બિગ બી એ સફાઈકર્મીઓને ભેંટ આપી, દરિયાદિલી જોઈને લોકો બોલ્યા-‘ઓ ગોડ તુસી ગ્રેટ હો’…..વાંચો

0

બૉલીવુડ ના શહેંનશાહ અમિતાબ બચ્ચન ની દરિયાદિલી તો તમે ઘણીવાર જોઈ હશે. તે મોટાભાગે લોકોની મદદ માટે આગળ વધતા જોવા મળે છે. એક વાર ફરીથી બિગ બી લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને આ વખતે તેમણે સફાઈકર્મીઓને 25 મશીનો ભેટ માં આપ્યા છે. આ વાત ની જાણકારી ખુદ બિગ બી એ સોશિયલ મીડિયા પર આપી છે. અમીતાબે સફાઈકર્મીઓની અમાનવીય સ્થિતિ ને જોઈને તેઓને 50 મશીનો આપવાની વાત કહી હતી. પોતાના આ પ્રોમિસ ને પૂરું કરતા બિગ બી એ ટ્વીટ કર્યું-‘બનેગા સ્વચ્છ ભારત. હાથો થી સફાઈ કરનારા કર્મીઓની અમાનવીય સ્થિતિ ને જોતા મેં તેઓના માટે 50 મશીનો ખરદીવાનું પ્રોમિસ કર્યું હતું. આજે મેં તે પ્રોમિસ ને પૂરું કર્યું છે, મેં સફાઈકર્મીઓ ને 25 નાની નાની અલગ મશીનો અને બીએમસી ને એક મોટી ટ્રક મશીન ભેટ સ્વરૂપે આપી છે”.
શોશિયલ મીડિયા પર શેયર થયેલી તસ્વીરો માં અમિતાબ બીએમસી ના લોકોની સાથે જોવામાં આવી રહ્યા છે. તેની સાથે તે અમુક મશીન પર લખતા પણ નજરમાં આવી રહ્યા છે. બિગ બી ની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના ખુબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે-‘અમિત જી જેટલા પણ કામ તમે લોકો માટે કર્યા છે તેના માટે તમારા પર ગર્વ છે”.
જયારે એક યુઝરે લખ્યું કે-”ઓ ગોડ તુસી ગ્રેટ હો. તમને શત શત નમન’. એક યુઝરે લખ્યું કે-”સદીઓ વીતી જાશે તે મુકામ ને મેળવવા માટે, હવે નહિ જન્મે કોઈ અમિતાબ બચ્ચન જમાનામાં”. જણાવી દઈએ કે તેની પહેલા પણ અમિતાબ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ ના ખેડૂતો નો કર્જ માફ કરાવી ચુક્યા છે.
ફિલ્મોની વાત કરીયે તો હાલમાં જ બિગ બી ની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન રિલીઝ થયેલી છે. આ ફિલ્મ માં અમિતાબ ના સિવાય આમિર ખાન પણ મુખ્ય કિરદાર માં નજરમાં આવ્યા છે. પણ અત્યાર સુધીમાં આ ફિલ્મ ભારતમાં માત્ર 150 કરોડ ની જ કમાણી કરી શકી છે. તેના પછી અમિતાબ ‘બ્ર્મ્હસ્ત્ર’ ફિલ્મ માં નજરમાં આવશે. આ ફિલ્મ માં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ હશે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here