ભિખારી અને રૂપિયાની કહાની તમને જીવન નું મૂલ્ય સમજાવી દેશે…

0

એક રાજાનો જન્મદિવ હતો. સવારે જયારે તે નીકળ્યા ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તે રસ્તા માં મળનારા સૌથી પહેલા વ્યક્તિ ને આજે પુરી રીતે સંતુષ્ટ કરી દેશે. એવામાં તેને એક ભિખારી મળ્યો. ભિખારી એ જયારે રાજા ની સામે ભીખ માંગી તો રાજા એ એક તાંબા નો સિક્કો તેના તરફ ઉછાળ્યો. સિક્કો ભિખારી ના હાથ ને અડીને બાજુની ગટર માં જઈને પડી ગયો. ભિખારી આ ગટર માં હાથ નાખીને તાંબા ના સિક્કા ને શોધવા લાગ્યો. રાજા એ તેને બોલાવીને બીજો તાંબા નો સિક્કો આપ્યો. ભિખારી એ ખુશ થઈને તે સિક્કાને પોતાના ખિસ્સા માં મૂકી દીધો, અને પાછો જઈને ગટર માં પડેલા સિક્કા ને શોધવા લાગ્યો. એવામાં રાજા ને લાગ્યું કે આ ભિખારી ખુબ જ ગરીબ છે.

રાજા એ ભિખારીને પાછો પોતાની પાસે બોલાવ્યો અને ચાંદી નો એક સિક્કો આપ્યો. રાજા નો જય-જયકાર કરતા ચાંદી નો સિક્કો ભિખારીએ લઇ લીધો અને ફરીથી જઈને ગટરમાં પડેલો તાંબા નો સિક્કો શોધવા લાગ્યો. રાજા એ ફરીથી તે ભિખારીને પોતાની પાસે બોલાવ્યો અને એક સોનાનો સિક્કો આપ્યો.ભિખારી ખુશીમાં નાચવા લાગ્યો અને ફરીથી તે ગટર ના તરફ વધવા લાગ્યો. એવામાં રાજા ને ખુબ જ ખોટું લાગ્યું. તેણે પોતે નક્કી કરેલી વાત યાદ આવી ગઈ કે સૌ પ્રથમ મળનારા વ્યક્તિ ને આજે સંતુષ્ટ કરવાનો છે. તેણે ભિખારીને ફરીથી બોલાવ્યો અને કહ્યું કે હું તને 1000 અશર્ફિયાઁ આપું છું. હવે તો ખુશ અને સંતુષ્ટ થઇ જા. ભીખારી બોલ્યો-”સરકાર હું ખુશ અને સંતુષ્ટ ત્યારે જ થઇ શકીશ, જયારે ગટર માં પડેલો પહેલો તાંબા નો સિક્કો મને મળી જાશે”.

આપણો હાલ પણ આ ભિખારી જેવો જ છે. ”આપણને પરમાત્મા એ માનવ રૂપી એક અનમોલ ખજાનો આપ્યો છે અને આપણે તેને ભૂલીને સંસાર રૂપી ગટર માં તાંબા ના સિક્કા ને શોધવામાં પૂરું જીવન વ્યતીત કરી નાખીએ છીએ. આ અનમોલ માનવ જીવનનનો દરેક કોઈએ ઉપીયોગ કરવો જોઈએ, આપણું જીવન ધન્ય થઇ જાશે. સૌથી મોટું ધન છે સંતોષ, જેની પાસે સંતોષ નથી હોતું તેના વ્યર્થ ની ચિંતાઓ નો અંત છેલ્લા શ્વાશ સુધી પણ નથી થાતો.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Story 2:

આ દીકરા એ તેની માં માટે જે કર્યું એ જોઈ તમે રડી પડશો…… ભગવાન એવો દીકરો બધા ને આપે

“મા , મને થોડા મહિના માટે વિદેશ જવું પડશે. તારા રહેવા માટે મેં બંદોબસ્ત કરી લીધો છે. ” લગભગ 32 વર્ષ ના અવિવાહિત ડોક્ટર સુદીપ રાત્રે ઘરે આવતા બોલ્યો.

“દીકરા ,તારું વિદેશ જવું જરૂરી છે શું ? ” મા ની અવાજ માં ચિંતા દેખાતી હતી. “મા , મને ઇંગ્લેન્ડ જઈ અને થોડી રિસર્ચ કરવી છે. આમ પણ થોડા મહિના ની જ વાત છે ને.” સુદીપ એ કહ્યું.

“જેવી તારી ઈચ્છા.” ધીરા અવાજ માં મા બોલી.  અને સુદીપ એની મા “પ્રભા દેવી” ને બાજુ માં શહેર ના વૃદ્ધા આશ્રમ માં છોડી આવ્યો. ત્યાં જતા પહેલા પહેલા દરેક ઘરડા ને જીવન પ્રત્યે હતાશા અને નિરાશા સાફ દેખાય છે. પણ પ્રભા દેવી ના ચેહરા પર થોડી પણ હતાશા નહતી.

એક દિવસ આશ્રમ માં બેઠા બેઠા અંદરોઅંદર ઘરડાઓ વાતો કરી રહ્યા હતા , એમાં થી 2 -3 મહિલાઓ હતી. એમાં થી એક બોલી , ” ડૉક્ટર નું કોઈ સગુ સંબંધી નથી કે એમની મા ને અહીંયા છોડી ગયો.”


તો ત્યાં બેઠેલ એક મહિલા બોલી , ” પ્રભા દેવી ના પતિ ની મોત જુવાની માં થઈ ગઈ હતી. ત્યારે સુદીપ ચાર વર્ષ નો જ હતો. પતિ ની મૃત્યુ બાદ પ્રભા દેવી અને એના દીકરા ને ખાવા ના લાલા પડી ગયા હતા. ત્યારે કોઈ સગા સંબંધી એ તેમની મદદ ન કરી. પ્રભા દેવી એ લોકો ના કપડાં સીવી ને એમનાં દીકરા ને ભણાવ્યો . દીકરો પણ ભણવા માં હોશિયાર ત્યારે તો એ ડૉક્ટર બન્યો.

વૃદ્ધા આશ્રમ માં લગભગ 6 મહિના વીત્યા ત્યારે એક દિવસ પ્રભા દેવી ના આશ્રમ ના સંચાલન રામ કિશન શર્મા જી ના ઓફીસ માંથી એમના દીકરા ને ફોન કર્યો અને પૂછ્યું  , ” સુદીપ તું ઇન્ડિયા માં આવી ગયો કે હજુ ઇંગ્લેન્ડ માં જ છો ?”

” મા , અત્યારે તો ઇંગ્લેન્ડ માં જ છું.” સુદીપ એ જવાબ આપ્યો.

ત્રણ – ચાર મહિના ના અંતરાલ એ પ્રભા દેવી સુદીપ ને ફોન કરતી તો એને એક જ જવાબ મળતો , હું હજુ ત્યાં જ છું ,આવીશ ત્યારે જાણ કરીશ.

આવી રીતે લગભગ બે વર્ષ નીકળી ગયા. હવે તો આશ્રમ ના લોકો પણ વાતો કરવા લાગ્યા કે  ,જુઓ તો કેવો ચાલાક દીકરો નીકળ્યો , અંધારા માં રાખી અને વિદેશ નીકળી ગયો. એક એ તો ત્યાં સુધી કહ્યું કે ,  એ ક્યાંય વિદેશ નહીં ગયો હોય બસ એની મા થી છુટકારો મેળવવા ઇચ્છતો હશે. ત્યારે બીજા કોઈક  એ કહ્યું કે એ તો પરણેલ પણ નથી.

“અરે હશે કોઈ ગર્લફ્રેંડ જેને કહ્યું હશે કે આના થી છુટકારો મળે પછી પછી જ લગ્ન  કરશે.”

બે વર્ષ આશ્રમ માં રહ્યા બાદ હવે પ્રભા દેવી ને પણ તેની નિયતિ વિસે ખબર પડી ગઈ.  દીકરા માટે નું દુઃખ એને અંદર અંદર જ ખાતું હતું. એ પુરી રીતે તૂટી ગઈ હતી. બે વર્ષ આશ્રમ માં રહ્યા બાદ એક દિવસ પ્રભા દેવી ની મૃત્યુ થઈ ગઈ. એમની મૃત્યુ પર આશ્રમ ના સંચાલક શર્મા જી ને લોકો એ કહ્યું કે , એમની મૃત્યુ ની ખબર એમના દીકરા ને આપી દઈએ. અમને તો લાગે છે કે એ ક્યાંય વિદેશ માં નહીં પણ દેશ માં જ હશે .

“એમના દીકરા ને ખબર કેવી રીતે કરું , એનું મૃત્યુ થયું એને તો ત્રણ વર્ષ થઈ ગયા.” શર્મા જી ની એ વાત સાંભળી ત્યાં ઉપસ્થિત લોકો ને ઝટકો લાગ્યો.

એમાં થી એક બોલ્યા , “જો એના મૃત્યુ ને ત્રણ વર્ષ થઈ ગયા તો પ્રભા દેવી મોબાઈલ પર કોની સાથે વાત કરતા. ?”

“એ મોબાઈલ તો મારી પાસે હતો , જેમાં એમના દીકરા ની અવાજ રેકોર્ડ હતી.” શર્મા જી બોલ્યા.

” પણ આવું કેમ ?” કોઈ એ પૂછ્યું.

ત્યારે શર્મા જી બોલ્યા કે લગભગ ચાર વર્ષ પહેલાં જ્યારે સુદીપ એની મા ને અહીંયા છોડવા આવ્યો હતો ત્યારે એને મને કહ્યું હતું કે , “શર્મા જી મને બ્લડ કૅન્સર થઈ ગયું છે. અને ડૉક્ટર હોવા ને કારણે હું સારી રીતે જાણું છું કે એના લાસ્ટ સ્ટેજ માં મને ઘણી તકલીફ થશે. મારા મોઢા માં થી ખૂન પણ નીકળશે.

મારી આ તકલીફ મા થી જોવાશે પણ નહીં. એ જીવતે જીવતી મરી જશે. હું તો મરવા નો જ છું પણ હું એમ નથી ઇચ્છતો કે મારી પહેલા મારી મા મરી જાય. મારા મર્યા પછી અમારો બે રૂમ નો ફ્લેટ છે અને એ ઘર નો સમાન  એ આશ્રમ માં દાન કરી દઈશ.” આ સાંભળી ત્યાં ઉપસ્થિત લોકો ની આંખો ભરાઈ ગઈ.

પ્રભા દેવી ના અંતિમ સંસ્કાર આશ્રમ ના એક હિસ્સા માં કરવા માં આવ્યા. અને તેમના અંતિમ સંસ્કાર માં શર્મા જી એ દરેક વડીલો ના પરિવાર ને પણ બોલાવ્યા.

મા દીકરા ના અનમોલ અને અતૂટ પ્રેમ ની કહાની નો અસર કંઈક એવી થઈ કે ઘરડા મા બાપ ને દરેક દીકરા પાછા ઘરે લઈ ગયા.

આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ માં અમને કહો.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here