ભારતીય સેના દ્વારા બનાવવામાં આવતું “સેના જળ” ફક્ત 6 Rs નું – શહીદ પરિવારો પર થશે ખર્ચ, આર્મી ઓફિસરની પત્નીઓએ લોન્ચ કરી…

0

બજારમાં પૈકેજ્ડ પીવાના પાણીની ઘણી એવી બ્રાન્ડ્સ મોજુદ છે. એક લીટર પાણી માટે દેશી અને વિદેશી કંપનીઓ 10 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી ગ્રાહકો પાસેથી વસુલે છે. એમાં આર્મી વાઇફ્સ વેલેફેયર એસોસીએશન(एडब्ल्यूडब्ल्यूए) ને ‘સેના જલ’ ના નામથી પૈકેજ્ડ પીવાના પાણીની બોટલ બજારમાં ઉતારી છે. ખાસ વાત એ છે કે ‘સેના જલ’ નાં પાણીની બોટલ માત્ર 6 રૂપિયા છે.   આર્મી વાઇવ્સ વેલેફેયર એસોસીએશન(AWWA) એ ‘સેના જલ’ દ્વારા જવાનોના પરિવારને મદદ કરવા માટેની એક નવી રાહ શરુ કરી છે. આ ‘સેના જલ’ ને ભારતીય સેના નાં પરિવાર લોકો બનાવી રહ્યા છે. (AWWA) સેનાના જવાનોની પત્નીઓ માટે કામ કરી રહ્યું છે. આ ‘સેના જલ’ થકી થતી કમાણીને જવાનો અને શહીદોની પત્નીઓ ના વેલફેયર માટે ખર્ચ કરવામાં આવશે. સોશિયલ મીડિયા યુઝર લોકોએ આર્મી પરીવારની આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જણાવી દઈએ કે આર્મી ચીફ જનરલ ‘બીપીન રાવત’ ની પત્ની ‘મધુલિકા રાવત’ એસોસિએશનની પ્રેસીડેન્ટ છે. જો તમે પણ ‘સેના જલ’ ખરીદી રહ્યા છો તો તમે પણ (AWWA) ની મદદથી સૈનિકોના પરિવારની મદદ કરી રહ્યા છો.

માત્ર 6 રૂપિયા કિંમત: 

(AWWA) દ્વારા બનાવામાં આવેલા આ ‘સેના જલ’ ની એક બોટલની કિંમત માત્ર 6 રૂપિયા જ છે. નોર્થ બ્લોક સ્થિત આર્મી હેડક્વાટરના એડ્રેસ પર કોન્ટેક્ટ કરી તેની ડીલરશીપ અને ડીસટ્રીબ્યુટરશીપ લઇ શકાય છે. જણાવી દઈએ કે દેશમાં લાખો લોકો રોજના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એઈરપોર્ટ પર બ્રાન્ડેડ કંપનીઓની બોટલ ખરીદતા હોય છે. તેના એક લીટર પાણીની કિંમત 20 થી 30 રૂપિયા હોય છે.

શું છે AWWA?:આ સંગઠન આર્મીના એક અદ્રશ્ય હાથની જેમ છે, જે શહીદ જવાનોની ફેમીલી ની મદદ માટે કામ કરે છે. તેની પ્રેસીડેન્ટ જનરલ બીપીન રાવતની પત્ની મધુલિકા રાવત છે. એસોસિએશનમાં જવાનો અને ઓફિસરોની પત્નીઓ શામિલ છે. તેની શરૂઆત બ્રેવ હાર્ટસ ઈમ્પોવરમેન્ટ પ્રોજેક્ટની જેમ કરવામાં આવી. (AWWA) નું પ્રમુખ કામ દેશભરમાં શહીદ સૈનિકોની પત્ની અને બાળકોની મદદ કરવાનું છે.

આ એસોસિએશન શહીદોની પત્નીઓના ઈમોશનલ અને ફાઈનેંશીયલ સપોર્ટ આપે છે. જેથી તેઓ સામાજિક જવાબદારીઓ ને પૂરું કરી શકે. જેની મદદથી ઘણા પ્રકારના નાના પ્રોજેક્ટ જેવા કે-આહ્વાન, પરિશ્રમ સેલ, લંચ પ્રોજેક્ટ, પેપર રીસાઈકલિંગ પ્લાન્ટ ચાલાવામાં આવે છે. હવે ‘સેના જલ’ એસોસિએશન નું એક નવું પગલું છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.