ભારતીય યુવક અને વિદેશી યુવતીઓની આ 9 પ્રેમ કહાનીઓ, જેને જોઈને લાગે કે પ્રેમ હોઈ તો આવો, જુઓ શાનદાર જોડીઓના ફોટોસ…

0

ઘણીવાર ફિલ્મોમાં આવીજ લવસ્ટોરીજ જોવામાં આવતી હોય છે, જેમાં પ્રેમ કરનારા દરેક હદને પાર કરી લેતા હોય છે. તે પોતાના પ્રેમ માટે ઘર, સમાજ, દુનિયા દરેકની સાથે લડે છે. સાત સમુન્દર પાર કરીને પોતાના પ્રેમને મળવા માટે જતા હોય છે. ધન દોલત છોડીને ગરીબીમાં જીવવા લાગતા હોય છે. આવી લવસ્ટોરીસને જોઇને દરેક લોકો એજ કહેતા હોય છે કે, અરે આવું અસલ જીવનમાં થોડું હોય? આ બધું તો માત્ર ફિલ્મી દુનિયામાં જ થાતું હોય છે.

પ્રેમ એક ખુશનુમા અહેસાસ છે. જ્યારે કોઈપણ ને પ્રેમ થાય ત્યારે રીશ્તાના શરૂઆતમાં મોટાભાગે સકારાત્મક ચીજો જ દેખાતી હોય છે. આ અહેસાસ એટલો ઊંડો હોય છે કે જો તે વ્યક્તિથી બદલામાં તેટલો પ્રેમ ન મળે તો ખુબ દુઃખ થાય છે.

પણ આજે અમે તમને એવીજ લવસ્ટોરીસ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. આ સ્ટોરી છે દેશી યુવક અને વિદેશી યુવતીના પ્રેમની. જેમાં વિદેશી યુવતીઓએ પોતાનો દેશ છોડીને ભારતને જ પોતાનો દેશ બનાવી લીધો. અને હાલ પણ તેઓ ખુશી-ખુશી આ દેશમાં રહે છે.

1. અરવિંદ-મારિયા:

મર્ચેન્ટ નેવીમાં એન્જીનીયર અરવિંદ કુમાર લગભગ બે વર્ષ પહેલા કોઈ ઓફિસિયલ કામથી જર્મની ગયા હતા, જ્યાં તેની મુલાકાત મારિયા સાથે થઇ હતી. બન્ને વચ્ચે પ્રેમ શરુ થઇ ગયો હતો. હાલ જર્મનીની યુવતી આ યુપીના યુવકની દુલ્હન બની ચુકી છે.

2. અંકિત શર્મા-રેચલ:

અલવરના રહેવાસી અંકિત શર્મા જયારે ઓસ્ટ્રેલીયા MBA કરવા માટે ગયા તો ત્યાં રહેનારી રેચેલને પોતાનું દિલ આપી ચુકી હતી. હાલ બંને લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે અને રીચેલે અંકિતના પરિજનો સાથે વાત કરવા માટે હિન્દી પણ શીખી લીધી છે.

3. હરિયાણાનો યુવક અને રૂસની છોરી:

હરિયાણાના રમેશ અને તેની રશિયન વાઈફની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ હતી. તેમના પ્રેમની શરૂઆત ફેસબુક પરથી થઇ હતી.

12મી પાસ છે રમેશ:

એક તરફ 12મી પાસ રમેશ જ્યાં સાધારણ પરિવાર સાથે તાલ્લુક રાખે છે સાથે જ તેમની પત્ની રઈસ ખાનદાન સાથે છે. છતાં પણ તે રમેશની સાથે સાથે હરિયાણાના ગામમાં ખુશી-ખુશી રહે છે.

4. સુરેશ-સારાહ:

ચેન્નાઈના સુરેશ અને બેલ્જીયમની સરાહ એક શીપ પર કૈટરીંગ સર્વિસમાં એક સાથે કામ કરતા હતા. ધીરે-ધીરે તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. સારાહ અને સુરેશ જ્યારે એક મંદિરમાં લગ્ન કરવા પહોંચ્યા તો તેમને લગ્ન કરવાની પરવાનગી ન મળી. પણ હાર ન માનીને તેમણે નાના એવા મંદિરમાં લગ્ન કરી લીધા.

5. સિદ્ધાર્થ લુલ્લા-Dominique Lopez:

દેહરાદુનના રહેનારા સિદ્ધાર્થ અને  Lisbon ની રહેનારી Dominique ની મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી. બાદમાં બંનેની મુલાકાતો વધવા લાગી હતી. આજ Dominique, સિદ્ધાર્થની સાથે ભારતમાં રહે છે અને ભારતીય કલ્ચરને પૂરી રીતે પોતાની બનાવી ચુકી છે.

6. ડૉ. AD શર્મા-ડૉ. ઓલ્ગા શર્મા:

1996 માં પંજાબના જાલંધરમાં રહેનારા ADની સાથે લગ્નમાં બંધાયેલી Bellarose ની ઓલ્ગા હાલ પોતાના પુરા પરિવાર સાથે પંજાબના માહોલમાં ઢાળી ચુકી છે. આ કપલના ત્રણ બાળકો પણ છે.

7. પ્રવીણ કુમાર- Chanita Robeson:

કોન કહે છે કે ફેસબુક પર માણસને પ્રેમ ના મળી શકે. હરિયાણાના રહેનારા 23 વર્ષના પ્રવીણ કુમાર અને કેલીફોર્નીયાની રહેનારી Chanita Robeson ની લવ સ્ટોરી પણ ફેસબુક પર જ શરુ થઇ હતી. વર્ષ 2003 માં લગ્ન કર્યા બાદ પણ આ કપલ એક-બીજા સાથે ખુશી-ખુશી રહે છે.

8. રમેશ બાબુ-ક્રિસ્ટીન:

ઘણી વિદેશીઓની જેમ સ્વીટ્ઝરલેંડની રહેનારી ક્રિસ્ટીન પણ ભારતને સપેરાનો દેશ જ સમજતી હતી. પછી તેના જીવનમાં રમેશ બાબુ આવ્યો અને તેની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. રમેશ સાથે લગ્ન કર્યા બાદ ક્રિસ્ટીન તેની સાથે તિરુઅનંતપુરમમાં રહે છે અને મલીયાલી કલ્ચરને અપનાવાની સાથે-સાથે ભારતને પણ પોતાનો દેશ બનાવી ચુકી છે.

9. રોહિત પંચકારન-Irina Chikova:

મોસ્કોમાં પૈદા થયેલી Irina ભારતમાં તીબ્બીતી પેન્ટિંગ આર્ટ શીખવા માટે ભારત આવી હતી. તેમણે રહેવા માટે ધર્મશાળામાં રોહિતનું ઘર ભાળે રાખ્યું હતું અને ધીરે-ધીરે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. લગ્ન કર્યા બાદ બંને Irina રોહિતની સાથે ધર્મશાળામાં રહે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.