ભારતમાં લોન્ચ થઇ BMWની સૌથી સસ્તી ગાડી, કિંમત જાણીને ખુશ થઇ જશો…!!!

0

જો આપણે લક્ઝરીની વાત કરીએ તો આપણા મનમાં ગાડી, બંગલો, તગડું બેન્ક બેલેન્સ, એટલે મજ્જાની લાઈફ, બરાબર ને! અને ગાડીની વાત કરી તો BMW. એ મજા BMWની ગાડીમાં છે એ મજા બીજી ગાડીઓમાં ક્યાંથી મળે! આજકાલ લોકોની પહેલી પસંદ BMW જ છે, પણ આ ગાડીઓ એટલી મોંઘી હોય છે કે એટલી સરળ રીતે કોઈ આપણે ખરીદી નથી લેતા, પણ હવે BMWના ચાહકો માટે એક સારા સમાચાર છે. BMWએ પોતાની અત્યાર સુધીની સૌથી સસ્તી કાર ભારતમાં લોન્ચ કરી છે.

હાલમાં જ જર્મનીની લક્ઝરી કાર નિર્માતા કંપની BMWએ ભારતમાં પોતાની 6 Series Gran Turismo સિડાન કારનું નવું ડીઝલ વેરિયંટ લોન્ચ કરી દીધું છે. લોન્ચિંગની સાથે જ બુકિંગ પણ શરુ કરી દીધી છે. કંપનીએ આ કારણે ભારતમાં શરૂઆતી કિંમત 63.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત) પર લોન્ચ કરી છે.

Image Source

BMW 620d Gran Turismo આ સિરીઝની સૌથી સસ્તી કાર છે. આ કારને બીએમડબ્લ્યુના ચેન્નૈ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવી છે. આ નવી કાર 6GTનું સૌથી સસ્તું વેરિયંટ હોવા છતાં એ બધા જ જરૂરી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્ફર્ટ ફિચર્સથી સજ્જ છે, જેના માટે BMW ગાડીઓ ઓળખાય છે. કંપનીનું કહેવું છે કે આ 6GTના ડીઝલ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે. કંપનીના ઇન્ડિયા પ્રેસિડેન્ટનું કહેવું છે કે પહેલી BMW 620d Gran Turismoઆ લોન્ચ સાથે તેમને ભારતના લક્ઝરી કારણ બજારમાં એક નવું સેગ્મેન્ટ બનાવ્યું છે. આ નવા વેરિયંટમાં શાનદાર એન્ટ્રી-લેવલ ડીઝલ એન્જીન છે.

Image Source

કંપનીનો દાવો છે કે 6 સિરીઝ GTનું આ વેરિયંટ માત્ર 7.9 સેકંડ્સમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તો વાત કરીએ આ કારના ફીચર્સ વિશે –

દમદાર ફિચર્સવાળી આ કારમાં 2.0 લીટર, 4 સિલિન્ડર, ટ્વિન્ટ ટર્બો ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 188 BHPનો પાવર અને 400 NM પીક ટૉર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ એન્જીન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.

Image Source

આ કારમાં ખૂબ જ લક્ઝુરિયસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારમાં પાછળની સીટો ઇલેક્ટ્રોનિક રીતે સુવિધા અનુસાર, એડજસ્ટ કરી શકાય છે. કારમાં પાછળની સીટ પર બેસનાર લોકો માટે 10.2 ઇંચની એન્ટરટેનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે, જે આગળની સીટની પાછળની તરફ લાગેલી છે. આ સિવાય મોબાઈલ માટે HDMI કનેક્શન, બ્લ્યુરે પ્લેયર, એમપી3 પ્લેયર માટે કનેક્શન અને ગેમિંગ કન્સોલ જેવી સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય પણ બીજા ઘણા શાનદાર ફીચર આ કારમાં આપવામાં આવેલા છે. આ સિવાય એમાં મલ્ટીપલ ડ્રાઇવિંગ મોડ્સ, Sport, Comfort, Comfort+ Eco Pro અને Adaptive આપવામાં આવ્યા છે.

Image Source

620d GTમાં પહોળી કિડની ગ્રીલ અને પહોળી LED હેડલાઈટ્સ સાથે BMW ઈલેક્ટીવ બીમ અને કોર્નરિંગ લાઇટ્સ પણ આપવામાં આવી છે. આ કારમાં 2-પાર્ટ પેનોરમા ગ્લાસ રૂફ આપવામાં આવ્યા છે. એમાં એક્ટિવ રિયર સ્પોઈલર સાથે ફ્રેમલેસ વિન્ડો, કૂપે રૂફલાઇન અને એક ઓટોમેટિક ટેલગેટ આપવામાં આવ્યો છે.

BMW 620d Gran Turismoમાં લેધરવાળું સ્પોર્ટ્સ સ્ટિયરિંગ વહીલ અને એમ્બિએન્ટ લાઇટિંગ સાથે કેબિનમાં ફાઈન વૂંડ ઇન્સર્ટ આપવામાં આવ્યા છે. આ સિવાય આમાં પર્લ ક્રોમ ફિનિશની હાઈલાઈટ આપવામાં આવી છે. આ પહેલીવાર છે કે BMW 620d Gran Turismo વેરિયંટ ભારતમાં વેચવામાં આવશે, આ કાર 5 સીટો અને બીજા અન્ય ફિચર્સથી સજ્જ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here