અભિનંદનની સ્વદેશ પરત ફરવા પર બોલિવૂડ થયું ફિદા, અમિતાભે કહ્યું, ‘સાચો સિપાહી નફરત માટે નથી લડતો…’

0

ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સ્વદેશ પરત ફર્યા બાદ આખો દેશ ખુશ છે. શુક્રવારે તેમના પરત ફરતા પહેલાં, હજારો લોકો તેના સ્વાગત માટે વાઘા બોર્ડર પર ભેગા થયા હતા. ઘણા લોકો તો ખૂબ દૂરથી અભિનંદનને જોવા આવ્યા હતા. જેવું તેઓએ ભારતની ભૂમિ પર પગ મુક્યો, આખા દેશમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ત્યારે બોલીવૂડના સ્ટાર્સે પણ તેમનું પૂરા દિલથી સ્વાગત કર્યું.અમિતાભ બચ્ચન અભિનંદન પરત ફરવાથી ખૂબ જ ખુશ છે, એમને ટ્વિટર પર લખ્યું – ‘એક સાચો સિપાહી ફક્ત એટલા માટે જ નથી લડતો કે એ પોતાની સામે ઉભેલા વ્યક્તિને નફરત કરે છે, એ એટલા માટે પણ લડે છે કારણ કે જે તેમની પાછળ ઉભેલા છે તેઓ તેમને પ્રેમ કરે છે. અભિનંદન સ્વાગતમ, સુસ્વાગતમ.’

હાલમાં જ રણવીર સિંહની ફિલ્મ ગલી બોય રિલીઝ થઇ છે ત્યારે ફિલ્મમાં તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા છે. રણવીર પણ અભિનંદનના પરત ફરવાથી ખૂબ જ ખુશ થયા અને ટ્વિટર પર લખ્યું – ‘અભિનંદન ઘરે તમારું સ્વાગત છે. તમારી વીરતા સર આંખો પર! તમે આખા દેશ માટે પ્રેરણા છો. જય હિન્દ.’

તો આ મામલે દીપિકા પણ રણવીરથી પાછળ નથી, દીપિકાએ પણ અભિનંદનની વાપસી પર ખુશી પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દીપિકાએ લખ્યું – જય હિન્દ. આ સાથે જ તેને તિરંગાની એક ફોટો પણ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

🇮🇳 जय हिन्द 🇮🇳

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

અનુપમ ખેરે લખ્યું – ‘વ્હાલા અભિનંદન! તમારું ભારતની ધરતી પર એકવાર ફરી અભિનંદન છે. આપણને બધાને સમય સમય પર સાહસ, ધીરજ, વિશ્વાસ, ગર્વ અને ગૌરવવંતા જીવંત ઉદાહરણની જરૂર પડે છે. વિપરીત પરિસ્થિતિઓમાં તમારા વ્યક્તિત્વએ અમને આ કરીને બતાવ્યું. એના માટે 130 કરોડ ભારતવાસીઓ તરફથી ધન્યવાદ. જીવતા રહો.’

શાહરુખ ખાને લખ્યું – ‘ઘરે પાછા આવાથી વધુ સારો કોઈ અહેસાસ નથી હોતો, કારણ કે ઘરે પ્રેમ, આશા અને સપનાઓ હોય છે. તમારી બહાદુરીથી અમને તાકાત મળી છે. આભારી રહીશું. #WelcomeBackAbhinandan’

વરુણ ધવને લખ્યું – ‘ઘરે ફરીથી આપનું સ્વાગત છે અભિનંદન, આ માનવીય કાર્ય એક આશા આપે છે કે અઢી જ માણસાઈ ખોવાઈ નથી જતી, ભારત માતાની જય.’ ત્યારે અભિનેતા રિતેશ દેશમુખે ટ્વિટર પર લખ્યું – ‘વેલકમ બેક વ્હાલા અભિનંદન, અમે તમારી બહાદ્દુરી અને દેશ પ્રતિ તમારી સેવાને સલામ કરીએ છીએ.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here