સલમાન ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી, લક્ઝરી ગાડીઓ છોડીને મુંબઈ લોકલ અને ઓટો રિકશા માં પ્રવાસ કરે છે બોલિવુડના આ 7 સેલેબ્સ..

0

જ્હોન અબ્રાહમને તેની ફિલ્મ ‘સત્યમેવ જયતે ‘ ની સ્ક્રિનિંગમાં ઓટો રિક્ષામાં આવતા જોયા હશે. આ કારણથી તેઓ ખૂબ ચર્ચામાં છે. આમ જોઈએ તો
આ પ્રથમ વખત નથી બન્યું જ્યારે કોઈ સેલેબ્સ આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેઠા હોય. પહેલા પણ ઘણા સેલેબ્સ તેમની લકઝરી કાર છોડીને ઓટો-રિકશા અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યા છે. તો ચાલો આજે એક નજર મારીએ એ 7 સેલેબ્સ પર.

1. ટાઈગર શ્રોફ

ટાઈગર પણ ઘણી વાર સ્થાનિક લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો નજર આવ્યો છે. ફેન્સથી બચવા માટે તેઓ ઘણી વખત ચહેરા પર રૂમાલ બાંધીને માસ્ક અને હેન્ડ કેપ લગાવીને ટ્રાવેલ કરે છે. એટલા માટે કે તેને કોઈ ઓળખી ન શકે. જો કે આમ કરવા છ્તા ઘણા ફેન્સ તેમને ઓળખી કાઢે છે.

2. સલમાન ખાન
સલમાનને ઘણીવાર ઓટો-રિકશાની ઇડ લેતો જોવા મળ્યો છે. એ તો ઠીક પણ ઘણીવાર તેઓ પોતે મુંબઈના રસ્તાઓ પર સાયકલ ચલાવે છે.

3. અમિતાભ બચ્ચન
અમિતાભે તેના એક ફેન સૌરભ નીબકાર માટે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી ચૂક્યા છે. . ખરેખર તો સૌરભ ટ્રેનમાં ગીતો ગાઈને કેન્સર પીડિતોની મદદ માટે પૈસા એકત્ર કરવા માટેનું કામ કરતો હતો. ત્યારે અમિતાભે પણ તેને જોઈન કર્યો હતો. જો કે ત્યારે અમિતાભ સાથે ઘણા બોડીગાર્ડ હતા.

4. અનિલ કપૂર
અનિલ પણ ઘણી વાર લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. એકવાર જ્યારે ગણેશ ચતુર્થીનાં મોકો પર શહેરમાં ખુબ ટ્રાફિક જામ હતા ત્યારે અનિલે લકઝરી કાર છોડીને ટ્રેનમાં મુસાફરી કરી હતી.

5. રણબીર કપૂર
રણબીર પણ આ જ ફેહરીસ્ટનો જ એક ભાગ છે. એકલા સિવાય તેમને એકવાર ડાયરેક્ટર ઇમ્તીયાજ અલી સાથે ઓટો માં રાઇડ કર્યું હતું. વાસ્તવમાં ફિલ્મ તમાશાના પ્રિમીયર પછી બંનેએ પોતાના કાર ડ્રાઈવરને ઘરે લઇ જવા માટે કહી દીધું અને અને ખુદ પોતે રિકશામાં ટ્રાવલ કરી ઘરે પહોંચ્યો.

6. હૃતિક રોશન
હૃતિક રોશને પણ જાહેર વાહનમાં મુસાફરી કરી ચૂક્યો છે. એકવાર તે તેના બન્ને દીકરારૂદાન અને રજાન સાથે લઇને ઓટો-રિકશા માં ફરતા જોવા મળ્યો હતો. તેના ફોટો તેઓ સોશિયલ મીડિયા પણ પોસ્ટ કર્યા હતા અને કહ્યું હતું કે આ ખૂબ જ એડવાન્ટેરસ જર્ની રહી હતી.

7. રણવીર સિંહ
રણવીર ખૂબ જ ફની અને લવિંગ વ્યક્તિ છે. તેમને ઘણી વાર જાહેર સ્થળ પર પણ મસ્તી કરતાં જોવા મળ્યા છે. ઘણીવાર રણવીરને જાહેર વાહનોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here