બોલીવુડની ‘जरूरत गर्ल’ રિના રોયને આવા હાલમાં જોઈને તૂટી જાશે તમારું દિલ, જુઓ ફોટોસ….

0

એક સમયે પોતાની દિલકશ અદાકારી અને સુંદર મુસ્કાનની સાથે લાખોના દિલો પર રાજ કરનારી ગયેલા જમાનાની અભિનેત્રી રીના રોયનો પણ પોતાનો એક સમય હતો. તેનું નામ બોલીવુડમાં તે અભિનેત્રીઓમાં શામિલ કરવામાં આવે છે જેમણે પોતાની અદાકારીથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે.રિના રોય એટલે કે ‘जरूरत गर्ल’. :

રીના રોય ફિલ્મ ‘જરૂરત’ માં ઇન્ટીમેન્ટ સીન અને સેમી ન્યૂડ સીન આપીને બોલીવુડની ‘जरूरत गर्ल’ બની ગઈ હતી. જરૂરત રીના ની પહેલી ફિલ્મ હતી, પણ તેને સાચી ઓળખ ‘નાગિન’ દ્વારા મળી હતી. રિનાનું જીતેન્દ્રની સાથે વરસાદમાં ફિલ્માવામા આવેલું ગીત ‘અબ કે સાવન’ મનમાં આગ લગાવે છે. તો ‘શીશા હો યા દિલ હો’ સિનેપ્રેમીઓ ને આશા ની રાહ દેખાડે છે.હાલમાં જ એક ફંક્શન દરમિયાન જ્યારે તે જોવા મળી, તો વિશ્વાસ કરવો મુશ્કેલ લાગતો હતો કે તે વાસ્તવમાં રીના રોય છે, જેના જલકભરથી લાખો દિલોની ધડકનો ક્યારેકે વધી જતી હતી અને તેની અદાઓ પણ તૂટેલા દિલોને જોડવાંની પ્રેરણા સમાન બનતી હતી. પણ, તેને આવા હાલમાં જોઈને તેના ફેન્સને ખુબ જ જટકો લાગ્યો છે.

80 ના દશકની રીના રોય હવે 60 વર્ષની થઇ ચુકી છે અને તેના વધેલા વજનને જોઈને તેને ઓળખવી મુશ્કિલ લાગી રહી છે. એક સમય હતો જયારે તેની નાગિન, જાની-દુશમન, નસીબ, બદલે કી આગ, કાલીચરણ, હથ્થકડી, પ્યાસા સાવન, આશા જેવી ફિલ્મો સુપરહિટ રહી હતી.રીના રોય તે સમયની સફળ અભિનેત્રીઓમાંની એક હતી, અને તેની પ્રતિસ્પર્ધા હેમા માલિની સાથે હતી. જો કે 1982 માં તેની 13 રિલીઝ ફિલ્મોમાંની માત્ર 8 સફળ સાબિત થઇ હતી. રિના રોયે જીતેન્દ્રની સાથે 22 ફિલ્મો માં કામ કર્યું છે, જેમાં 16 ફિલ્મોમાં રીનાએ પ્રેમિકાનો રોલ નિભાવ્યો હતો.

સાથે જ રીના રોય અને શત્રુઘ્ન સિન્હાને 16 ફિલ્મોમાં રોમેન્ટિક જોડીના રૂપમાં કામ કર્યું છે, જે તે સમયની સુપરહિટ જોડી રહી હતી. આ જોડીના નામ પર 172-82 ના વચ્ચે 11 હિટ ફિલ્મો હતી.રીના રોયે પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી યાદગાર ભૂમિકાઓ નિભાવી હતી જેમાં ગુમરાહ, નાગિન, જાની દુશમન, પ્યાસા સાવન, નસીબ, સનમ તેરી કસમ, કર્મયોગી,  મદહોશ, બારૂદ, સંગ્રામ, પાપી, ધરમકાંટા, પ્રેમ, તપસ્યા, રાજતિલક, હમ દોનો, ગુલામી, આદમી ખિલૌના હૈ જેવી ફિલ્મો શામિલ છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!