આ છે ભારતનું સૌથી મોંઘું માર્કેટ , પ્રિયંકા વાડ્રા – વિરાટ કોહલી પણ આવે છે અહીંયા શોપિંગ કરવા  ….જાણો આ જગ્યા વિશે

2

દિલ્હીના ખાન માર્કેટ ફરીથી એક વખત હેડલાઇન્સમાં છે. કોમર્શિયલ રીઅલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની કુશમેન એન્ડ વેકફીલ્ડ દ્વારા નવીનતમ અહેવાલ મુજબ, ખાન માર્કેટ ભારતનું પ્રથમ અને વિશ્વમાં સૌથી મોંઘા માર્કેટમાં 24માં સ્થાને છે.
આની પહેલા 2016 ની યાદીમાં ખાન માર્કેટ 28 મું હતું. જો રિપોર્ટ કહે છે તે જોઈએ તો એક દુકાનનું ભાડું રૂ. 1,250 પ્રતિ વર્ગ ફીટ છે. તે જ સમયે, એશિયા-પેસિફિક પ્રદેશમાંની જ જો વાત કરવામાં આવે તો ખાન માર્કેટનો ક્રમ 11 મો છે. આ ઉપરાંત, ગુડગાંવની ડીએલએફ ગેલેરીયા 19 માં ક્રમે ને મુંબઈની લિંકિંગ રોડ 20 માં ક્રમે છે.
ખાન માર્કેટ વિશેની એક રસપ્રદ વાત એ છે કે તેનું નામ ફ્રીડમ ફાઇટર અને વેસ્ટ પાકિસ્તાનના પ્રથમ મુખ્યમંત્રી ખાન અબ્દુલ જ્બ્બાર ખાનના નામ પરથી રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બજાર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું.
યુ આકારમાં બનાવેલ આ બજારમાં 154 દુકાનો અને 74 ફ્લેટ્સ છે. તમને અહીં દુનિયાના લગભગ તમામ મુખ્ય બ્રાન્ડ્સના શો રૂમ મળશે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વિદેશી કંપની તેની કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરે છે તો તે સૌથી પહેલા આ ખાન બજારમાં આવે છે.
આમ આદમી, નેતા હોય કે પછી સ્લેબ્સ તે બધા જ આ ખાન બજારમાં ઘણી વાર ખરીદી કરવા આવે છે. સોનિયા, પ્રિયંકા ગાંધી, ક્રિકેટર વિરાટ કોહલી, હરભજનસિંહ, શાહરુખ ખાન, અક્ષયકુમાર સહિતના ઘણા સ્લેબ્સ ખાન બજારમાં ખરીદી કરવા આવ્યા છે.
એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ વિરાટ દિલ્હીમાં હોય છે, ત્યારે ખાન બજારમાં ઘણીવાર આવે છે.

આશીષ નેહરા પણ દિલ્હીના ખાન માર્કેટમાં યુવરાજ સિંહ સાથે નજર આવ્યો હતો. . દિલ્હી ગૃપોતાનું હોમટાઉન  હોવાને લીધે  નેહરા અહીં વારંવાર આવે છે.
ખાન માર્કેટની અન્ય વિશેષ વિશેષતા એ છે કે અહીં ઘણી દુકાનો છે જે 50 વર્ષથી વધુ જૂની છે. આ બુકસ્ટોર્સમાંથી એક બહેરી સન્સ પણ છે, જે અંગ્રેજી પુસ્તકો માટે જાણીતી છે.

ખાન માર્કેટમાં કપડાં શોરૂમ્સ અને રેસ્ટોરન્ટ્સ ઉપરાંત બોલીવુડનું શૂટિંગ સ્પોટ્સ પણ માન માં આવે છે. અહીં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલો શૂટ કરવામાં આવ્યા છે.
ખાન માર્કેટના પુન: વિકાસની ચર્ચા થઈ રહી છે. સમય ની સાથે અહીંયા કાર પાર્કિંગની સમસ્યા પણ મોટી છે. જો કે, ખાન માર્કેટને વિકસાવવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ્સ પર વિચારણા કરી રહી છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here