અનુષ્કા શર્માથી લઈને દીપિકા,રણવીર, કેટરિના કૈફ સુધી 15 બોલિવુડ સેલિબ્રિટી મનાવ્યું આવા અંદાજમાં હેપ્પી ન્યુ યર – 2019

0

વર્ષ 2019 નું બધા જ સેલિબ્રેશન સાથે સ્વાગત કરવામાં આવ્યું. બૉલીવુડ સ્ટાર્સ પણ પણ આ વર્ષે આ ક્ષણને જુદી જુદી રીતે આ મહત્વની ક્ષણને સેલિબ્રેટ કરી. કોઈએ પોતાના પાર્ટનર સાથેઆ ક્રેજી ક્ષણને માણી તો કોઈએ પરિવાર સાથે મળીને ન્યુ યરનું વેલકમ કર્યું.

અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી –
અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયામાં નવું વર્ષ ઉજવ્યું. હકીકતમાં, ભારત પણ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહેલી હોવાના કારણે અનુષ્કા 2019 નું સ્વાગત કરવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી.

આનંદ આહુજા અને સોનમ કપૂર –
આનંદ આહુજા અને સોનમ કપૂરે નવું વર્ષ બાલીમાં સેલિબ્રેટ કર્યું છે. તેમણે આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા.

કરીના કપૂર અને સૈફ અલી ખાન –
કરિના કપૂર અને સૈફ અલી ખાન પોતાના પુત્ર તૈમુર સાથે સ્વિટ્ઝર્લૅન્ડ માં નવા વર્ષની ઉજવણી કરી. દરમિયાન, કરીનાએ બ્લૂ ડ્રેસમાં ગોર્જિયસ દેખાઈ રહી હતી તો સૈફ શૂટમાં વધારે ડાશિંગ લાગી રહ્યા હતા.

કંગના રાણાવત –
કંગના રાણાવત આ બધા ઘોંઘાટથી દૂર પોતાના પરિવાર સાથે મનાલીમાં ન્યુ યરને વેલકમ કર્યું. તેની બહેન રંગોલીએ તેની આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ટાઇગર શ્રોફ –
બૉલીવુડ અભિનેતાએ એક્શનથી ભરેલા તેના નવા અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે. માલદીવમાં હોલિડે મનાવી રહેલ ટાઈગરે 2019ના સ્વાગતમાં એક ફોટો શેર કર્યો અને લખ્યું કે ઉડીને પહોંચ્યો 2019 માં.

દિશા પાટની
બોલિવુડની હોટ બેબ દિશા પાટની પણ માલદીવમાં જ વેકેશન માણી રહી છે. કહેવાય છે કે ટાઈગર અને દિશા સાથે જ હોલિડે એન્જોય કરી રહ્યા છે. દિશાએ ટાઈગર સાથે જ 2019 ના વર્ષને વેલકમ કર્યું.

કેટરિના કૈફ
બીટાઉનની ટોચની અભિનેત્રીમાણી એક કેટરીનાએ ફેક અને ફની ફોટો શેયર કરીને 2018 ને બાય બાય કર્યું હતું. અને વર્ષ 2019 નું સ્વાગત કર્યું. ફોટો જોઈને જ લાગી રહ્યું છે કે આ વર્ષે કેટરીના કોઈ પાર્ટીમાં ન્યૂયર મનાવી રહી છે.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા
બોલીવુડનું ચર્ચીત કપલ એટ્લે અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ખાને જુહુ બીચ પર સોહો હાઉસ ખાતે યોજાયેલી ન્યૂ યર પાર્ટી માં 2019ના વર્ષનું સ્વાગત કર્યું.

હર્ષવર્ધન કપૂર
અભિનેતા અનિલ કપૂરનો દીકરો અને એક્ટર હર્ષ કપૂર પણ સોહો હાઉસની પાર્ટીમાં હાજરી આપી હતી અને નવા વર્ષની ઉજવણી કરી.

સંજય કપૂર
સોહો હાઉસમાં યોજાયેલ પાર્ટીમાં ઘણા બોલિવુડના સેલિબ્રિટિ પહોંચ્યા જેમાં સંજય કપૂરનો પણ સમાવેશ થાય છે .

ડીનો મોરિયા
ડીનો મોરિયા આ પાર્ટીમાં ફૈજુઅલ દેખાવમાં પહોંચ્યા હતા. જો કે તે આ દેખાવમાં પણ કુલ લાગતો હતો.

સોફી ચૌધરી
એન્કર, મોડલ અને અભિનેત્રી સોફી ચૌધરી હંમેશાની જેમ સ્ટાઇલિશ દેખાવમાં જ જોવા મળી. તે પણ સોહો હાઉસની ન્યૂ યર પાર્ટીમાં સામેલ થઈ હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ
પરિવાર સાથે લંડનમાં નાતાલની ઉજવણી પછી પ્રિયંકા અને નિક સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યા. આ કપલે અહીં ખૂબ જ એન્જોય કર્યું ને સાથે સાથે નવું વર્ષ ઉજવ્યું.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે મળીને નવું વર્ષ ઉજવ્યું. તેઑ ન્યૂ યોર્ક ગયા વર્ષ 2019નું સ્વાગત કર્યું. જ્યાં રણબીરના માતાપિતા રીશી અને નીતુ પણ હાજર હતા.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
ન્યૂલી મેરીડ કપલ દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ એરપોર્ટ પર દેખાયા હતા. એવું માનવામાં આવે છે કે આ કપલ નવા વર્ષની સાથે હનીમૂન મનાવવા પણ ગયું છે. જો કે એ ક્યાં ગયા છે તેના વિશે કોઈ માહિતી મળી નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here