બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચુકી છે આ 8 Actors, મુશ્કેલ છે ઓળખવું, જાણો કોણ-કોણ છે….

0

ફિલ્મી દુનિયામાં આપણા સ્ટાર્સ પોતાના કિરદારને સારી રીતે ઉતારવા માટે પોતાના લુક્સ સાથે ઘણા એવા પ્રયોગો કરતા હોય છે. જ્યાં ફિલ્મોમાં પરફેક્ટ દેખાવા માટે સ્ટાર્સને પોતાના ફિગર પર પણ ખુબ ધ્યાન આપવું પડતું હોય છે. સ્લીમ અને ફિટ દેખાવા માટે સ્ટાર્સ ઘણી એવી મહેનત કરતા હોય છે. સાથે જ  ઘણી વાર અમુક સીતારોને પોતાના રોલ માટે ડીમાંડના આધારે પોતાનો વજન પણ વધારવો પડતો હોય છે. તો ચાલો જાણીએ બોલીવુડના આવા અમુક સિતારાઓ વિશે જેઓએ પોતાના શરીરમાં ઘણા બદલાવ કર્યા છે.

1. વિદ્યા બાલન:

2011 માં આવેલી ફિલ્મ ‘દ ડર્ટી પિક્ચર’ માં વિદ્યા બાલનના અભિનયની સાથે-સાથે તેના લુકની પણ ખુબ ચર્ચા થઇ હતી. તેઓએ આ ફિલ્મ માટે લગભગ 14 કિલો વજન વધાર્યો હતો. અ ફિલ્મમાં તેના પરફોર્મન્સને ખુબ માનવામાં આવ્યો હતો, તેના માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી. વિદ્યાએ આ ફિલ્મમાં મશુર અભિનેત્રી સિલ્ક સ્મિતાની ભૂમિકા નિભાવી હતી.

2. રણબીર કપૂર: સંજય દત્તના જીવન પર બની રહી ફિલ્મમાં કામ કરી રહેલા રણબીર કપૂરે પણ વજન વધાર્યો હતો. રાજકુમાર હીરાની નિર્દેશનમાં બની આ ફિલ્મ માટે રણબીરે પોતાનું વજન 13 કિલો સુધી વધાર્યું હતું. રણબીર કપૂર સંજય દત્તની આ ફિલ્મ બાયોપિક માટે ખુબ વજન વધારી ચુક્યા હતા.

3. સલમાન ખાન: પોતાની પરફેક્ટ બોડી માટે જાણવમાં આવતા સલમાને પણ પોતાનો વજન વધાર્યો હતો. તેઓએ પોતાની ફિલ્મ ‘સુલતાન’ માટે ખુબ વજન વધાર્યો હતો. ફિલ્મમાં એક હરિયાણાના રેસલરની ભૂમિકામાં નજર આવેલા સલમાને 25 કિલો વધાર્યો હતો. સલમાનના આ લુક માટે તેમને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

4. આમીર ખાન: સલમાન ખાનની જેમ ‘મીસ્ટર પરફેકશનીસ્ટ’ આમીર ખાને પણ પોતાના ફિલ્મ ‘દંગલ’ માટે ખુબ વજન વધાર્યો હતો. પહેલવાન મહાવીર ફોગટની કહાની પર આધારિત આ ફિલ્મ માટે આમીરે પોતાનો વજન 97 કિલો સુધી વજન વધાર્યું હતું. આ ફિલ્મ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઇ હતી.

5. પ્રભાસ: અમરેન્દ્ર બાહુબલીના રૂપમાં સર્વગુણ સમ્પન નાયકનો કિરદાર નીભાવાવાળા પ્રભાસ આજે દેશના કરોડો દિલોની ધડકન બની ચુક્યા છે. આ સાઉથ ફિલ્મ સ્તરે ફિલ્મ ‘બાહુબલી-2’ માટે 130 કિલો વજન વધાર્યું હતું.

6. રાણા દગ્ગુંબાતી: ફિલ્મ ‘બાહુબલી’ માં પોતાની મસ્કુલર બોડી અને દમદાર અદાથી લોકોના દિલમાં જગ્યા બનાવાવાળા રાણા દગ્ગુંબતીએ ફિલ્મ બાહુબલી-2 માંટે 108 થી 110 સુધીનું વજન વધાર્યું હતું.

7. ભૂમિ પેડનેકર: ફિલ્મ  ‘દમ લગા કે હૈસા’ થી બોલીવુડમાં જાણીતી થયેલી અભિનેત્રી ભૂમિ પેડનેકરે ફૈટ ટુ ફીટ ટ્રાન્સફોર્મેશને બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી નાખ્યું હતું. તેના માટે આ પ્રકારનો એક્સપેરીમેન્ટ કરવો ખુબ ચુનૌતી ભરેલો હતો, પણ તે છતાં પણ તેમણે આ રિસ્ક લીધું હતું. આ ફિલ્મ માટે તેમણે 30 કિલો જેટલુ વજન વધાર્યું હતું. તેના આ પ્રયાસ માટે ચારે બાજુ તેમની પ્રશંશા થઇ હતી. ફિલ્મ બાદ તેમણે પોતાનું ફિગર ફરીથી મેન્ટેન કરી નાખ્યું હતું.

8. અનુષ્કા શેટ્ટી:

બાહુબલી-2 એ ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા હતા. ફિલ્મની સાથે જેની સૌથી વધુ ચર્ચા થઇ હતી તે અભિનેત્રી અનુષ્કા શેટ્ટી. દેવસેનાના આ કિરદારમાં અનુષ્કા શેટ્ટીએ દમદાર અભિનય કર્યો હતો. પોતાની ખુબસુરતી અને પોતાના અભિનયથી લોકો અનુશ્કાના ફૈન બની ગયા હતા.

વર્ષ 2015 માં આવેલી ફિલ્મ ‘સાઈજ ઝીરો’ માટે અનુષ્કા શેટ્ટીએ 20 કિલો વજન વધાર્યું હતું. તમને વિશ્વાસ નહિ આવે કે તે બાહુબલીની દેવસેના જ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!