શ્રીસંતે કર્યો મોટો ખુલાસો – એક સમય એવો હતો કે મારી પાસે ભાડાના પૈસા પણ ન હતા, ત્યારે મને આ ગુજરાતી ક્રિકેટરે સાથ આપેલ…

0

હાલ બિગ બોસ 12ની સિઝન ચાલી રહી છે. ત્યારે બિગ બોસના ઘરમાં જ બધા જ સભ્યો બિગબોસની ગેમના કારણે એક પર એક ભારી પડી રહ્યા છે. બધા જ સ્કભ્યો માં ક્રિકેટર શ્રીસંત પણ આવી ગયો. એમાં રોમીલ ચૌધરી અને શીસંત માઇન્ડ ગેમ રમવામાં બધાથી આગળ છે. શ્રીસંતે તેના જીવનની એવી વાત પણ જણાવી જે સાંભળીને સૌ કોઈ  ચૌકી ગયું હતું.
શ્રીસંતે કહ્યું હતું કે એક સમય હતો જ્યારે હું રોજની સોળ કીલોમીટર સાયકલ ચલાવી ને ગ્રાઉન્ડમાં સતત પ્રેક્ટિસ કરતો હતો. અને એ પછી હું ફ્રેસ થતો ને સ્કૂલે જતો. જ્યારે સ્કૂલેથી છૂટું એટ્લે તરત જ પાછો સ્વિમિંગ કરતો ને પાછો ગ્રાઉન્ડની પ્રેક્ટિસમાં મથ્યો રહેતો. એ પછી પાછો હું એ જ રૂટિન દોહરાવતો સાંજે પણ સોળ કિલોમીટર સાયકલ ચલાવી ઘરે આવતો ને તરત જ સ્કૂલનું હોમવર્ક. બસ આ મારી સ્કૂલ લાઇફ કહો તો એ ને મારુ બાળપણ કહો તો એ.

એ પછી હું ક્રિકેટર તો બની ગયો પરંતુ પાછો મારી જિંદગીમાં વળાંક આવ્યો. 2004 માં હું કેરલ ની ટીમમાંથી બહાર નીકળી ગયો ને એ સમયે મારી પાસે એક રૂપિયો પણ ન હતો. હું જ્યાં રહેતો હતો એ રૂમ પણ ભાડાની હતી. મારે બાડું પણ ચૂકવવાનું હતું.
મારી પાસે ભાડૂ ચૂકવવા માટે બિલકુલ પૈસા ન હતા. ત્યારે મને ગુજરાતી ક્રિકેટર મુનાફ પટેલે સાથ સહકાર આપેલો. ને મને સપોર્ટ કરેલો. જો કે આ ઘટના 2005 ની છે.
આમ ને આમ હું સંઘર્ષ કરતો રહ્યો મને આખા વર્ષ દરમ્યાન હું મેચ રામુ એમાં માંડ માંડ 15000 જેટલા રૂપિયા મળતા. એટ્લે કે 1 મેચના ખાલી હજાર રૂપિયા જ મળતા.
એ પછી એક ગુરુવારે ન્યૂમેરોલીજીસ્ટ સંજય જુમાની સાથે મારે મળવાનું થયું. જે બિગ બોસ સાથે સંબંધ ધરાવે છે. એમને વાત વાતમાં કહ્યું કે આ વર્ષે તારા માટે એક મોટા સમાચાર હશે.
જ્યારે શ્રીસંતે ઈન્ટરનેશનલ ક્રિકેટના ભવિષ્ય વિષે પ્રશ્ન પૂછ્યો ત્યારે જુમાનીએ કહ્યું હતું  કે, તે હાલ ક્રિકેટ ના બદલે ક્રિએટિવ ફીલ્ડની ઉપર ફોક્સ કરે.
શ્રીસંત કહે છે કે તે છેલ્લા સાત થી આઠ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમની બહાર નીકળી ગયો છે.  IPL દરમ્યાન પણ હરભજન-શ્રીસંત વિવાદ પણ ખૂબચગેલો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here