બોલીવુડ અભિનેત્રીઓની આ 16 બ્લૈક એન્ડ વ્હાઈટ ફોટોસ માં કોઈ રંગ ન હોવા છતાં પણ છે એકદમ સુંદર, આજની એક્ટ્રેસેસ ને પણ પાછળ છોડી દે છે..

0

સિનેમાની દુનિયા પોતાની રંગીનિયત માટે જાણવામાં આવે છે. વિશાલકાય પર્દા પર જ્યારે રંગ ફેલાઈ છે ત્યારે જોનારાઓની આંખો સમ્મોહિત થઇ જાતી હોય છે. સિનેમાની સુંદરતા છે, રંગો. પણ ત્યારે પણ તેમાં એટલી જ સુંદરતા હતી જ્યારે તેમાં કોઈ રંગ ન હતા. સફેદ અને કાળી રંગની જોડીએ પણ ઘણા એવા સુંદર દ્રશ્યો બતાવ્યા છે. તેનાથી એ વાત સાબિત થાય છે કે સુંદરતા માટે રંગોનું હોવું જરૂરી નથી, તે જોનારની આંખોમાં હોય છે અને પછી તે કોઈભી રંગમાં પણ કેમ ન હોય.

હવે આ અભિનેત્રીઓને જ જોઈ લો જેની સુંદરતા રંગોની મોહતાજ નથી. આ બ્લૈક એન્ડ વ્હાઈટ તસ્વીરો તે અભિનેત્રીઓની છે, જેઓએ ભારતીય સિનેમામાં સુંદરતાને પરિભાષિત કર્યું છે.

1. પરવીન બાબી: આ એક તસ્વીરને તમે પરવીન બાબીનાં વ્યક્તિત્વનું દર્પણ માની શકો છો.

2. સોનમ કપૂર:તમે આ સ્ટાઈલ આઇકોનનાં ઘણા રૂપ જોયા હશે, પણ આ રૂપની વાત જ શી.

3. હેમા માલિની:હવે સમજમાં આવી ગયું હશે કે તેને ડ્રીમ ગર્લ શા માટે કહેવામાં આવતું હતું.

4. લીના ચન્દાવરકર:જો આ તસ્વીરને માત્ર એક શબ્દ જ આપવાનો હોય, તો તે શબ્દ હોય ‘સાદગી’.

5. નીતુ સિંહ:માત્ર 8 વર્ષની ઉમરમાં આ પેશામાં ઉતરનારી આ અભિનેત્રીએ દરેકને પોતાની નજરોના ઘાયલ બનાવી દીધા.

6. માધુરી દિક્ષીત:કરોડોના દિલોનું ધડકન, ધક-ધક ગર્લ કહેવાતી માધુરી એક કમ્પ્લીટ પેકેજ છે, ડાંસ, સુંદરતા અને અભિનય માધુરીની અંદર જાણે કી ઠાંસી ઠાંસીને ભર્યું છે.

7. નુતન:નુતનની આ તસ્વીર જેટલી સાદગી ભરેલી છે, તેમાં તેની કયા પણ તેટલી જ સરળ અને સાદગી ભરેલી છે.

8. મધુબાલા:આના વિશે તો શું કહી શકાય. સુંદરતા એવી છે કે આજે પણ તેને જોનારા પ્રેમમાં ડૂબી જાય.

9. મીના કુમારી:જેવી સુંદરતા તેનાથી વધુ અદાઓ. જે દરેક કસૌટી પર ખરી ઉતરનારી અભિનેત્રી છે.

10. જયાં ભાદુરી:તેની સુરત એક સામાન્ય નારીની જેમ જ છે, પણ તેની અદાઓ સામાન્ય નહિ પણ કાતિલ હતી.

11. શ્રી દેવી:સદાબહાર શ્રી દેવીએ દરેક ઉમરના લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા.

12. શબાના આજમી:હિન્દી સિનેમામાં આર્ટ ફિલ્મોની જાન કહેવાતી શબાના આજમી એક બેબાક વ્યક્તિગતની માલકિન છે.

13. રેખા:બોલ્ડ અને બિંદાસ આ બે શબ્દ રેખાનાં નામની સાથે એની જાતે જ જોડાઈ જાય છે.

14. વહીદા રહમાન:

તેના વ્યક્તિગમાં શાલીનતા છે, જે પહેલી નજરમાં જ જોઈ શકાય છે.

15.જીનત અમાન:હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર બોલ્ડ થવાનો તમગો અભિનેત્રી જીનતને આપવામાં આવ્યો હતો.

16. સ્મિતા પાટીલ:સાદગીની દેવી અને અભિનયની મૂર્તિ સ્મિતા પાટીલ. તેની તમામ જિંદગીમાં તેણે માત્ર વખાણ જ વખાણ અને પ્રેમ જ મેળવ્યો છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.