ભૂલથી પણ આ 7 વસ્તુનું દાન ક્યારેય ના કરતાં, નહી તો થઈ જશો કંગાળ …ખાસ માહિતી વાંચો

0

હિન્દુ ધર્મમાં દાનનું મહત્વ ખૂબ વધારે શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે. દાણાને જ કલાયુગમાં ધર્મનો શ્રેષ્ઠ આધાર માનવમાં આવ્યો છે. એટલાં માટે જ સમયે સમયે લોકો દાન પુણ્ય અવશ્ય કરે છે ને કરતાં આવ્યા છે.કહેવાય છે કે વ્યક્તિ જેટલું દાન કરશે તેટલું પુણ્ય એને પ્રાપ્ત થશે. પરંતુ ક્યારેક અજાણતા જ એવી વસ્તુનું દાન કરી દેતાં હોઈએ છીએ જેનું પુણ્ય નહી પણ પાપ જમા થાય છે અને શાસ્ત્રમાં આ અમુક વસ્તુઓના દાનને અશુભ કહ્યું છે, એટ્લે જો તમે એ વસ્તુનું દાન કરશો તો તમારા ઘરમાં દરિદ્રતા વધશે. એટ્લે આજે જાણી લો એ વસ્તુઓના નામ ને ભૂલથી પણ ક્યારેય ન કરતાં એ વસ્તુનું દાન .

સાવરણી :

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે સાવરણીમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. એટ્લે જો તમે સાવરણીનું દાન કરો છો તો તમે તમારા ઘરની લક્ષ્મીનું દાન કરો છો. જેને તમે સાવરણી દાનમાં આપશો એના ઘરે તમારી લક્ષ્મી વાસ કરશે. એટ્લે જો તમે આવું કરશો તો લક્ષ્મીજી નારાજ થઈ જશે ને તમારા ઘરમાં વાસ કરશે દરિદ્રતા. તો ભૂલથી પણ સાવરણીનું દાન ન કરવું જોઈએ.

તેલ :

આમ જોઈએ તો શનિવારેના દિવસે તેલનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. શનિવારે તેલનું દાન કરવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે.  પરંતુ જો તમે ઉપયોગ કરેલું તેલનું દાન કરશો તો શનીદેવ ખૂબ જ નારાજ થાય છે. એટ્લે બને ત્યાં સુધી વાપરેલાં તેલનું દાન ન કરવું જોઈએ.

કપડાં :

કપડાનું દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. જો તમે પહેરેલાં કપડાનું દાન કરો તો તમારા માટે શુભ નહી પણ અશુભ ફળદાયક સાબિત થાય છે. જેના કારણે ઘરમાં નુકશાન થાય છે. એટલાં માટે ક્યારેય કોઈને દાન કરો તો નવા જ કપડાંનું દાન કરવું જોઈએજૂના કપડાનું દાન કરવાથી નુકશાન થઈ શકે છે.

પ્લાસ્ટિકની વસ્તુઓ :

જો તમે કોઈને પણ પ્લાસ્ટિકની વસ્તુઓનું દાન કરી રહ્યા છો તો તમે સામે ચાલીને દરિદ્રતાને આમંત્રણ આપી રહ્યા છો. એટલાં માટે ભૂલથી પણ તમે ક્યારેય પ્લાસ્ટિકણી વસ્તુઓનું દાન ન કરતાં, એ ઘણું જ અમંગલકારી સાબિત થશે

ધારવાળી વસ્તુઓ અને હથિયાર

ક્યારેય કોઈને હથિયાર અને ધારવાળી વસ્તુઓ જેવી કે, ચાકુ, તલવાર જેવી વસ્તુનું દાન ના કરવું. એનાથી ઘરમાં કંકાશનો માહોલ ઊભો થાય છે અને ઘરની શાંતિનો નષ્ટ થાય છે. સાથે સાથે જો ધારદાર વસ્તુઓનું દાન આપશો તો ઘરનાં સંબંધોમાં પણ તિરાડ પડે છે.

સ્ટીલનાં વાસણ :

ક્યારેય ભૂલથી પણ સ્ટીલનાં વાસણોનું દાન ન કરવું જોઈએ. સ્ટીલનાં વાસણોનું દાન કરવાથી ઘરમાં કલેશ ભર્યું વાતાવરણ ઊભું થાય છે. જેનાથી ઘરમાં ખેંચ તાણ વાળી સ્થિતિ હમેશ માટે ઊભી થાય છે.  એટલાં માટે સ્ટીલનાં વાસણોનું દાન કરવાનું ટાળવું જોઈએ.

તૂટેલી વસ્તુઓ :

કોઈપણ વસ્તુનું દાન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે વસ્તુનું દાન કરો છો તે વસ્તુ તૂટેલી ફૂટેલી તો નથી ને. તૂટેલી વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય દુર્ભાગ્યમા બદલાઈ જાય છે. અને બની રહેલી કામ પણ બગડી શકે છે. અને સમાજમાં પણ અપમાનિત થવું પડે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.