બોલીવુડ ફિલ્મોના આ 10 શુટિંગ Best લોકેશન જ્યાં તમારે એકવાર જરૂર જવું જોઈએ….

0

હિન્દી ફિલ્મોના શાનદાર સીન જોઇને તમને પણ મન થાતું હશે કે તે સુંદર જગ્યાઓની શેર કરીએ. જો કે, વિદેશી લોકેશન આપણા બજેટની બહાર હોય છે, તો કઈ વાંધો નહિ પણ તમને જણાવી દઈએ કે ભારતમાં બોલીવુડ ફિલ્મોની શુટિંગના અમુક શાનદાર લોકેશન જ્યાં તમને ખુબ સારું મહેસુસ થશે.

1. હિડિમ્બા મંદિર-‘યે જવાની હે દીવાની’:

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની સુપરહીટ ફિલ્મ ‘યે જવાની હે દીવાની’ નું એક સીન આજ મંદિરની પાસે શૂટ કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશનાં મનાલીમાં સ્થિત આ મંદિર એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે અને અહીનો નજારો ખુબ સુંદર છે. હિડિમ્બા દેવીનું આ મંદિર ચારે બાજુથી હર્યા-ભર્યા જાળથી ઘેરાયેલું છે. જો તમે મનાલી જાઓ તો આ મંદિરના દર્શન કરવાનું ન ભૂલશો.

2. છપોરા કોર્ટ-‘દિલ ચાહતા હે’:

ગોવાનું છપોરા ફોર્ટ પોતાના શાનદાર વ્યુ માટે ફેમસ છે. ફિલ્મ દિલ ચાહતા હે નું આ એક ખુબજ લોકપ્રિય સીન આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું હતું.

3. રોહતાંગ પાસ-‘જબ વી મેટ’:

કરીના કપૂર અને શાહિદ કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’ નું પોપ્યુલર સોંગ ‘એ ઈશ્ક હે’ ની શુટિંગ રોહતાંગ પાસે(હિમાલય)ની પાસે થયું હતું. રોહતાંગ મનાલીથી માત્ર 51 કિમી ની દુરી પર સ્થિત છે. એટલે કે મનાલી જવા પર તમે રોહતાંગ પાસે અને હિડિમ્બા દેવી મંદિર બંનેના દર્શન કરી શકો છો.

4. પનગોંગ-‘3 ઇડીયટ’:

આમીર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 3 ઇડીયટનું કલાઈમેક્સ સીન આજ લેઈક પાસે શૂટ કરવામાં આવ્યું હતું. આ લેઈક જમ્મુ એન્ડ કાશ્મીરના લેહ-લદાખમાં સ્થિત છે અને ખુબજ સુંદર પણ છે.

5. મુન્નાર ચાય બાગાન-‘ચેન્નાઈ એક્સપ્રેસ’:

કેરળના પશ્ચિમી પર્વત શ્રુંખલા પર સ્થિત મુન્નાર નાનું એવું શહેર છે, પ્રાકૃતિક સુંદરતાથી ભરપુર મુન્નાર પોતાના ચા નાં બાગ માટે ખુબ ફેમસ છે. તેની ખુબસુરતીથી આકર્ષિક થઈને જ ચેન્નાઈ એક્સપ્રેસ ટીમે અમુક સીન્સની શુટિંગ અહી જ કરી હતી.

6. રામનગર-‘શોલે’:

જો કે ભારતમાં રામનગર નામના ઘણા ઇલાકાઓ હશે, પણ સુપરહિટ ફિલ્મ શોલે માં જે રામનગરમાં શુટિંગ થયું હતું તે કર્નાટકામાં સ્થિત છે.

7. ચોમું પૈલેસ-‘બોલ બચ્ચન અને ભૂલ ભુલૈયા’:

ચોમું પૈલેસ જયપુરનો ખુબ પ્રસિદ્ધ મહેલ છે. અહી પર બોલ બચ્ચન અને ભૂલ ભુલૈયા ફિલ્મની શુટિંગ થઇ હતી.

8. અથીરાપલ્લી ફોલ્સ-‘રાવણ’:


કેરલ પ્રાકૃતિક સુંદરતાથી ભરપુર છે. રાવણ ફિલ્મમાં જે વોટર ફોલ જોયો હતો તે કેરળના ફેમસ અથીરાપલ્લી ફોલ્સ છે. અહી પર ફિલ્મનાં અમુક સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા.

9. દૂધસાગર ફોલ્સ-‘ચેન્નાઈ એક્સપ્રેસ’:

ચેન્નાઈ એકપ્રેસના રેલ્વે લાઈનવાળા સીન શું તમને પસંદ આવ્યા હતા. તેમની શુટિંગ ગોવા-કર્નાટકા બોર્ડર પર સ્થિત દૂધસાગર ફોલ્સની પાસે થયું હતું.

10. ગ્રેટ રન ઓફ કચ્છ-‘આર.રાજકુમાર’:


ગુજરાતનું ગ્રેટ રન ઓફ કચ્છ ફેમસ ટુરિસ્ટ સ્પોટ છે. અહી પર રાજકુમાર ફિલ્મનું હીટ સોંગ ‘સાડી કે ફોલ સા’ ની શુટિંગ કરવામાં આવી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!