ભિખારી મને જોઈને જેઠાલાલ, જેઠાલાલ બૂમો પાડવા લાગ્યો – વાંચો જેઠાલાલ ની લાઈફ નો એક કિસ્સો

આજે બધા જ દર્શકો ની સૌથી લોકપ્રિય સીરીયલ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” પુરવાર થઈ છે. આ સીરીયલ કોમેડી ની સાથે સાથે પારિવારિક પણ છે જેથી બાળકો થી માંડી ને વડીલો પણ આ સીરીયલ જોવાનું પસંદ કરે છે. આ સીરીયલ ના બધાજ પાત્રો રમુજી છે અને લોકો ને ખુબ પસંદ છે. આ સીરીયલ બધાને હસાવે છે જેથી લોકો નો દિવસ પણ ખુશી અને હસી મજાક મા જ પસાર થાય છે.

બીજી એક વાત કે આ સીરીયલ ને ૯ વર્ષ પુરા થયા છે અને ૧૦ મા વર્ષ મા પ્રવેશી ચુક્યું છે.

આ સીરિયલના કારણે ઘર-ઘરમાં જેઠાલાલના નામે લોકપ્રિય થયેલા દિલીપ જોશીનું કહેવું છે કે, મને આજે પણ વિશ્વાસ નથી થતો કે અમે આટલું લાંબુ અંતર કાપ્યું છે. જ્યારે પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો, ત્યારે કોઈને પણ અંદાજો નહોતો કે આ શૉ આટલા વર્ષો સુધી ચાલશે અને લોકોનો આટલો પ્રેમ મળશે. અમે આ માટે અમારા ફેન્સ અને ભગવાનનો આભાર વ્યક્ત કરીએ છીએ.

દિલીપ જોશી એક કિસ્સો યદ કરતાં કહે છે કે, આટલા વર્ષોમાં મારી અસલ ઓળખ ખોવાઈ ગઈ છે. લોકો મને દિલીપ નહીં, જેઠાલાલના નામે જ ઓળખે છે. મને યાદ છે, અમે એક વાર અમદાવાદ શૂટિંગ માટે ગયા હતા અને અમે ઓપન જીપમાં બેઠા હતા. ત્યારે અમારી જીપ એક સિગ્નલ પર રોકાઈ. ત્યાં એક ભિખારી ભીખ માંગી રહ્યો હતો. એકાએક તે મને જોઈને ચીસો પાડવા લાગ્યો, જેઠાલાલ, જેઠાલાલ. આ જોઈને હું ચોંકી ગયો કે, આના ઘરે ટીવી હશે? તેણે કોઈ બીજાના ટીવીમાં સિરીયલ જોઈ હશે.

દિલીપ જોશી કહે છે કે, તે સમયે મને એક અભિનેતાની તાકાત ખબર પડી. હું એક લગ્નપ્રસંગમાં ગયો હતો અને ત્યાં મને એક મહિલા મળી. તેમણે મને કહ્યું કે, તેમની માતાની ઉંમર 80 વર્ષ છે અને તે પરિવારમાં કોઈને નથી ઓળખી શકતી. પણ જ્યારે તમારી સીરિયલ આવે છે ત્યારે તે ટીવી સામે આવીને તમને ઓળખી કાઢે છે અને જોઈને હસતા રહે છે.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!