ભારતની આ દીકરીને ગૂગલે આપ્યું 1 કરોડનું પેકેજ, સાધારણ પરિવારમાંથી આવતી આ છોકરીની સ્ટોરી વાંચો

0

દેશની દીકરી જો ઠાની લે તો શું ન કરી શકે. પોતાના દ્રઢ સંકલ્પનાં સહારે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો બેજોડ નમુનો પેશ કર્યો છે બિહારની મધુમિતાએ જેનિ ગુગલે 1 કરોડ સાલાના પૈકેજ પર નોકરી પર રાખી છે. મધુમિતા સોમવારથી ગુગલની સ્વિત્ઝરલેન્ડ ઓફીસ જોઈન કરવાની છે.

1 કરોડ સાલાના પૈકેજ આપશે ગુગલ:   સફળતા કોઈની મોહતાજ નથી હોતી, લક્ષ્ય મેળવવા માટે આવશ્યકતા હોય છે તો બસ ઈચ્છા શક્તિ અને હુનર પૈદા કરવાની. આ દરેકના બલ પર તમે ગમે તે મુકામ સુધી પહોંચી શકો છો. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિથી એવું જ કરી બતાવ્યું છે બિહારની રાજધાની પટનાની નાના એવા માહોલમાં રહેનારી માંધુમીતાએ જેણે ગુગલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પોતાના માટે જગ્યા બનાવી લીધી છે. અને તેના હુનરનાં બદલામાં તેને 1 કરોર રૂપિયા સાલાના વેતન પર મળશે.

ખગૌલની રહેનારી મધુમિતાએ જયપુર કોલેજથી કરી હતી બીકેટ:

મધુમિતા ખગૌલની રહેવાસી છે, પટનાનાં વાલ્મી સ્થિત ડીએવી સ્કુલથી અભ્યાસ પૂરી કરીને મધુમિતાએ જયપુર આર્યા એન્જીનીયરીંગ કોલેજથી કોમ્પ્યુટર સાઈન્સમાં બીકેટ કરી. અભ્યાસ કર્યા બાદ તેણે બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કર્યું. તે સમયે મધુમિતાનાં મનમાં ગુગલ જેવી મોટી કંપનીમાં કામ કરવાનું સપનું પલી રહ્યું હતું.

મર્સિડીજ, એમેજોન થી મળી ઓફર:

પોતાની સફળતાની કહાની બતાવતા મધુમિતાએ કહ્યું કે બાળપણથી જ તેનું સપનું ગુગલ જેવી મોટી કંપનીઓમાં કામ કરવાનું હતું. તેણે એ પણ કહ્યું હતું કે સફળતા પ્રાપ્ત કરવા માટે એ જરૂરી નથી કે આઈઆઈટી જેવા મોટા સંસ્થાન પર અભ્યાસ કરવામાં આવે. અને મધુમીતાએ આ વાત સિદ્ધ કરી બતાવી છે. ગુગલમાં સિલેકશન થવાના પહેલા મધુમિતાને મર્સિડીઝ, એમેઝોનમાં કામ કરવા માટેની પણ ઓફર આવી હતી.

7 રાઉન્ડમાં થયા ઇન્ટરવ્યુ:

મધુમીતાએ જણાવ્યું કે ગુગલના તરફથી લેવામાં આવેલા 7 ઇન્ટરવ્યુ બાદ તેણે આ મુકામ હાંસીલ કર્યું છે. જેમાં 2.3 મહિનાનો સમય લાગ્યો હતો. આ ચક્રવ્યૂહને પાર કરતા મધુમિતાએ ગુગલમાં પોતાની જગ્યા બનાવી લીધી. તે સોમવારથી ગુગલના સ્વીત્ઝરલૅન્ડ ઓફ્સીમાં જોઈન કરવાની છે.

બહેન એમબીબીએસ અને ભાઈ કરી રહ્યો છે એન્જીનીયરીંગ:

મધુમિતાના પિતા સુરેન્દ્ર શર્મા આરપીએફ હાજીપુરમાં સહાયક કમાન્ડેડનાં પદ પર કાર્યરત છે ને તેની માં ગૃહિણી છે. મધુમિતાની બહેન એમબીબીએસ અને ભાઈ એન્જીનીયર નો અભ્યાસ કરી રહ્યો છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.