જો તમારા ઘરમાં છે આ વૃક્ષ, તો કોઈ તમારું ક્યારેય બગાડી શકશે નહી !!

0

નમસ્કાર દોસ્તો, તમારા સૌનું અમારા આ લેખમાં સ્વાગત છે. મિત્રો આપણાં દેશમાં ઘણા બધા ફૂલ અને છોડના ઝાડને ઉછેરવામાં આવે છે. અને બધા જ ઝાડનું પોતાનું અલગ મહત્વ જરૂર હોય છે. ઘણા બધા ઝાડ ને છોડ એવા છે જે ઘણા બધા પ્રયોગ ને ઉપાયમાં લેવામાં આવે છે. અને ઘણા એવા પણ છે જે બીમારીઓમાં પણ ઉપયોગી છે. પરંતુ આજે અમે એક એવા ઝાડની વાત કરવા જઈ રહ્યા છીએ જે સકારાત્મક ઉરજાનું પ્રતિક છે અને એ ઘરમાં હોવાથી સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ને નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે ને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. અને કોઈપણ કઠીનાઈ કે પરેશાનીનો સામનો નથી કરવો પડતો. એ  વૃક્ષ છે બિલીપત્રનું ઝાડ.
તમને એ પણ જણાવી દઈએ કે બીલીપત્ર એ શિવજીને અર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે શિવજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે બિલીપત્રનું અલગ જ મહત્વ હોય છે. આમાં શિવજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જો તમારા ઘરમાં બિલીપત્રનું ઝાડ છે તો તમારાથી ઘણી બધી મુશ્કેલીઑ દૂર રહે છે. આ ઝાડ વિષે ઘણી બધી માન્યતાઓ હોય છે. જેવી રીતે શિવજીને બિલીપત્ર ચડાવવાની માન્યતા છે અને એવું પણ કહેવાય છે કે જ્યાં સુધી બિલિપત્રના પાન સૂકાઈ નથી જતાં, ત્યાં સુધી તમે ધોઈને તેનો ઉપયોગ શિવજીને ચઢાવવા માટે કરી શકો છો. કેમકે શિવજીને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે ને એ વાતનુ પણ ધ્યાન રાખવું કે સોમવાર, આઠમ અને પૂનમના દિવસે બિલીપત્ર ક્યારેય તોડવા જોઈએ નહી.
તમને એ પણ જણાવી દઈએ કે, જે દિવસે રવિવારે બીજ આવે છે તે દિવસે બીલીપત્રના ઝાડ નીચે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે અને જો તમારા જીવનમાં ધન સંબંધીત સમસ્યા હશે તો તે પૂર્ણ થશે. દરેક પ્રકારની સમસ્યાથી બીલીપત્ર છૂટકારો અપાવે છે. માટે જ બિલીપત્રના ઝાડને તમારા ઘરના આંગણામાં જરૂર લગાવવું જોઈએ. કેમકે જે સ્થાને બિલીપત્ર નું ઝાડ લગાવવામાં આવ્યું હશે તે સ્થાન ને કાશી જ માનવામાં આવે છે. માટે એ જગ્યાએ પવિત્રતા ખૂબ જ વધી જાય છે. જો તમે બીલીપત્રનું ઝાડ લગાવેલ હશે તો તમે તંત્ર, મંત્ર ને સાધનાના ચક્કરમાથી છૂટકારો મેળવી શકશો. તેમજ ઘરમાં હંમેશા પ્રેમનું વાતાવરણ બનેલું રહેશે.
તમે તમારા ઘરમાં બીલીપત્રનું ઝાડ કોઈપણ સમયે લગાવી શકો છો. પરંતુ બિલીપત્રના ઝાડને લગાવવાના કારણે અમુક દિશાને શુભ માનવામાં આવી છે. બીલીપત્રના ઝાડને ઉતાર દિશામાં પણ લગાવી શકો છો.

જો તમે આવું કરશો તો તમારું માન સન્માન પણ મળશે. જો તમે આ ઝાડને ઘરની વચ્ચોવચ લગાવી દો તો ઘરમાં આવનાર તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ મેળવશો. માટે સૌથી વધારે એ જ છે કે બીલીના ઝાડને તમારા ઘરના ફળિયામાં વચ્ચોવચ લગાવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here