ભોજનના સ્વાદમાં ડબલ વધારો કરવા આજથી જ અપનાવો આ ટિપ્સ, ખાસ ઉપયોગી માહિતી વાંચો અને શેર કરો

0

આજ કાલ લોકોને હરવા ફરવાના શોખની સાથે સાથે સ્વાદિસ્ટ ભોજન ખાવાના પણ શોખીન હોય છે. એમાં પણ બહારની હોટેલનું મસાલેદાર ખાવાનું મળી જ્યાં તો તો મજા જ પડી જાય. લોકો મોટા ભાગે સપ્તાહમાં એક વાર તો બહાર જમવાનો પ્લાન બનાવતા જ હોય છે. જો કે મોટા ભાગના લોકો કહેતા હોય છે કે ઘરની રસોઈ કરતા બહારની રસોઈ વધુ ટેસ્ટી લાગે છે. તેનું કારણ એજ છે કે બહારની રસોઈમાં એવા મારી મસાલા વાપરવામાં આવતા હોય છે જેને લીધે રસોઈમાં અનેરો સ્વાદ આવતો હોય છે. જો કે ઘરનું રોજનું ભોજન સિમ્પલ રીતે બનાવવામાં આવતું હોય છે. તમે પણ અહી આપેલી ટીપ્સને અપનાવીને હર રોજના ભોજનને પણ હોટેલ જેવી સ્વાદીસ્ટ બનાવી શકાય છે.

1. ઓલીવ ઓઈલ:

જો કે વધુ પડતું તેલ વાપરવાથી શરીરને નુકસાન થાય છે, અને બીજી બાજુ ઓછા તેલમાં બનાવેલું શાક ટેસ્ટી બનતું નથી. આવા સમયે તમે ઓલીવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. અન્યની તુલનામાં ઓલીવ ઓઈલ હેલ્ધી માનવામાં આવે છે. જેમાં ઓછા તેલમાં પણ ટેસ્ટી સબ્જી બનાવી શકાય છે.

2. મીઠું:

મીઠા વગરતો જાણે રસોઈ બિલકુલ નકામી છે. વધુ મીઠું કે ઓછું મીઠું રસોઈનો સ્વાદ બગાડી શકે છે. માટે યોગ્ય માત્રામાં જ મીઠું નાખવું હિતાવહ છે. બને તો પહેલા ઓછી માત્રામાં મીઠું નાખી ભોજન ટેસ્ટ કરી શકો છો. અને જરૂર પડેતો ફરીથી થોડુ મીઠું મિક્ષ કરી લેવલમાં કરી શકો છો.

લીંબુ:

લીંબુ ભોજનમાં એક અનોખો સ્વાદ પૈદા કરે છે. શાક બન્યા પછી થોડો લીંબુનો રસ ઉમેરી જુઓ. ખુબ ટેસ્ટી લાગશે.

3. તમાલ પત્ર:

મીઠા લીમળાની જેમ તમાલ પત્ર પણ વાનગીને એક નવો ટેસ્ટ આપે છે. તડકા લગાવતી વખતે તમાલપત્ર અવશ્ય ઉમેરો. તમાલપત્ર વાનગીને અલગજ સુગંધ આપે છે અને સ્વાદીસ્ટ બને છે. તમાલપત્રનો ભુક્કો કરી પણ વાનગી બન્યા બાદ ઉપરથી ઉમેરી શકો છો.

4. લીલા ધાણા:

જો કે લીલા ધાણા ગાર્નીશ કરવા માટે વાપરવા આવે છે સાથે જ તેનાથી વાનગીનો સ્વાદ પણ જબરજસ્ત આવે છે. આ સાથે જ ફોદીનો પણ ઉમેરી શકો છો. લીલા ધાણા આંખોનું તેજ વધારવામાં પણ મદદ કરે છે.

5. મરી પાઉડર:

મરી પાઉડર પણ વાનગીને લાજવાબ બનાવે છે. મરી પાઉડર વાનગીમાં તીખાશ ઉત્પન કરે છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભદાઈ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.