ભારતનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર, મોબાઈલ થી 2 ગણું સ્પીડમાં થશે ચાર્જિંગ – વાંચો બધી માહિતી

0

ઓકિનાવા હોય કે પછી લૈંબ્રેન્ટા હોય, 2019 માં દરેક કંપનીઓ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ફોકસ કરી રહી છે.તે સમય દૂર નથી જયારે શહેરોમાં સ્કૂટર હોય કે પછી કાર દરેક વીજળી થી જ ચાલતા જોવા મળશે. જયારે તેની સૌથી મોટી સમસ્યા છે ચાર્જિંગ. એક કંપની એ એવા ઇલેક્ટિક સ્કૂટર ને લોન્ચ કર્યું છે, જે એક મોબાઈલથી ઓછા સમયમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જાશે. જયારે આ સ્કૂટરો માં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને બૈક ગિયર જેવી ખાસ દુવિધાઓ પણ આપવામાં આવી છે.
આ ઇલેક્ટ્રિક સ્કૂટર ને 16 લોકો ની એક સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જી એ તૈયાર કર્યું છે અને તેને પુરી રીતે દેશમાં જ તૈયાર કરવામાં આવ્યું છે. કંપની ના બે સ્કૂટર Ather S340 અને S450 લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્કૂટરોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે મોબાઈલ થી પણ જલ્દી ચાર્જ થઇ જાય છે. કંપની નું કહેવું છે કે માત્ર 50 મિનિટ માં તેની બેટરી 80 ટકા સુધી ચાર્જ થઇ જાશે.
કંપની એ પોતાના સ્કૂટર માં 2.4 કિલોવૉટ હવર્સ ની લિથિયમ ઑયન બેટરી આપવામાં આવી છે. જેનું આયુષ્ય 50,000 કિમિ સુધી છે. તેની બેટરી IP67 થી અપ્રુવ છે, જેના ચાલતા તે વોટરપ્રુફ છે અને ધૂળથી પણ સુરક્ષિત રહે છે.
કંપની નું કહેવું છે કે આ સ્કૂટર ફૂલ ચાર્જિંગ પર 75 કિમીની માઈલેજ આપે છે, અને માત્ર 3.9 સેકન્ડ માં 40 કિમિ પ્રતિ કલાક ની ઝડપ પકડી લે છે. જયારે તેની ટોપ સ્પીડ 80 કિમિ સુધીની છે. કંપની નું કહેવું છે કે આ સ્કૂટર માં ઇકો મોડ પણ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ડ્રાઇવ સાઇકલ રેન્જ ના હિસાબથી તે 107 કિમીનું અંતર કાપી શકે છે.કંપની એ આ સ્કૂટરમાં બેલેન્સ બનાવી રાખવા માટે સ્કૂટર ની વચ્ચે લેગ સ્પેસ માં બેટરી રાખી છે, જેથી તેને સારી રીતે બેલેન્સ માં રાખી શકાય. તેના સિવાય કંપની એ તેમાં મોનોશોક સપ્સેનશન આપ્યા છે. તેના સિવાય સ્કૂટર ના ફ્રન્ટ અને બૈક માં ડિસ્ક બ્રેક નું ફીચર આપવામાં આવ્યા છે. આ સ્કૂટર ની સૌથી ખાસ વાત એ છે કે તેમાં રિવર્સ ગિયર પણ છે, જેનાથી તમ બેઠા-બેઠા જ તેને પાછળની સાઈડ લઇ શકશો.આ ઇલેક્ટ્રિક સ્કૂટર માં દેશમાં પહેલી વાર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરનારી ટચ સ્ક્રીન ડેશબોર્ડ આપવામાંઆ આવ્યું છે. 7 ઈંચ ની કેપેસિટીવ ટચ સ્ક્રીન આપવામાં આવી છે.સાથે જ તેની ખાસિયત એ છે કે આ સ્ક્રીન પુરી રીતે વોટરપ્રુફ છે. આ સ્ક્રીન માં રસ્તો બતાવવા માટે નેવિગેશન, પાર્કિંગ  અસિસ્ટ સિસ્ટમ, વોટરપ્રુફ ચાર્જર, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. આ સિવાય એન્ડ્રોઇડ સપોર્ટ હોવાના ચાલતા તેમાં ડિજિટલ ડ્રાઈવીંગ લાઇસેંસ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ્સ પણ સ્ટોર કરી શકાય છે.
કંપની એ આ સ્કૂટર ની સાથે એક મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે, જેના દ્વારા પોતાના સ્માર્ટફોન પર જ સ્કૂટર નું ચાર્જિંગ સ્ટેટ્સ, રાઈડ પૈટર્ન, પુશ નિવેગેશન, વ્હીકલ પરફોર્મેન્સ ટિપ્સ, વ્હીકલ ડાયગ્નોસ્ટિક વગેરે ની જાણકારી જોઈ શકાય છે. તેના સિવાય આ સ્કૂટર ને અપડેટ પણ કરી શકાય છે.
જયારે સ્કૂટર આવનારી પેઢી માટે બનાવામાં આવ્યું છે, તો તેની કિંમત પણ તેના આધારે જ રાખવામાં આવી છે. સ્કૂટર ના એસ 340 વર્જન ની કિંમત 1 લાખ 15 હજાર રૂપિયા છે જયારે એસ 450ની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયાની આસપાસ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here