આ 13 બોલીવુડના સ્ટાર્સને તેમના દેખાવના કારણે એક સમય રિજેક્ટ કરવામાં આવ્યા હતા ને હવે છે સુપરસ્ટાર્સ …એક ને તો કહ્યું તું ક્યારેય હીરો ન બની શકે

0

બૉલીવુડના ફિલ્મ ઉદ્યોગમાં ટેલેન્ટ જેટલું મહત્વનું છે,તેટલું જ મહત્વ લૂક્સને પણ આપવામાં આવે છે. સ્ક્રીન પર સુંદર દેખાવવું ખૂબ મહત્વપૂર્ણ છે અને તે અભિનેત્રીઓ માટે વધુ છે કારણ કે તે દર્શકોને આકર્ષવામાં તે ખૂબ જ સફળ રહે છે. એવું જરૂરી નથી કે સુંદરતાના બળે જ સફળતા મેળવી શકાય છે. કેમકે તમારું ટેલેંડ દરેક મોડ પર તમારી સાથે હોવું પણ જરૂરી છે. આજે અમે એબવા કેટલાક બોલિવુડના સ્ટાર્સની વાત કરવાના છીએ જે એક સમય તેમના દેખાવના કારણે રિજેક્ટ થયા હતા ને પછી તેમને તેમના ટેલેન્ટના દમ પર સફળતા મળી ને આજે એ સુપરસ્ટાર છે.

1. કેટરિના કૈફ
બૉલીવુડ જગતમાં સૌથી સુંદર અભિનેત્રીઓમા સામેલ કેટરીના કૈફને પણ એક સામયે તેના લૂકને કારણે રિજેક્ટ કરવામાં આવી હતી. જો કે તે ખૂબ જ સુંદર અને બોલ્ડ છે પરંતુ વિદેશી લૂકના કારણે તેની કરિયર ડાઉન થઈ ગયું હતું.

2. ગોવિંદા
બી-ટાઉનમાં પ્રમિખ અભિનેતા ગોવિંદાને પણ તેની કારકીર્દિમાં ઘણા બધા ઉતાર-ચઢાવ જોયા છે. તે પોતાના હેલ્ધી દેખાવને લીધે, તેને અનેક વાર નકારી કાઢવામાં આવ્યો હતો પરંતુ તે ક્યારેય નિષ્ફળ રહ્યો ન હતો અને તેણે ત્યાં સુધી મહેનત કરતો રહ્યો જ્યાં સુધી બોલિવુડમાં તેને પ્રતિષ્ટિત સ્થાન ન પ્રાપ્ત થયું.

.3. શાહરુખ ખાન
બોલીવુડના બાદશાહ તરીકે જાણીતા શાહરૂખ ખાને ફિલ્મોમાં કામ કરતા પહેલા ટેલિવિઝનમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. કોઈએ તેના દેખાવની ક્યારેય પ્રશંસા કરી નથી, પણ તેણે પોતાની આશા બનાવી જ રાખી, સખત મહેનત કરી અને હવે તેણે બોલિવુડમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે.

4. ઇરફાન ખાન
જેમણે બોક્સ ઑફિસ પર ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, તેણે લાખો હૃદયમાં સ્થાન બનાવ્યું છે અને ઘણી વાહ વાહી પણ મેળવી છે. પરંતુ એક સમય હતો જ્યારે તેમને તેમના દેખાવને કારણે નકારી કાઢવામાં આવ્યા હતા. પરંતુ તે બિલકુલ નિરાશ ન થયા ને પોતાની મહેનત કરતાં જ રહ્યા ને એક દિવસ તેમને બધાનો પ્રેમ અને માનસન્માન મેળવ્યું.

અનુષ્કા શર્મા –
બોલીવુડ ઉદ્યોગમાંની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક અનુષ્કા શર્માને તેમના સાદા દેખાવને કારણે નિર્માતા દિગ્દર્શકો દ્વારા તેને નકારી કાઢવામાં આવી હતી. પરંતુ તે તેના ટેલેનતાને કારણે આજે સુપરહિટ અભિનેત્રી ના સ્થામ પર પહોંચી ગઈ છે.

6. નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ કારકીર્દિની પ્રારંભિક સમયમાં માત્ર તેને રિજેક્ટ જ કરવામાં આવતો. એકવાર નહી તેની સાથે વારંવાર આવું બન્યું હતું. પરંતુ અભિનય પ્રત્યેના તેના સમર્પણ અને પ્રેમથી તે આજે સ્ટાર બની ગયો છે અને હવે વિશ્વ તેને સૌથી વધુ પ્રતિભાશાળી ગણાવે છે. તેને અભિનય બદલ તેમને ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા.

7. કોંકણા સેન શર્મા
બૉલીવુડમાં સૌંદર્ય પરિમાણોને ત્વચાના રંગ મુજબ માપવામાં આવે છે. પરંતુ આ દર વખતે બને એ જરૂરી નથી. કોંકણા સેન ની સુંદરતા આનું એક ઉદાહરણ છે. તેના નિસ્તેજ દેખાવને લીધે તેને ઘણીવાર તેને રિજેક્ટ કરી દેવામાં આવી હતી. પરંતુ તે સતત કોશિશ કર્યે જતી હતી અને એક દિવસ તે બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક તરીકે ઉભરી આવી.

8. રણવીર સિંહ
આ પ્રતિભાશાળી અભિનેતાને એક વખત “ઉત્તર ભારતીય” દેખાવ માટે નકારી કાઢવામાં આવ્યો હતો. અને હવે, ઘણા પુરસ્કારોના વિજેતા રણવીર સિંહને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંની એક માનવામાં આવે છે.

9. અજય દેવગન
બોલીવુડના પ્રમુખ અભિનેતાઓમાંનો એક અજય દેવગણને તેના દેખાવ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એવું કહેવામાં આવે છે કે ઇચ્છા અને સખત મહેનતથી તમે સફળતા મેળવી શકો છો અને હવે તે બોલીવુડના મુખ્ય સ્ટાર્સમાનો એક છે.

10. અર્જુન કપૂર
તેના વધુ વજનના કારણે, અર્જુન કપૂરને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાથી નકારવામાં આવ્યો હતો, પરંતુ આજે તે બોલીવુડના જાણીતા અભિનેતામાનો એક છે.

11. અમિતાભ બચ્ચન
બૉલીવુડના કિંગ, અમિતાભ બચ્ચનને તે લાંબા હોવાથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને તેમનો અવાજ તેમના અભિનય માટે એક સમસ્યા હતી. પરંતુ તે આ બંને ની વિશેષતાને કારણે આજે સુપરસ્ટારની પદવી પર બેઠા છે.

12. તબ્બુ
બૉલીવુડના નિર્માતાઓએ તેના ટોમ્બોય દેખાવને કારણે તબુને નકારી કાઢી હતી. પરંતુ તેની અભિનયની કુશળતા અને પ્રતિભાને બધાં પ્રશંસા મળી અને તેણે બોલીવુડમાં એક મજબૂત ઓળખ બનાવી.

13. ધનુષ્
તેના શ્યામ રંગો અને સામાન્ય દેખાવને કારણે, નિર્માતાએ ધનુષને નકાર્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે બોલીવુડમાં કામ કરવા માટે તેમનો દેખાવ યોગ્ય નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here