BMW લઈને વાળ કાપવા આવે છે આ વ્યક્તિ, વિરાટ કોહલી, બચ્ચન થી લઈને રજનીકાંત છે એમના ગ્રાહક…

0

યુપી માં કૈરાના માં સોમવાર ના રોજ લોકસભા ઉપચુનાવ ની વોટિંગ થઇ હતી. આ શહેર મોટાભાગે રાજનીતિક કારણો થી ચર્ચા માં રહે છે, પણ અહીંથી જ તાલ્લુક રાખનારા એક વ્યક્તિ એ બૉલીવુડ માં ધૂમ મચાવી હતી. અહીં વાત થઇ રહી છે બૉલીવુડ ના લેજેન્ડરી હેયરસ્ટાઇલિસ્ટ હાકીમ કૈરાવની ની. જો કે હવે તે આ દુનિયામાં નથી, પણ તેના દીકરા આલીમ હાકીમ આજે પણ બૉલીવુડ ના ટોપ હેયર સ્ટાઇલિસ્ટ છે.બીએમડબ્લ્યુ લઈને આવે છે વાળ કાપવા:

આલીમ હાકીમ ના સલુન માં બૉલીવુડ થી લઈને ક્રિકેટ સુધી ના સેલિબ્રિટીઝ હેયર સ્ટાઇલ કરે છે. દરેક બીજી બૉલીવુડ મુવી માં હીરો નો લુક આલીમ ની કાતર થી જ નીકળે છે. સંજય દત્ત ની બાયોપિક સંજુ હોય કે પછી રેસ-3 આ દરેક માં ફિલ્મો માં લીડ રોલ ની હેયરસ્ટાઇલ આલીમ એ જ આપી છે.

ક્રિકેટ ની વાત કરીયે તો વિરાટ કોહલી થી હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સચિન તેંડુલકર અને જહીર ખાન સુધી લગભગ દરેક ક્રિકેટર તેની પાસે જ નવી હેયરસ્ટાઇલ કરાવે છે.હાકીમ પોતાના ઘરેથી સલૂન સુધી પર્સનલ બીએમડબ્લ્યુ કાર માં આવે છે. તેણે પોતાના દીકરા માટે રિમોટથી ચાલનારી મર્સીડીઝ ની ટૉય કાર ખરીદી છે.

બચ્ચન પણ છે તેના ગ્રાહક:
બચ્ચન ફેમીની હાકીમ ના ખુબ જુના ગ્રાહકો રહ્યા છે. અમિતાબ એ દીકરા અભિષેક નું મુંડન પણ તેના પિતા હાકીમ કૈરાનવી થી જ કરાવ્યું હતું.

રજનીકાંત ને બનાવ્યા ગ્રાહક:

ગયેલા 24 મૈં ના રોજ આલીમ હકીમને સાઉથ ના સુપર સ્ટાર રજનીકાંત એ હેયરસ્ટાઈલ મારે ઇન્વાઇટ કર્યા હતા. તેમણે ચેન્નાઇ સ્થિત રેસિડેન્સ માં જઈને હેયર કટ કર્યા હતા.
સૌથી સ્પેશિયલ છે તેનું સલૂન:આલીમ હકીમ એ પોતાની સ્ટાઇલ થી બૉલીવુડ નું દિલ જીતી લીધું છે. તે ઇન્ડસ્ટ્રીના પહેલા એવા સ્ટાઇલિસ્ટ છે જે પોતાના સૈલુંન ને લાઉન્જ કહીને બોલાવે છે.આ સિવાય તેમણે પોતાના હેયર સ્ટાઇલિંગ લાઉન્જ માં પ્રોફેશનલ ડીજે પણ લગાવી રાખ્યું છે. તે પેહલા એવા હેયર સ્ટાઇલિસ્ટ છે જે હેયર ટ્રીટમેન્ટ ની સાથે બોડી આર્ટ(ટૈટૂ) ની સર્વિસ પણ આપે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here