બૉલીવુડ અભિનેત્રી ઘટાડયું થોડા સમયમાં પૂરા 27 કિલો વજન, જાણો એનાં ડાયેટ પ્લાન વિશે .. કઈંક નવું જાણવા મળશે

0

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પહેલાં છ મહિનામાં ઘટાડયું હતું પંદર કિલો વજન. તેનું વજન આશરે ૮૫ કિલોની આસપાસ ભૂમિ પેડનેકરે માત્ર થોડાં જ મહિનાઓમાં ઘટાડયું 27 કિલો વજન, જાણો કેમ ઘટાડયું આવી રીતે આટલું બધુ વજન થઈ ગયું હતું. તેમ જ આખા દિવસ દરમ્યાન એની ૪૦૦૦ કેલેરીનો સમાવેશ થતો હતો.

બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અત્યારે ન્યૂઝ પેપરોમાં પોતાના ગ્લેમરસ અંદાજને કારણે બ્રેકિંગ ન્યૂઝ બની રહી છે. હમણાં જ ૧૮ જુલાઈ, ૨૦૧૮ ના રોજ તેનો ૨૯મો જન્મદિવસ પર ગ્લેમરસ લૂકમાં નજરે આવી હતી. ભૂમિએ તેના એક્ટિંગ કેરિયરની શરૂઆત 2015ના વર્ષમાં રીલીઝ થયેલી મૂવી દમ લગાકે હઇસાથી કરી હતી. એમાં એક્ટર તરીકે આયુષ્યમાં ખુરાના સાથે જોવા મળી હતી. આ મૂવીમાં ભૂમિ એક જાડી છોકરીની ભૂમિકામાં હતી. આ ફિલ્મ માટે ભૂમિએ એનું 72 કિલો વજન તો હતું જ છ્તા એણે ૧૫ કિલો વજન વધાર્યું હતું.

જોકે અત્યારે ભૂમિ ઘણી જ પાતળી થઈ ગઈ છે. એણે એનું વજન ૨૭ કિલો જેટલું ઘટાડીનેભલભલાને વિચારતા કરી દીધા છે. તો ચાલો જાણીએ એવું તે શું કર્યું ભૂમિએ કે કોઈ જ સાઈડ ઇફેક્ટ વગર એણે એનું વજન આટલું ઝડપી ને આટલું બધુ ઘટાડી નાખ્યું.

પહેલાં ૧૫ કિલો વજન વધાર્યું :

આમ જોઈએ તો ભૂમિ નાનપણથી જ એક્ટ્રેસ બનવાના સ્વપ્નો જોયા કરતી હતી. પણ એના સપનાની આડે એનું વધારે પ્રમાણનું વજન એને નડી રહ્યું હતું. ભૂમિ યશરાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી. આ સમય દરમ્યાન નિર્દશક મનીષ મલ્હોત્રાએ જોયું કે ભૂમિને એક્ટિંગ બાબતે ઘણો લગાવ છે, એટ્લે એમને એમની જ એક મૂવી ‘દમ લગાકે હઇસા’માં એક્ટ્રેસ તરીકેની ઓફર મૂકી ને સાથે ૧૫ કિલો વજન વધારવાની પણ. આ ટકાનો લાભ ઉઠાવી ભૂમિએ પોતાનું ૧૫ કિલો વજન વધારી દીધું ને પોતે થઈ ગઈ ૮૫ કિલોની. વજન વધારવા માટે ભૂમિએ આખા દિવસ દરમ્યાન ૪૦૦૦ કેલેરી પણ લેતી હતી.

આવી રીતે ઘટાડયું ભૂમિએ પોતાનું ૨૭ કિલો વજન :
જ્યારે ભૂમિને પોતાના વજન બાબતે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે ભોમિએ જણાવ્યુ કે, ફિલ્મ દમ લગાકે હાઈસાનું જ્યારે શૂટિંગ પૂરું થયું કે તરત જ મે મારુ બહારનું જમવાનું છોડી દીધું અને ઘરનું જ બનાવેલું જમવા લાગી હતી. ભૂમિ એના બ્રેકફાસ્ટમાં કાં તો એક ગ્લાસ દૂધ અથવા એક ઈંડું , મિસ્સી રોટી કાં તો ટોસ્ટ, ક્યારેક પૌવા તો ક્યારેક ઉપમાનો જ સમાવેશ કરતી. બપોરે લાંચમાં સબ્જી, રોટી, ચિકન ભાત અથવા તો ખાલી દાળ ભાત જ લેવાનો આગ્રહ રાખતી. સાંજે ૪ વાગે પપૈયું, નાસપતી જેવા ફાળો જ લેતી. આના એક કલાક બાદ ૧ કપ ગ્રીન ટી અને એની સાથે એક અખરોટ કે બદામ વગેરે જેવા ડ્રાયફ્રુટ લેવાનું રાખતી. પછી ડિનરમાં ગ્રીલ્ડ ફિશ અને ચિકન અને પનીર પણ સામેલ કરતી. આ ઉપરાંત એક નાનો કપ બ્રાઉન રાઈસ અને રોટલી ક્યારેક ખાતી હતી. આવી રીતે ૪ -૫ મહિનાનો

ડાયેટ પ્લાન બનાવી એણે ૨૭ કિલો વજન ઘટાડયું.એકસરસાઇઝ, યોગા અને ખેલકૂડ : સારી ડાયટ ફોલો કરવાની સાથે સાથે એક્સરસાઈઝ , યોગાની સાથે કેટલીય રમતો પણ રમતી હતી. રોજ સવારે મોર્નિંગ વોક, બપોરના સમયે જીમ અને ક્યારેક ક્યારેક વોલીબોલ, બેડમિન્ટન, સ્વિમિંગની સાથે સાથે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરવાનો આ રોજનું રૂટિન બનાવી દીધું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here