આ 6 બાળ કલાકારો ની સામે ફિક્કો છે બૉલીવુડ સ્ટાર્સ નો જલવો, નાની ઉંમરમાં પણ કરે છે કરોડોની કમાણી…

0

જો તમારી પાસે ટેલેન્ટ છે અને કઈક કરી બતાવાની આવડત છે તો કોઈપણ તેને છીનવી નહિ શકે અને જો વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની હોય તો ટેલેન્ટ ના નામ પર તમારી ઉપર પૈસા નો પણ વરસાદ થઇ શકે છે. કહેવામાં આવે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેઓનું ટેલેન્ટ જ તેઓની ફી નક્કી કરે છે.એવામાં ઘણા એવા બાળ કલાકારો છે જેઓ માત્ર નાની ઉંમરમાં જ એન્ટ્રી કરે છે અને મોટું મુકામ મેળવી લેતા હોય છે. આવા ટેલેન્ટેડ બાળકો ની સામે બૉલીવુડ ના સુપર સ્ટાર પણ ફિક્કા લાગતા હોય છે, આજે અમે તમને એવા જ અમુક બાળ કલાકારો વિશે જણાવીશું જેઓ આટલી નાની ઉંમરમાં પણ કરોડો ની કમાણી કરે છે.

1. હર્ષ મયાર:
વર્ષ 2011 માં આવેલી ફિલ્મ ‘આઈ એમ કલામ’ માં હર્ષ મયાર એ એવો દમદાર અભિનય કર્યો હતો કે તેને આટલી નાની ઉંમર માં જ લોકપ્રિયતા મળી ગઈ. તેને માત્ર 21 દિવસના શૂટિંગ માટે 1 લાખ રૂપિયા ની ફી મળી હતી. તેના પછી તેને રાની મુખર્જી ની ફિલ્મ હિચકી માં જોવામાં આવ્યા હતા.

2. દિયા ચાલવાડ:ફિલ્મ પિઝ્ઝા અને રૉકી હેન્ડસમ માં દિયા એ સારો એવો અભિનય કર્યો હતો. જણાવી દઈએ કે માત્ર એક દિવસના શૂટિંગ માટે દિયા ને 25,000 રૂપિયા મળ્યા હતા. જાહેરાતો માં કામ કરવા માટે તેને 50 થી 60 હજાર રૂપિયા મળે છે.

3. દર્શિલ:વર્ષ 2007 માં આવેલી ફિલ્મ ‘તારે ઝમીંન પર’ ના નાના અભિનેતા દર્શિલ છે જેમણે આમિર ખાન ના અભિનય ને પણ ટક્કર આપી દીધી હતી. દર્શિલે આ ફિલ્મ ના સિવાય બમ-બમ ભોલે, બ્રધર્સ અને ઢીશુમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દર્શિલ ને 6 દિવસના શૂટિંગ માટે 30,000 રૂપિયા મળ્યા હતા.

4. હર્ષાલી મલ્હોત્રા:દબંગ સલમાન ખાન ની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન ની મુન્ની તો તમને યાદ જ હશે. જો કે હર્ષાલી આ ફિલ્મના સિવાય ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે હર્ષાલી પોતાની ફી લાખો માં લે છે.હર્ષાલી માત્ર 7 વર્ષ ની ઉંમર માં જ આટલી મોટી રકમ ની કમાણી કરે છે.
5. મિખાઇલ ગાંધી:ફિલ્મ ‘સચિન દ બિલિયન ડ્રિમ્સ’ માં સચિન તેંદુલકર ના બાળપણ નો નો રોલ નિભાવનારા કલાકાર મિખાઇલ ગાંધી હતા. આ ફિલ્મમાં તેમણે દમદાર અભિનય કર્યો હતો.આ ફિલ્મ માટે તેમને 300 બાળકોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો.મિખાઈલ એક ફિલ્મ માટે 1 થી 2 લાખ રૂપિયાનો ચાર્જ લે છે અને જાહેરાતો માટે તે 30 થી 50,000 ની ફી લે છે.

6. સારા અર્જુન:ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માં સારા અર્જુન ને જોવામાં આવી હતી. તેમણે ઐશ્વર્યા રાઈ સાથેની ફિલ્મ જજબા માં પણ કામ કર્યું હતું. તેના સિવાય તે જલ્દી જ ઇરફાન ખાન ની સાથે હોલીવુડ ફિલ્મોમાં પણ નજરમાં આવવાની છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here