ભીષ્મ પિતામહે મૃત્યુના સમયે સ્ત્રીઓ વિશે કહી કંઇક આવી 10 વાતો, જે દરેક પુરુષે જાણવી ખુબ જરૂરી છે…

0

દ્રૌપદી અને સીતાનું અપમાન છે નાશનું પ્રતિક.

સનાતન કાલની વાત કરે કે પછી આજની,  જયારે-જયારે કોઈએ પણ સ્ત્રીનું અપમાન કર્યું છે, તેનો નિશ્ચય વિનાશ થયો છે. જયારે દ્રૌપદીના ચીરહરણ થયા હતા ત્યારે સભામાં ઉપસ્થિત દરેક લોકો તેનું અપમાન થતું જોઈ રહ્યા હતા. પણ કોઈએ આ ઘટનાક્રમને રોકવાની કોશિશ કરી ન હતી. ત્યારે દ્રૌપદીએ ક્રોધિત થઈને કૌરવોને શ્રાપ આપ્યો અને આખરે કૌરવોનો અંત થયો હતો.

તેવીજ રીતે જયારે રાવણ, માતા સીતાનું અપહરણ કરીને તેને લંકા લઇ ગયો હતો અને તેનું અપમાન કર્યું હતું ત્યારે માતા સીતાના શ્રાપને લઈને પૂરી લંકા સમાપ્ત થઇ ગઈ હતી. સાથે જ માતા સીતા જ રાવણના અંતનું કારણ બની હતી.

જો કે પ્રાચીન કાલથી મહિલાઓનું સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે. મહાભારતમાં પણ જ્યારે ભીષ્મ પિતામહ મૃત્યુની શૈયા પર સુતેલા હતા, ત્યારે તેમણે મહિલાઓ વિશે એવીજ કાઈક ગુપ્ત વાતો બતાવી જે હર પુરુષે જાણવી ખુબ જરૂરી છે.

1. મૃત્યુ શૈયા પર ભીષ્મ પિતામહ:

આ મહાભારતનો તે સમય હતો જયારે અર્જુનથી થયા યુદ્ધમાં ઘાયલ ભીષ્મ પિતામહ બાણોને શૈયા પર લેટીને પોતાના મૌતની પ્ર્તિક્ષા કરી રહ્યા હતા.

2. નીતિની વાતો:

અંતિમ સમયમાં ભીષ્મએ યુધીસ્થિરને પોતાની પાસે બોલાવ્યો અને જીવન-નીતિ સાથે જોડાયેલી અમુક વાતો જણાવી. તેમણે યુધીસ્થીરને મહિલાઓ સાથે જોડાયેલી અમુક રહસ્ય બતાવ્યા જે એક ઉત્તમ પુરુષે જાણવું ખુબ જરૂરી છે.

3. સમ્માન પર જોર:

ભીષ્મે મહિલાઓ સાથે જોડાયેલ એવા ગુપ્ત રહસ્ય જણાવ્યા, જેનું ધ્યાન દરેક પુરુષની સાથે સાથે પરિવારના દરેક સદસ્યએ રાખવું જોઈએ.

4. સ્ત્રીનું સુખ:

ભીષ્મ પિતામહે જણાવ્યું કે, તે જ ઘરમાં પ્રસન્નતા વાસ કરે છે, જ્યાં સ્ત્રીઓ પ્રસન્ન હોય છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન ન હોય અને તેને ઘણા પ્રકારના દુઃખ આપવામાં આવતા હોય, ત્યાં ભગવાન અને દેવતા પણ વાસ છોડી દે છે.

5. દુઃખની વાત:

જે ઘરમાં મહિલાઓનું નિરંતર અપમાન કરવામાં આવતું હોય ત્યાં દુઃખ, વગેરેની અધિકતા રહે છે.

6. બેટીઓનું સન્માન:

ભીષ્મએ જણાવ્યું હતું કે, જે પરિવારમાં પોતાની દીકરીઓને અને પોતાની વહુઓને સન્માન આપવામાં નથી આવતું, અને તેઓને દુઃખ આપવામાં આવે છે, તેઓને ક્યારેય પણ સુખ નથી મળતું.

7. વહુનું સન્માન:

જો તમે ઇચ્છતા હોવ કે સાસરીમાં પોતાની દીકરીને સન્માન મળે અને તે ખુશ રહી શકે, તો સૌથી પહેલા ખુદની વહુને એટલોજ સન્માન આપવો પડશે.

8. શ્રાપ-શોકથી મુક્તિ:

ભીષ્મએ જણાવ્યું કે, મનુષ્યએ એવું કાઈ પણ કામ ન કરવું જોઈએ જે તેને શ્રાપ, શોક જેવી ચીજો તરફ ધકેલે. આપણે એવી ચીજોથી બચીને રહેવું જોઈએ.

9. મહિલાઓ અને રોગીયોનો શ્રાપ:

ભીષ્મ પિતામહે કહ્યું કે, બાળકો-બાલિકાઓ, અસહાય, તરસ્યા, ભૂખ્યાઓ, મહિલાઓ, ગર્ભવતી, તપસ્વીઓ અને મરણાસન્ન લોકોને કયારેય પણ પણ પરેશાન કરવું ન જોઈએ. જો કોઈ આવું કરે તો તેઓનો અંત નિશ્ચય છે.

10. રામાયણ છે ઉદાહરણ:

રાવણે પણ માતા સીતાનું અપહરણ કરીને તેને માનસિક રૂપથી પ્રતાડિત કર્યું હતું. તેના બાદ માતા સીતાએ રાવણને શ્રાપ આપ્યો અને રાવણનો વિનાશ થઇ ગયો હતો. ઠીક એવીજ રીતે મહિલાઓને દુઃખ આપનારાઓનો અંત નિશ્ચય હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.