સ્ટંટ કરતી વખતે અચાનક જ બગડી કોમેડિયન ભારતી સિંહની તબિયત, ટેસ્ટ માં નીકળી આ ગંભીર બીમારી….

0

આજના સમયમાં ઇન્ડસ્ટ્રી માં રિયલિટી શો લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને દરેક કોઈ મોટા કિરદારો પણ આવા શો નો હિસ્સો બનવા માંગે છે.  એવો જ એક કલર્સ ટીવી પર પ્રસારિત થતો રિયાલિટી શો ખતરો કે ખિલાડી, જેમાં સૌથી ખતરનાક સ્ટંટ કરવામાં આવે છે. તેમાં આવનારા દરેક સ્પર્ધકો ને કીડા-મંકોડાની સાથે રહેવું પડે છે અને તેની વચ્ચે જ તેઓને સ્ટન્ટ કરવા પડે છે. આ શો ને દર્શકો નો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જણાવી દઈએ કે આ શો માં કોમેડિયન ભારતી સિંહની સ્ટંટ કરતી વખતે જ અચાનક તબિયત બગડી ગઈ હતી.સ્ટંટ કરતી વખતે કોમેડિયન ભારતી સિંહની બગડી તબિયત:
શનિવારના એપિસોડમાં કોમેડિયન ભારતી સિંહ ને વૉટર સ્ટંટ કરવાના સમયે અસ્થમાનો એટેક આવ્યો હતો. ભારતી અને શમિતા શેટ્ટી ને આ વૉટર સ્ટન્ટ કરવાનો હતો ત્યારે ભારતી પાણીની અંદર ઘબરાઈ ગઈ અને તેને અસ્થમાનો એટેક આવી ગયો. તેના પછી ભારતી ને આ સ્ટંટ વચ્ચે જ છોડી દેવો પડ્યો હતો. ભારતીની આવી હાલત જોઈને ત્યાં રહેલા દરેક કોઈ ગભરાઈ ગયા હતા. ભારતીની તબિયત બગડતા તરત જ તેને ઈન્હીલેર પંપ આપવામાં આવ્યો છતાં પણ તેની હાલતમાં સુધાર ન આવ્યો અને પછી તેને ઓક્સિજન માસ્ક લગાવામાં આવ્યું. જણાવી દઈએ કે ભારતીના પતિ હર્ષ લીંબાચીયા પણ આ શો ના હિસ્સો હતા પણ તેને એલિમિનેટ કરી દેવામાં આવ્યા હતા.હર્ષ ના શો થી આઉટ થઇ ગયા પછી આ ભારતીનો પહેલો સ્ટંટ હતો અને પતિના શો થી બહાર થઇ જવાને લીધે ભારતી ખુબ જ ભાવુક થઇ ગઈ હતી. શો માં બંને એ સાથે ખુબ જ મસ્તી કરી હતી અને ભારતી ને લીધે જ ખતરો કે ખિલાડી સીઝન-9 માં પહેલી વાર કોમેડીનો જલવો દેખાયો હતો. શનિવારના થયેલા એપિસોડમાં જૈસ્મિન ભસીન પણ સ્ટંટ ના દરમિયાન જખ્મી થઇ ગઈ હતી. તેની ગરદન માં મોચ આવી ગઈ હતી અને તેને જખ્મી જોઈને એન્કર રોહિત શેટ્ટી પણ ચિંતિત થઇ ગયા હતા.
ઘણા રિયાલિટી શો માં કામ કરી ચૂકીએ છે ભારતી:3 જુલાઈ, 1984 ના રોજ અમૃતસર માં જન્મેલી ભારતી સિંહએ 12 વર્ષ પહેલાં લાફ્ટર ચેલેન્જ થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેની કોમેડી દરેક કોઈને પસંદ આવી હતી અને તેના પછી ભારતી દરેક જગ્યાએ છવાઈ ગઈ. ભારતી ઝલક દિખલાજા અને કોમેડી સર્કસ જેવા રિયાલિટી શો નો પણ હિસ્સો રહી ચુકી છે. તેના સિવાય તેણે કોમેડી નાઈટ્સ વિથ બચાઓ, કોમેડી નાઈટ્સ લાઈવ, કોમેડી કલાસીસ, ઈંડિયાઝ ગોટ ટેલેન્ટ જેવા શો માં પોતાની કોમેડીનો જાદુ વિખેરી ચુકી છે.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here