ભૂલથી પણ સર્ચ ના કરશો આ 10 વેબસાઇટ્સ, નહીં તો લઇ જાશે મૌત સુધી… નાના છોકરાઓ ભૂલથી પણ આ આ 10 વેબસાઈટ વિશે આર્ટિકલ વાંચતા નહિ.

0

ઈન્ટરનેટ પર ઘણી એવી ભયાનક વેબસાઈટ્સ છે કે, જો તમે એને ક્યારેય પણ સર્ચ કરી ઓપન કરશો તો તમારા શરીરમાં ચોક્કસ પણે સનસનસનાટી છુટી જશે. આ બધી વેબસાઇટ્સ એટલી હદ સુધી ભયાનક અને ત્રાસદાયક છે કે તમારી હિમ્મત અને જુસ્સા ને પણ પાડી  દેશે, પછી તમે ગમે તેટલા હોરર મુવી જોવાના શોખીન પણ કેમ ન હોવ. આ વેબસાઈટ્સ માં એક વાર આવતાજ સારા સારા લોકો પોતાનો શોખ ભૂલી જાય છે. આ વેબસાઈટ્સ ની ઊંડાણ સુધી એક વાર ગયા પછી તેને પચાવાવું એટલે કે તેના અંત સુધી જાવું ખુબ મુશ્કેલ છે.

જેથી તમારા ભલા માટે કહીએ છીએ કે ભૂલથી પણ આ સાઈટ્સ ને સર્ચ કરી જોવાની હિમ્મત ના કરતા. કદાચ તમારી અંદર એટલી ડેરિંગ નથી કે તમે તેને જોઈ શકો.

ઘણા લોકો એ પોતાનાં ભયાનક અનુભવ શેર કર્યા છે કે જેઓએ કાઈક લીગલ સમસ્યાનો સામનો કરવો પડયો હતો. અમે તમારા માટે આવીજ કાઈક વેબસાઈટ્સ લાવ્યા છીએ કે જે ભયાનક અને રૂહ કાંપનારી છે.

1. White Enamel

આ સાઈટ માં એક ગેમ આવેલી છે. પણ નબળા હૃદય નાં લોકો આ સાઈટ ને ઓપન કરવાની ભૂલ ક્યારેય પણ ન કરે. જેમાં તમારે એક એવી ભયાનક અને ડરાવની જગ્યાએ જવાનું હોય છે અને ત્યાં વૃદ્ધ માણસોના ભયાનક ગીતો નું સંગીત તમને પૂરી રીતે ડરાવી દેશે. પ્લેયર્સ એવી ભૂલ કરી બેસતા હોય છે કે જાણે પોતે આ સાઈટ ની ગેમમાં નહી પરંતુ વાસ્તવ જીવનની અંદર છે. ઘણી વાર તમને એવું પણ લાગશે કે જાણે તમે કોઈક હોરર મુવી જોઈ રહ્યા છો. નબળા હૃદય વાળા લોકો માટે ઘણી વાર મોટો ખતરો સાબિત થઈ શકે છે.

2. Plane Crash Info

જે ખુબજ હૃદય ને ચકનાચૂર કરી નાખે તેવી સાઈટ છે જે પ્લેનમાં પ્લેયર અકસ્માત માટેના સ્ટેટ, નકશા, ફોટોસ, વગેરે ની માહિતી આપે છે. પણ વાસ્તવ ની માહિતી ત્યારેજ આપવામાં આવે છે જ્યારે પ્લેન હવામાં ફાઈનલ મોડ(ક્ષણ) પર હોય છે. પાઈલોટ લોકોને છેલ્લા શબ્દ કહે છે અને ખરેખર પ્લેન અચાનકજ ક્રેશ થઈ જાય છે. જે ખરેખર એક સામન્ય માણસ માટે ખુબજ ભયાનક હોય છે.

3. Hashima Island

તે એક એવી જગ્યા છે જ્યાં તમે જાપાનના દરિયાકિનારે હશીમા, એક ઉજ્જડ, વિલક્ષણ અને ત્યજી દેવાયેલા ટાપુની આસપાસ પ્રવાસ કરો છો, જેમાં 1959 માં 5,259 લોકોએ આ ટાપુ પર કબજો મેળવ્યો હતો. 1 9 74 માં, કોલસાની ખાણો બંધ થઇ ગઇ હતી અને તમામ રહેવાસીઓ ટાપુ છોડીને જતા રહ્યા હતા ત્યારથી “જાપાનના ભૂતિયા ટાપુ” તરીકે ઓળખાય છે. સાઇટ પર તમે બધુજ જોઈ શકો છો જે જાણે કે વાસ્ત્વીક અવસ્થાનો તમને આભાસ કરાવે છે.

4. Bestgore

આ સાઇટના સ્થાપક માર્ક મરેકને જેલમાં નાખવામાં આવ્યો હતો કારણ કે આ સાઇટ એટલી વિવાદાસ્પદ અને દખલકારક હતી. આ વાસ્તવમાં એક આઘાત સાઈટ છે જેનું લક્ષ્ય તેના વપરાશકર્તાઓને આંચકો લાદવાનું છે, જેમાં શિર્ષક અને વિચ્છેદનની સૌથી વધુ અવ્યવસ્થિત વિડિઓઝ છે. આ હિંસક વાસ્તવિક જીવનના સમાચાર, ફોટાઓ અને વિડિઓઝ છે, જે વિશ્વભરની આસપાસના ભયાનકતાઓના નિરાશાજનક નિરૂપણ છે.

5. Cryptomundo

આ સાઈટ ની અંદર તમારે અમુક પ્રાણીઓ નાં શિકાર કરવાના હોય છે. જેમ કે કરચલા, બીગફૂટ, તળાવના મોનસ્ટર તથા દરિયાઈ જીવો નો સમાવેશ થાય છે. આ પ્રકારની ખુબજ ભયાનક અને વિચિત્ર સાઈટમાં તેઓએ દુનિયાના અલગ અલગ લોકેશન પર આવા પ્રાણીઓ માટે અમુક માન્ય બાબત જણાવી છે જે ખરેખર અમાન્ય લાગે છે.

6.  Death Map

જ્યારે તમે લોગ ઓન કરશો ત્યારે આ સાઈટ તમને પુરા વિશ્વમાં થતા મૃત્યુ વિશે બતાવશે. રેડ ડોટ તમને બતાવશે કે કઈ કન્ટ્રીમાં હાલ મૃત્યુ થઈ રહ્યું છે. સાથે જ ગ્રીન ડોટ દુનિયામાં થતા જન્મ વિશેની નોંધ આપશે. જે તમને વિશ્વના મરણ અને જન્મ ના બેલેંસ માટે મદદરૂપ થશે. મૃત્યુ ની બાબતમાં સિમ્બોલ તમને વ્યક્તિના રીલીજીયન ને દર્શાવશે. જેમ કે ક્રિશ્ચન માટે ક્રોસ વગેરે. આ સાઈટ ની મુલાકાત લેવી ખતરા થી ખાલી નથી.

7.  Death Date

આ એક એવી સાઈટ છે કે જે કોઈ પણ વ્યક્તિના એકઝેટ મૃત્યુ ની તારીખ બતાવે છે. જેમ કે તમે તમારા મૃત્યુની તારીખ જાણવા માંગતા હોવ તો તો તમારે પોતાની દરેક પર્શનલ ઇન્ફોર્મેશન સબમિટ કરવાની રહેશે. તમને તમારા મૌત ની ડેટ પ્રોવાઈડ કરવામાં આવશે સાથે જે તમારા બાકીના દિવસો માં પણ રીમાંઇન્ડ આપવામાં આવશે કે તમે એ તારીખે મૃત્યુ પામવાના છો. જો કે આ બાબત વાસ્તવમાં કામ કરે છે નહી તેની સાચી માહિતી તો હાથ લાગી નથી, પણ આ સાઈટ માં પોતાની મૃત્યુ ની તારીખને લીધે લોકો નાં મન અને મગજ પર નેગેટીવ અસર થાય છે. જેને લીધે વ્યક્તિ મૃત્યુ પામે છે. આ સાઈટ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

8. Bongcheon-Dong Ghost

આ એક ઓનલાઈન કોમિક છે જેને ગુગલ પર સર્ચ કરવાની ભૂલ ક્યારેય પણ ન કરતા, ખાસ કરીને રાતના સમયે. તેમાંની એક કોમિક અત્યંત ભયાનક અને ડરાવની છે, જે તમને ડીસ્ટર્બ કરી શકે છે. તેમાંનું લખાણ કોરિયન ભાષામાં છે પણ તેમાંના ચિત્રો એકદમ ગાર્ફિક અને ક્લીયર છે જે તમને ઊંડાણ માં ઉતારી શકે છે. આ કોમિક ની શરૂઆત માં એક યુવતી રણ મેદાન પર એકલી ચાલતી હોય છે અને તેને સામે કોઈક અજાણ અને વિચિત્ર વ્યક્તિ તેની સામે આવતી દેખાય છે, બસ અસલી ડર ની શરૂઆત અહીથીજ થાય છે.

9. The Fifth Nail Exposed

આ ભયાનક વેબસાઇટ્સ કે જે પુરેપુરી માણસના જીવન પર સીરીયલ કીલર અને એક જાતીય શોષણ પર આધારિત છે.  Joseph E. Duncan III જેમણે પોતાની જાતેજ 70 ના દાયકામાં આ સાઈટ્સ ની શરૂઆત કરી ને ક્રાઇમ કરવાનું શરુ કાર્ય હતું, તે આજે પણ જેલની ચાર દીવાલની અંદર છે. આ સાઈટ્સ પ્રમાણે તે આ સાઈટ્સ નાં રનીંગ લોકોને એક હેંડરીટન સામગ્રી મોકલે છે, જે અત્યંત ડીસ્ટર્બીન્ગ અને ભયાનક સાબિત થઈ હતી. એકલા આ સાઈટ્સ ની મુલાકાત લેવી તમારા માટે ભયાનક સાબિત થઈ શકે છે.

10.  Skyway Bridge

આ વેબસાઈટ્સ દરેક આત્મહત્યા કેસને ટ્રેક કરે છે કે જે ચોથા ક્રમનું સૌથી લોકપ્રિય બ્રીજ છે. જે West Coast of Florida, USA.માં આવેલો Sunshine Skyway Bridge છે.આ સાઈટ્સ તમને દરેક રહસ્યમય મૌત દેખાડે છે કે જેણે આ બ્રીજ પરથી સ્યુંસાઈડ કરેલું હોય. આ સાઈટ્સ ને ક્લિક કરતાજ તમે આ બ્રિજની દરેક સ્યુંસાઈડ હિસ્ટ્રી જોઈ શકશો.

અમે ચેતવણી આપીએ છીએ કે ભૂલથી પણ આમાની કોઈપણ વેબસાઈટ્સને સર્ચ નાં કરતા. બાકી થઈ જાશો સ્વર્ગવાસ.

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here