વિશ્વમાં ફક્ત 3 જ જગ્યા છે આવી ચમત્કારિક, એક જગ્યા આવેલી છે આપણા ઉત્તરાખંડમાં, વાંચો શું છે આ અજાયબી

0

ઉત્તરાખંડના અલ્મોડા જીલ્લામાં આવેલ કસારદેવી મંદિરની શક્તિઓ અદ્ભુત છે, એ શક્તિને તો નાસાના વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા. વિશ્વમાં એવા ત્રણ પ્રવાસીય સ્થળો છે જ્યાં કુદરતી સોંદર્યના દર્શન તો થયા છે સાથે સાથે માનસિક શાંતિ પણ મળે છે. આ જગ્યાઓ એ અદ્ભુત ચુંબકીય શક્તિ ધરાવે છે.

આમાંથી એક જગ્યા આપણા દેશમાં ઉતરાખંડ રાજ્યમાં આવેલ કસારદેવી શક્તિપીઠ છે. આ ત્રણે ધર્મસ્થળો પર હજારો વર્ષ પહેલા સભ્યતા વસતી હતી. નાસા દ્વારા આ જગ્યાએ જે ચુંબકીય શક્તિ છે તેની પર અને તેના પ્રભાવ પર શોધ કરી રહ્યા છે. પર્યાવરણવિદ ડૉકટર અજય રાવતે લાંબા સમય સુધી ઘણી શોધ કરી હતી, તેઓ જણાવે છે કે કસારદેવી મંદિરની આસપાસના દરેક ક્ષેત્ર વેન એલન બેલ્ટ છે, જ્યાં ધરતીની અંદર બહુ જ મોટા પ્રમાણમાં ભૂ-ચુંબકીય પીંડ છે. આ પિંડમાં વિદ્યુત ચાર્જ કણોનું એક આખું પડ છે જેને રેડીએશન પણ કહેવામાં આવે છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન નાસાના વૈજ્ઞાનિક આ બેલ્ટ બનવાના કારણોને શોધવામાં લાગેલા છે. આ વૈજ્ઞાનિકો પોતાની સંશોધનમાં એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ પિંડની માનવજીવન અને માનવ મગજ કે પછી પ્રકૃતિ પર તેની શું અસર થશે.અત્યાર સુધી કરવામાં આવેલ રીસર્ચ પરથી જાણવા મળ્યું છે કે અલ્મોડા સ્થિત કસારદેવી મંદિર અને દક્ષીણ અમેરિકાના પેરુ સ્થિત માચુ-પિચ્ચું અને ઇંગ્લેન્ડના સ્ટોન હેંગમાં અદ્ભુત સમાનતા છે.

આ ત્રણે જગ્યાએ ચુંબકીય શક્તિઓ વિશાલ પ્રમાણમાં છે. ડૉ. રાવતને પોતાના સંશોધનમાં પણ જોવા મળ્યું હતું કે આ ત્રણે જગ્યાએ અનોખી ચુંબકીય શક્તિઓ છે તેવું માન્યું છે.

સ્વામી વિવેકાનંદ પણ આ જગ્યાએ સાધના કરવા માટે આવ્યા હતા.

સ્વામી વિવેકાનંદે વર્ષ ૧૮૯૦માં ધ્યાન કરવા માટે થોડા મહિના આ જગ્યાએ રોકાયા હતા. વધુ વિગતે જાણવા મળ્યું છે કે અલ્મોડાથી લગભગ ૨૨ કિલોમીટર દુર કાકડીઘાટમાં તેઓને વિશેષ અનોખી શક્તિ અને જ્ઞાનની અનુભૂતિ થઇ હતી.

આવી જ રીતે બોદ્ધગુરુ લામા અંગરિકા ગોવિંદે પણ એક ગુફામાં રહીને વિશેષ સાધના કરી હતી. દરવર્ષે ઇંગ્લેન્ડ અને બીજા દેશોમાં શાંતિની પ્રાપ્તિ માટે અહિયાં અનેક લોકો આવે છે અને થોડા મહિનાઓ માટે અહિયાં રોકાય છે તેઓને આ જગ્યાએ માનસિક શાંતિ મળે છે.

સ્વામી વિવેકાનંદે ૧૧ મે ૧૮૯૭ના દિવસે અલ્મોડાના ખાજાંચી બજારમાં ઘણા લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે અહિયાં અમારા પૂર્વજોના સવ્પ્નનો દેશ છે ભારત જનની શ્રી પાર્વતી માતાની જન્મભૂમી છે. આ એક પવિત્ર જગ્યા છે જ્યાં ભારતના દરેક સાચા અને સત્ય ધર્મી લોકોને પોતાનું પાછલું જીવન અહિયાં વિતાવવાનું મન થશે.

આ એવી જગ્યા છે જ્યાં વસવા માટેનું સપનું હું બાળપણથી જોઈ રહ્યો છુ. મારા મનમાં અત્યારે આ જગ્યાએ એક કેન્દ્ર સ્થાપિત કરવાના વિચારો ચાલી રહ્યા છે. તેઓ આગળ જણાવે છે કે આ પહાડો સાથે અમારા લોકોની ઘણી બધી જૂની યાદો જોડાયેલી છે. જો ધાર્મિક ભારતના ઈતિહાસમાંથી હિમાલયને કાઢી નાખવામાં આવે તો તેનું પ્રમાણ અતીશુક્ષ્મ રહી જશે.

આ ફક્ત એક ધાર્મિક સ્થાન નથી અહિયાં તમને અદ્ભુત શાંતિ અને અનોખું ધ્યાન કરવાની પ્રેરણા મળશે. તમને જણાવી દઈએ કે ૧૯૧૬માં સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી તુરિયાનંદ અને સ્વામી શિવાનંદે અલ્મોડામાં બ્રાઈટએન્ડ કોર્નર પર એક કેન્દ્રની સ્થાપના કરી હતી જે અત્યારે રામકૃષ્ણ કુટિરના નામથી ઓળખાય છે.

વિશ્વના ત્રણ સ્થળોની વિશેષતાઓ.

કસારદેવીમંદિર, અલ્મોડા (ભારત) – અલ્મોડાથી ૧૦ કિલોમીટર દુર અલ્મોડા-બીન્સર રોડ પર સ્થિત કસારદેવી કે આસપાસ પાષાણ યુગના થોડા અવશેષો મળી આવે છે. અહિયાં આ જગ્યાએ અનોખી શાંતિ મળવાના કારણે વિદેશના લોકો પણ આ જગ્યાની મુલાકાત લેવા અવારનવાર આવતા હોય છે.

માચુ-પિચ્ચુ, પેરુ (અમેરિકા) – અહિયાં હ=ઝીંકા સભ્યતાના અવશેષો મળી આવ્યા છે ઘણા સમય પહેલા ત્યાં એક ધાર્મિક નગર હતું. ૧૧મી સદી દરમિયાન ત્યાં એક વેધશાળા પણ હતી. અહિયાં ઊંચા પહાડ પરથી નીચે જોવામાં આવે તો એક લાંબી લાઈન દિખાય છે પણ જયારે તમે નીચે જાવ છો અને જોવો છો તો તેવું ત્યાં કશું જ નથી.

સ્ટોન હેંગ સ્મારક, વિલ્ટશાયર (ઈંગ્લેંડ) – વર્લ્ડ હેરીટેજ સાઈટ્સની લીસ્ટમાં આ જગ્યા એ વિશ્વના સાત આશ્ચર્યમાં એક છે. અહિયાં પર પ્રાગૈતીહાસિક કાળના પ્રમાણ જોવા મળે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here