બૉલીવુડ ની એ હસ્તીઓ જે રીઅલ લાઈફ માં ખૂબ ઉડાવે છે ધુમાડા. જાણી ને તમે પણ વિચાર માં પડી જશો

બધી ચિંતા ને ધુમાડા માં ઉડાવતા ચાલતા રહ્યા… જી હા તમે સિગરેટ પિતા તો ઘણા લોકો ને જોયા હશે અને એમની પાસે એ પણ સાંભળ્યું હશે કે એ એમની ટેન્શન ઓછી કરવા માટે આવું કરે છે . ફિલ્મી દુનિયા આપણ ને દૂર થી જેટલી સારી અને લોભામણી લાગે છે , હકીકત માં એ એના થી ઘણી અલગ છે. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે ફિલ્મો માં કામ કરવા વાળી અભિનેત્રીઓ એમની સાચા જીવન માં પણ એવી જ હશે.

એ કારણે આપણે એમની લાઇફસ્ટાઇલ , ડિઝાઈનર કપડાં, ફિગર અને ન જાણે કઈ કઈ વાતો માટે બૉલીવુડ અભિનેત્રીઓ ને ફોલો કરતા હોઈએ છીએ. પણ એક્ટ્રેસ ને લઈ ને ઘણી વાતો એવી પણ હોય છે , જે આપણને ખબર નથી હોતી. શું તમને ખબર છે કે આપણી બૉલીવુડ ની ઘણી બધી એક્ટ્રેસ એવી છે જે રીઅલ લાઈફ માં નશા ની આદત થી બંધાયેલ છે. એ સિગરેટ તો ફૂંકે જ છે , સાથે જ એમને chain smoker પણ કહેવાય છે.

1. સુસ્મિતા સેન

બૉલીવુડ એક્ટ્રેસ અને મિસ યુનિવર્સ રહી ચૂકેલ સુસ્મિતા સેન ને પડદા પર તો સિગરેટ ફૂંકતા તમે એને જોઈ હશે , પણ સુસ્મિતા સેન રીઅલ લાઈફ માં પણ ચેન સ્મોકર છે. સુસ્મિતા સેન ને ઘણી વખત પબ્લિક પ્લેસ પર પણ સિગરેટ ફૂંકતી જોવા માં આવી છે. આ બાબત માં સુસ્મિતા નું કહેવું છે કે એમને આ લાઈફસ્ટાઇલ ને પસંદ કરી છે અને ક્યારેય એને લાગ્યું કે બદલવી જોઈએ તો એ એને બદલી નાખશે.

2. રાની મુખર્જી

બૉલીવુડ ની રાની ને તો આપણે બધા જાણીએ જ છીએ. જી હા રાની મુખર્જી એ રિલ લાઈફ માં તો સિગરેટ પીવા નું કિરદાર ભલે નિભાવ્યું છે , પણ શું તમને ખબર છે રાની રીઅલ લાઈફ માં પણ એ ખરાબ આદત કૈરી કરે છે. એવું છે કે રાની એક દિવસ પણ સિગરેટ ફૂંકયા વિના નથી રહી શકતી. રાની ને આની આટલી હદ સુધી આદત છે કે સવારે ઉઠતાં ની સાથે એને સુટ્ટો મારવો પડે છે. એ વાત રાની એ પોતે જ એક ઈન્ટરવ્યૂ વખતે કહી હતી કે એ એક ચેન સ્મોકર છે.

3. કંગના રનૌત

ફિલ્મ ફેશન માં કંગના રનૌત ની અદાકારી તો બધા ને યાદ જ હશે. નશા માં ડૂબેલી એક મોડલ નો રોલ કંગના એ ખૂબ સારી રીતે નિભાવ્યો હતો. ફક્ત રોલ જ નહીં રીઅલ લાઈફ માં પણ બૉલીવુડ ની કવીન કંગના નશા ની વાત માં કંઈક એવી જ છે. કંગના એક ચેન સ્મોકર છે.

4. કોંકણા સેન શર્મા

બૉલીવુડ ની બંગાળી બાળા કોંકણા સેન શર્મા પણ રીઅલ લાઈફ માં સિગરેટ પીવે છે. એક ઈન્ટરવ્યૂ માં કોંકણા એ કહ્યું હતું કે જ્યારે એ પ્રેગ્નેટ હતી તો એની માટે સિગરેટ થી દુર રહેવું ઘણું અઘરું હતું. એવા માં એને સિગરેટ ને કારણે હોસ્પિટલ માં દાખલ થવું પડ્યું હતું.

5. મનીષા કોઈરાલા

બૉલીવુડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા એની સિગરેટ પીવા ની આદત ને લઈ હંમેશા ઓપન રહી છે. કહેવાય છે કે મનીષા ને એના લગ્ન ને દિવસે પણ સિગરેટ ફૂંકતી જોઈ હતી.

6. અમિષા પટેલ

ફિલ્મ કહો ના પ્યાર હૈ થી એના કરીઅર ની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસ અમિષા પટેલ ને બૉલીવુડ માં કોઈ ખાસ સફળતા તો નથી મળી , પણ એમને ઇન્ડસ્ટ્રી માં નામ તો બનાવી જ લીધું છે. અમિષા પટેલ ને કોઈ વખત સિગરેટ ફૂંકતા જોવાયેલ છે.

7. તનુજા

એના સમય ની જાણીતી એક્ટ્રેસ રહી ચૂકેલ તનુજા ને પણ સિગરેટ પીવા ની ખરાબ આદત છે. તનુજા એ આ વાત નો પોતે સ્વીકાર કર્યો છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!