બિહારનું 400 વર્ષ જુનું મંદિર જ્યાં મૂર્તિઓ એકબીજા સાથે વાતો કરે છે, વાંચો શું ખાસિયત છે આ મંદિરની…

0

ભગવાનમાં શ્રદ્ધા રાખવા વાળા ઘણા બધા લોકો આપણી આસપાસ જ હોય છે. ઘણા એવા લોકો હોય છે જે ભગવાનની શક્તિ પર અપાર શ્રધ્ધા ધરાવતા હોય છે. ભગવાન પર વિશ્વાસ હોવાને લીધે જ આપણા દેશમાં આટલા બધા મંદિર છે અને એ બધા મંદિરોમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આમાં છતાં પણ ઘણા એવા લોકો છે જેમને ભગવાન પર વિશ્વાસ નથી હોતો, તેઓ ભગવાનની શક્તિ પર પણ ભરોસો કરતા નથી. પણ આપણા દેશમાં એવા ઘણા મંદિર છે જ્યાં ભગવાનના ચમત્કાર જોઇને કોઈને પણ ભગવાન પર વિશ્વાસ થઇ જ જશે. આજે અમે તમને આપણા દેશના એક એવા જ મંદિર વિષે જણાવીશું જ્યાં મંદિરમાં ભગવાનની મૂર્તિઓ એકબીજા સાથે વાતો કરે છે. એ મૂર્તિઓ માંથી અવાજ આવે છે. જે પણ લોકોએ બિહારના બક્સરમાં આવેલ આ મંદિરની મુલાકાત લીધી છે તેમણે તો ભગવાનની શક્તિ પર પૂરો વિશ્વાસ થઇ ગયો છે.

બક્સરમાં બનેલ આ મંદિરમાં માતા રાની વિરાજમાન છે અને અહિયાં લોકોને માતાની શક્તિના દર્શન લોકોને થયા છે. આ મંદિરનું નામ રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે જે માતા ત્રિપુર સુંદરીને સમર્પિત છે. આ મંદિરમાં માતા ત્રિપુર સુંદરીની મૂર્તિ સિવાય બીજી ૧૦ મૂર્તિઓ છે. જેમાં કાલી, ઘુમાવતી, તારા, છિન્ન મસ્તા, ષોડશી, માંતગડી, કમલા, ઉગ્રતારા અને ભુવનેશ્વરી માતાની મૂર્તિઓ છે.ગુપ્ત નવરાત્રી દરમિયાન આમની જ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. આ બધી શકિતોની પૂજા આ મંદિરમાં જ કરવામાં આવે છે. આટલું જ નહિ આ મંદિર એ તંત્ર સાધના માટે પણ પ્રખ્યાત છે. આ મંદિર પ્રખ્યાત તાંત્રિક ભવાની મિશ્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ૪૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને આજે પણ ભવાની મિશ્રના પરિવાર દ્વારા સાચવવામાં આવે છે.

આ મંદિરમાં જે પણ આવે છે તેમને કોઈને કોઈ વાત જરૂર સંભળાય છે એવું લાગતું હોય છે કે જાણે મૂર્તિઓ વાતો કરી રહી છે. ત્યાં જ આ મંદિરના પુજારી નું કહેવું છે કે અહિયાં તંત્રવિદ્યા સાધનાથી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આજ કારણ છે કે ઘણી વાર માતાજીના અવાજ અહિયાં સંભળાય છે. આ મંદિરમાં મહાવિદ્યાઓ સિવાય બંગલામુખી, દત્તાત્રેય ભૈરવ સહીત બીજી પણ મૂર્તિઓ આવેલ છે.

આ મંદિરમાં ઘણા લોકો દ્વારા સાધના કરવામાં આવે છે, આ મદિર આખી રાત ખુલ્લું રહે છે. અહિયાં રાતના સમયમાં ઘણા લોકો માતાની સાધના કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

જો તમે એવું માનતા હોવ કે આ મંદિરમાં સંભળાઈ રહેલ અવાજ એ લોકોની અંધશ્રદ્ધા છે તો તમે ખોટા છો તમને જાણીને નવાઈ લાગશે પણ અહિયાં આ મંદિરમાં વૈજ્ઞાનિકોની ટીમ પર આવીને ગઈ છે. એ વૈજ્ઞાનિકોએ બહુ પ્રયત્ન કર્યા છે જાણવા માટેની કે આ અવાજ આવવા પાછળ શું કારણ છે પણ તેઓ હજી સુધી નથી જાણી શક્યા. અહિયાં આસપાસ રેહવાવાળા લોકોનું કહેવું છે કે અહિયાં રાતના સમયે મંદિરમાંથી વાતો કરતા હોય એવા અવાજો આવતા હોય છે. જીવનમાં એકવાર તો આ મંદિરના દર્શન કરવા જ જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here