ભૂલથી પણ ન કરો આ 10 કામ, ઘટી જાશે પિતા બનવાના ચાન્સીસ…માહિતી વાંચો અને શેર કરો

0

રીસર્ચ અનુસાર આજકાલની લાઈફસ્ટાઈલ ને લીધે પુરુષોમાં 40 વર્ષ પહેલાની તુલનામાં સ્પર્મ કાઉન્ટ 50% જેટલા ઘટી ગયા છે. ડોક્ટરોના રીસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે મોટાભાગે પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની કમી જોવા મળી છે અને પિતા બનવા માટે તેઓને ટ્રીટમેન્ટનો સહારો લેવો પડે છે. જો કે તેની પાછળ પુરુષોની અમુક ભૂલો જ જબવાદાર માનવામાં આવે છે. એવામાં આ 10 કામો જેને લીધે પુરુષોમાં પિતા બનવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.

શરાબ સિગરેટ પીવી: તેમાં મોજુદ ટોક્સીન DNA ને ડેમેજ કરી નાખે છે. તેનાથી સ્પર્મ કાઉન્ટ અને ક્વોલેટી પર નેગેટીવ ઈફેક્ટ પડે છે.
2. પુરતી ઊંઘ ન કરવી:જેનાથી બોડીમાં ટોક્સીન હોર્મોન રીલીઝ થાય છે. સ્ટ્રેસ અને ડીપ્રેશન પણ વધે છે. જેનાથી ફર્ટીલીટી ઓછી થઇ જાય છે.

3. સ્ટ્રેસ, ટેન્શન લેવું: વધુ સ્ટ્રેસ અને ટેન્શનને લીધે ફીઝીકલ એબીલીટી પર અસર પડે છે. ઇરેકટાઈલ ડીસ્ફંકશન થઇ શકે છે.

4. વજન કંટ્રોલ ન કરવું: વધુ પડતા જાડા લોકો માટે ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોનનું લેવલ ઓછુ થઇ જાય છે. જેનાથી ફર્ટીલીટી પર અસર પડે છે.

5. ખુબ ટાઈટ અન્ડરવેઇર પહેરવા: જેનાથી ડેસ્ટીકલ્સ માં ગરમી વધી જાતી હોય છે. નસો બંધ થઇ શકે છે. તેનાથી ફર્ટીલીટી અને ઇરેકશન પર અસર પડી શકે છે.

6. ખુબ જ ગરમ પાણીથી નહાવું: ગરમી ને લીધે સ્પર્મ કાઉન્ટ અને ક્વોલીટી કમજોર થઇ શકે છે. જેને લીધે ફર્ટીલીટી પર અસર પડી શકે છે.

7. લેપટોપ, મોબાઈલનો ખોટી રીતે ઉપીયોગ: સાથળ પર લેપટોપ રાખવાથી, સામેના ખિસ્સામાં મોબાઈલ રાખવાથી ગરમી અને રેડીએશનથી સ્પર્મ પર અસર પડી શકે છે.

8. વધુ પડતું જંક, ઓઈલી ફૂડ ખાવું: તેનાથી સ્પર્મ કાઉન્ટ અને ક્વોલીટી કમજોર બની જાય છે. તેમાં મોજુદ નિમક અને પ્રીજર્વેટીવ નુકસાન કરાવી શકે છે.

9. શુગર કન્ટ્રોલ ન કરવું: તેનાથી ડાયાબીટીસ થઇ શકે છે. જેને લીધે ઈમ્પોટેન્સી અને ઇરેકટાઈલ ડીસ્ફ્નકશન ની પ્રોબ્લેમ આવી શકે છે.

10. વધુ હોર્સ રાઈડીંગ કે સાઈકલીંગ કરવું: તેનાથી બોડીમાં સ્પર્મ કાઉન્ટ ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટી જાય છે. તેનાથી ફર્ટીલીટી કમજોર બની જાય છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.