ભયાનક પ્લેન ક્રેશની કહાની, જયારે ભૂખ્યા લોકો ખાવા લાગ્યા હતા સાથી મુસાફરોનું માંસ, હૃદય પીગળાવી દેવાવાળી સ્ટોરી ..

0

ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક યાત્રી વિમાન એ સોમવાર સવારે પોતાની ઉડાન ઉડે છે ઉડાન ભર્યાના ૧૩ મિનીટ પછી એ પ્લેન એ દરિયામાં ક્રેશ થઇ જાય છે. આ પ્લેનમાં ૧૮૯ લોકો બેઠેલા હતા. આ અકસ્માત કેવીરીતે થયો તે આજ સુધી કોઈપણ પ્રકારની માહિતી મળી નથી. આવી અનેક ઘટનાઓમાં ઘણા બધા લોકોના જીવ બચી પણ ગયા હતા પણ તેઓને જીવતા રહેવા માટે અનેક વિપરીત પરીસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આવી જ એક ઘટના છે આ જે ૧૯૭૨માં એડીજના બરફના પર્વતો પર થઇ હતી. જેમ લગભગ બચી ગયેલા લોકો એ ૭૨ દિવસ સુધી જીવતા રહેવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલા તો પોતાના સાથે રહેલા લોકોને પોતાની નજર સામે મરતા જોવા પડ્યા અને પછી પોતાનો જીવ બચાવવા માટે તેમના મૃત સાથીઓના શબને ખાવું પડ્યું હતું.

ઇતિહાસમાં આ દુર્ઘટના એ ૧૯૭૨ ઇડીજ ફ્લાઈટ ડિઝાસ્ટર અથવા મિરેકલ ઓફ ઇડીજના નામથી ઓળખવામાં આવે છે. આ દુર્ઘટના એ ફ્લાઈટમાં બેઠેલ અરુગ્વેના ઓલ્ડ ક્રિશ્ચન ક્લબની રુગ્બી ટીમના એ બે ખિલાડીઓ માટે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓએ અંત સુધી હાર નહોતી માની અને ઘણા બધા લોકોના જીવન તેમણે બચાવી લીધા હતા.

એરફોર્સના વિમાનમાં હતી ફૂટબોલની ટીમ
આ એક બહુ ભયાનક બનાવ હતો. ૧૩ ઓક્ટોબર ૧૯૭૨ના દિવસે આ અકસ્માત થયો હતો. રુગ્બીના ખેલાડીઓ એ ચીલીના સેન્ટીયાગોમાં મેચ રમવા માટે જઈ રહ્યા હતા. ઉરગવે એરફોર્સનું એ પ્લેન એ ટીમ અને તેમના ખેલાડીઓના પરિવારજનો સાથે અને મિત્રો સાથે ઇડીજ પરથી જઈ રહ્યા હતા.

પ્લેનમાં કુલ ૪૫ લોકો બેઠેલા હતા. ઉડાન ભર્યાના થોડા જ સમય પછી વાતાવરણ ખરાબ થઇ ગયું અને જયારે પ્લેન ઇડીજના બરફના પર્વતો પરથી પસાર થઇ રહી હતી ત્યારે પાયલટને આગળ કશું જ દેખાતું હતું નહિ. વાતાવરણ ખરાબ હતું એટલે પાયલટને કઈક ખતરો છે તેવું લાગવા લાગ્યું.

એક ઝટકામાં વિમાન થઇ ગયું નષ્ટ
લગભગ ૧૪ હજાર ફૂટની ઉંચાઈ પરથી ખબર નહિ શું થયું કે પાયલટ કાઈ સમજી શક્યો નહિ અને એ એક પર્વત સાથે ભટકાઈ ગયું. ટક્કર થયાને તરત એક ભયાનક અવાજ આવ્યો અને બીજી જ સેકન્ડે એ પ્લેન એ બરફના પર્વતોમાં ખોવાઈ ગયું.

આ બનાવમાં ૧૮ લોકોના મૃત્યુ થયા હતા અને બાકીના લોકો જેમતેમ કરીને બચી ગયા હતા. પણ ત્યાની બહુ જ ઠંડીમાં એ બચેલા લોકો એ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હતા.

બનાવની જાણકારી મળતા જ તત્યાંની સરકારે આ લોકોને શોધવા માટેનું અભિયાન શરુ કર્યું. સફેદ રંગના પ્લેનને બરફના પર્વત પર શોધવું એ બહુ મુશ્કેલ હતું. લગભગ સતત ૧૦ દિવસ સુધી આ પ્લેનને અને યાત્રીઓને શોધવાનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું અને જયારે કશું હાથ ના લાગ્યું ત્યારે આ અભિયાન રોકી દેવામાં આવ્યું હતું.

બધાનું માનવું હતું કે અહીયાના વાતાવરણમાં આટલી બધી ઠંડીમાં ભોજન અને પાણી વગર જીવવું એ બહુ મુશ્કેલ છે.

ત્યાં બીજી બાજુ બચેલા લોકોમાં અમુક લોકો એ ઘાયલ હતા અને અમુક મૃત્યુ પામ્યા હતા. બાકી જે બચી ગયા હતા તેઓએ વધેલા ભોજનને બધા વચ્ચે સરખે ભાગે વહેચી લીધું હતું કારણ કે વધારે સમય સુધી ભોજન ચાલી શકે. પાણી ની સમસ્યા દુર કરવા માટે એ લોકોએ પ્લેનમાંથી એક ધાતુનો ટુકડો એ અલગ કર્યો અને તે તાપથી જલ્દી ગરમ થઇ જાય એવો હતો પછી તેમણે તે ધાતુના ટુકડા પર બરફ મુકીને જે બરફ ઓગળે તેને પાણી બનાવીને પીવા લાગ્યા. પાણીની તો સમસ્યા આ લોકોની દુર થઇ ગઈ પણ થોડા જ સમયમાં તેમનું બચેલું ખાવાનું પતી ગયું.

ભોજન પૂર્ણ થઇ ગયું હોવાના લીધે લોકો હેરાન અને પરેશાન થવા લાગ્યા એ લોકો એટલે હદ સુધી હેરાન હતા કે તેઓએ પોતાના સાથીઓ કે જેમનું મૃત્યુ થઇ ગયું હતું તેમના શબના ટુકડા કરીને એ માંસ ખાવાનું શરુ કર્યું. એક જ ઝટકામાં થયેલ આ બનાવના બહુ ભયાનક અંત તરફ આ લોકો આગળ વધી રહ્યા હતા.

હવે ફક્ત ૧૬ વ્યક્તિઓ જ બચ્યા હતા. આ બનાવના ૬૦ દિવસો વીતી ચુક્યા હતા. ક્યાયથી કોઈપણ પ્રકારની મદદ મળવાના એંધાણ દેખાઈ રહ્યા હતા નહિ. ત્યાં જ બે ફૂટબોલ પ્લેયર્સ નેન્ડો પેરેડો અને રોબર્ટ કેનેસા એ વિચાર્યું કે અહિયાં પડી રહીને મારવા કરતા ક્યાંકથી મદદ મેળવવા માટે નીકળી જવું જોઈએ. ૬૦ દિવસો દરમિયાન આ બંનેનું શરીર એ બહુ નબળું પડી ગયું હતું અને બરફ પર ટ્રેકિંગ કરવા માટે તેમની પાસે પૂરતા સાધન હતા નહિ.પણ તે છતાં આ બંને હાર્યા નહિ અને તેમનામાં જોશ એવો ને એવો જ રહ્યો બંને જેમ તેમ કરીને ચીલીના થોડા લોકો રહેતા હતા એવી જગ્યાએ પહોચી ગયા ત્યાં જઈને તેમણે રેસ્ક્યુ ટીમને પોતાના સાથીઓ જે જગ્યા એ હતા તેની માહિતી આપી.

બનાવના ૭૨ દિવસ પછી ૧૬ લોકોને બચાવવામાં આવ્યા અને આ બનાવ એ કોઈ ચમત્કારથી ઓછા નહોતા. પેરેડા એ આ બનાવને પોતાના જીવનના સંઘર્ષની પુસ્તકમાં સ્થાન પણ આપ્યું હતું. આ ભયાનક બનાવ પર પીયર્સ પોલ રીડએ ૧૯૭૪માં એક પુસ્તક “અલાઈવ” લખી હતી, જેની પર ૧૯૯૩માં નિર્દેશક માર્શલે એક ફિલ્મ પણ બનાવી હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here