઆતમાં તેની લગભગ 12 જેટલી ફિલ્મો ફ્લોપ થઇ હતી. બિગ બી ની 13મી ફિલ્મો ‘જંજીર’ હતી જે સુપર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ પછી અમિતાબની ગાડી ચાલી નીકળી, અને તેની લોકપ્રિયતા પણ વધવા લાગી. તેઓએ એક પછી એક સુપર હિટ ફિલ્મો આપી અને અમિતાબ બોલીવુડના સૌથી અમીર એક્ટર્સ માના એક ગણવામાં આવતા હતા.અમિતાભે કોર્પોરેટ લિમિટેડ નામથી પોતાની કંપની ખોલી હતી. આ કંપની માટે બિગ બી એ પોતાનું બધું જ દાવ પર મૂકી દીધું હતું. કંપની થી મુનાફો તો ન થયો પણ ઉલ્ટા બિગ બી દિવાલિયા(નાદાર) બની ગયા હતા. લેનદારો સાથે પૈસા ભરતા ભરતા અમિતાબનું એકાઉન્ટ ખાલી થઇ ગયું હતું. આ સમયમાં બિગ બી પર 90 કરોડ રૂપિયાનો કર્જ હતો.
એક ઇન્ટરવ્યૂ માં અમિતાભે કહ્યું હતું કે, લેનદાર દરેક રોજ મારા ઘરે પૈસા માગવા આવતા હતા. હું ખુબ જ શરમિંદગીની સાથે તેને પાછા મોકલી દેતો હતો. તેઓએ મને ધમકાવ્યો અને મારું ઘર પણ જપ્ત કરવા માટે આવી ગયા હતા. કેમ કે હું તેઓના પૈસા આપવા માટે સક્ષમ ન હતો. તે દરમિયાન અમિતાબને કામ મળવાનું પણ બંધ થઇ ગયું હતું.પછી વર્ષ 2000 માં અમિતાબ બચ્ચનને કો સ્ટાર પ્લસ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ને હોસ્ટ કરવાનો ઓફર મળ્યો. અમિતાબને આ ઓફરની ખુબ જ જરૂર હતી. એક વાર ફરી અમિતાબને પોતાની ભાષા બોલવાની કલા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ દ્વારા બધું જ હાંસિલ કર્યું તે તેની પાસેથી છીનવાઈ ગયું હતું.દર્શકો ને આ શો એટલો પસંદ આવ્યો કે આગળના 18 વર્ષોથી તે દરેક સીઝનમાં હિટ થઇ રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ” એ ખુદ બિગ બી ને પણ કરોડપતિ બનાવી દીધા. શો જબર દસ્ત હોટ થયો અને તેના પછી અમિતાબ બચ્ચનને ઘળા ધળ ફિલ્મો ઓફર થવા લાગી.અમિતાબે પોતાનો બધોજ કર્જ ઉતારી નાખ્યો. અમિતાભે કહ્યું હતું કે, મેં દૂરદર્શનની એક એક પાવલી પણ ચૂકવી દીધી. પણ તેમણે જયારે વ્યાજની માંગ કરી તો મેં તેના માટે વિજ્ઞાપન કર્યા. હું તે સમય ક્યારેય ભૂલી ન શકું જયારે લેનદાર મારા ઘરની બહાર ઉભા રહીને ગાળો આપતા હતા.    ‘માંરા 44 વર્ષના કેરિયરમાં તે સૌથી મુશ્કિલ સમય હતો. હું બેસીને વિચારતો હતો કે મારી પાસે હવે શું બચ્યું છે આ સ્થિતિ ને કેવી રીતે ઠીક કરી શકાય છે. ત્યારે મને જવાબ મળ્યો-હું એક્ટિંગ કરી શકું છું. હું ઉઠ્યો અને યશ જી ના ઘરે ગયો. તે મારા ઘરની પાછળ જ રહે છે. મેં તેને નિવેદન કર્યું કે તે મને કામ આપે, ત્યારે તેમણે મને ‘મોહબ્બતેં’ આપી.
બિગ બી ને KBC ત્યારે મળ્યું હતું જયારે તેને કોઈ ઉમ્મીદ ની કિરણ નજર આવી રહી ન હતી. જયા બચ્ચન ઇચ્છતા ન હતા કે તે બિગ બી કોઈ ટીવી ગેમ શો માં કામ કરે. તે આ  પક્ષ માં ન હતી. તેને લાગતું હતું કે સિનેમા ના આવળા મોટા સ્ટાર માટે આ કામ તેના કદ માટે લાયક નથી. પણ અમિતાબ બચ્ચને વિચારી લીધું કે તેને કોઈપણ રીતે પૂરો કર્જ ચૂકવી દેવો છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!