ભારતનું 1 એવું મંદિર જ્યાં રાતના આ સમયે પ્રવેશવાથી થાય છે મૃત્યુ! – જાણો ક્યાં આવ્યું?

એવું કહેવામાં આવે છે કે, માં હમેશાં ઉચા સ્થાનોમાં જ વિરાજમાન થાય છે. ઉત્તરમાં જેમ લોકો માં દુર્ગાના દર્શન કરવા માટે પહાડોને પાર કરીને વૈશ્ણવ દેવી સુધી પહોચે છે. ઠીક તે જ રીતે મધ્યપ્રદેશનાં સતના જીલ્લામાં પણ 1063 સીડીઓ ભક્તો પાર કરે છે. સતના જીલ્લાની મૈહર તહસીલ પાસે ત્રિકૂટ પર્વત પર સ્થિત માતાના આ મંદિરને મૈહર દેવીનું મંદિર કહેવામાં આવે છે. મૈહરનો અર્થ, માતાનો હાર. મૈહર નગરીથી 5 કિલોમીટર દૂર ત્રિકૂટ પર્વત પર માતા શારદા દેવીનો વાસ છે. પર્વતની ચોટીની મધ્યમાં જ શારદા માતાનું મંદિર છે. આખા ભારતમાં સતનાનું મૈહર મંદિર માતા શારદાનું એક માત્ર મંદિર છે. આ પર્વતની ચોટી પર માતાની સાથે જ શ્રી કાલ ભૈરવી, ભગવાન હનુમાનજી, દેવી કાલી, દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, ફૂલમતિ માતા,બ્રહ્મ દેવ અને જલાપા દેવીની પણ પૂજા કરવામાં આવે છે.

ક્ષેત્રીય લોકોના મુજબ :
ક્ષેત્રીય લોકોના મુજબ આલ્હા અને ઉદલ જેમણે પૃથ્વીરાજ ચૌહાણની સાથે યુદ્ધ કર્યું હતું. તે પણ શારદા માતાના મોટા ભક્ત હતા. આ બંન્નેએ જ સૌથી પહેલાં જંગલોની વચ્ચે શારદા દેવીના આ મંદિરની શોધ કરી હતી. ત્યાર પછી આલ્હાએ આ મંદિરમાં 12વર્ષ તપસ્યા કરી દેવીને પ્રસન્ન કર્યા હતાં. માતાએ તેમને અમરત્વનો આશીર્વાદ આપ્યો હતો. આલ્હા માતાને શારદા માઈ કહીને સંબોધિત કરતા હતાં. ત્યારથી જ આ મંદિર પણ શારદા માઈના નામથી પ્રસિદ્ધ થઇ ગયું. આજે પણ આ જ માન્યતા છે કે, માતા શારદાના દર્શન દર દિવસે સૌથી પહેલાં આલ્હા અને ઉદલ જ કરે છે. મંદિરની પાછળ પહાડોની નીચે એક તળાવ છે જેને આલ્હા તળાવ કહેવામાં આવે છે. આ ઉપરાંત તળાવથી 2 કિલોમીટર આગળ જતા એક અખાડો આવે છે જેના વિશે કહેવામાં આવે છે કે, ત્યાં આલ્હા અને ઉદલ કુશ્તી કરતા હતાં.

મૈહર માતાનું મંદિર માત્ર રાત્રે 2 થી 5 વાગ્યા વચ્ચે બંધ કરી દેવામાં આવે છે, તેની પાછળ એક ખૂબ જ મોટું રહસ્ય છુપાયેલું છે. વાસ્તવમાં એવી માન્યતા છે કે, આલ્હા અને ઉદલ, માતાના સૌથી મોટા ભક્ત આજે સુઘી, આટલાં વર્ષો પછી પણ માતાની પાસે આવે છે. રાત્રે બે થી પાંચ વાગ્યા વચ્ચે આલ્હા અને ઉદલ, આજે પણ રોજ મંદિર આવીને માતા રાનીના સૌથી પહેલાં દર્શન કરે છે. જી નહીં, આલ્હા અને ઉદલ માતા રાણીના માત્ર દર્શન જ નથી કરતાં પરંતુ પૂર્ણ શ્રૃંગાર કરે છે તથા સૌથી પહેલાં દર્શન તથા શ્રૃંગારનો અવસર માતા રાણી માત્ર તેમને જ આપે છે. આજના યુગમાં ઘણીવાર વિજ્ઞાન, ધર્મ પર સવાલ ઉઠાવે છે. પરંતુ તે માતા શારદાનું મંદિર હોય અથવા મથુરાનું નિધિવન હોય, ધર્મના આગળ વિજ્ઞાન ઘૂંટણ નમાવી દે છે. બે થી પાંચ વાગ્યા દરમિયાન કોઇ પણ મંદિરમાં નથી રોકાઇ શકતું નહિતો તેમની મૃત્યુ નિશ્ચિત છે. વાસ્તવમાં માતા રાણી બધા જ લોકોની મનોકામના પૂર્ણ કરે છે આ માટે અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે.

શું છે મંદિર સાથે જોડાયેલી કથા:
એવું માનવામાં આવે છે કે, દક્ષ પ્રજાપતિની પુત્રી સતિ શિવ સાથે વિવાહ કરવા માંગતી હતી. તેમની આ ઇચ્છા રાજા દક્ષને મંજૂર નહતી. તે શિવને ભૂતો અને અઘોરિઓના મિત્ર માનતા હતા. છતા પણ સતીએ પોતાની જીદ પર ભગવાન શિવ સાથે વિવાહ કરી લીધો. એક વાર દક્ષે યજ્ઞ કરાવ્યો. તે યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને અન્ય દેવી-દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ જાણી-જોઇને પોતાના જમાઇ ભગવાન શિવને આમંત્રિત ન કર્યાં. શંકરજીની પત્નિ અને દક્ષની પુત્રી સતી તેનાથી ખૂબ જ દુઃખી થઇ.

યજ્ઞ-સ્થળ પર સતીએ પોતાની પિતા દક્ષને શંકરજીને આમંત્રિત ન કરવાનું કારણ પુછ્યું. તેનો ઉત્તર આપતા, દક્ષ પ્રજાપતિએ ભગવાન શંકરને અપશબ્દો કહ્યાં. આ અપમાનથી દુઃખી થઇને સતીએ યજ્ઞ કુંડમાં કુદીને પોતાની પ્રાણાહુતિ આપી દીધી. ભગવાન શંકરને જ્યારે આ દુર્ઘટનાની જાણ થઇ તો ગુસ્સામાં આવીને તેમણે પોતાનું ત્રીજુ નેત્ર ખોલી નાખ્યું.

તેમણે યજ્ઞ કુંડમાંથી સતીના પાર્થિવ શરીરને બહાર કાઢીને પોતાના ખંભા પર લઇને ગુસ્સામાં તાંડવ કરવા લાગ્યા. બ્રહ્માંડની ભલાઇની માટે ભગવાન વિષ્ણુએ જ સતીના શરીરને 52 ભાગમાં વિભાજીત કરી દીધા. જ્યાં પણ સતીના અંગો પડ્યા ત્યાં શક્તિ પીઠોનું નિર્માણ થયું. પછીના જન્મમાં સતીએ હિમવાન રાજાના ઘરે પાર્વતીના સ્વરૂપમાં જન્મ લીધો અને ઘોર તપસ્યા કરી શિવજીને ફરી પતિના સ્વરૂપમાં પ્રાપ્ત કર્યાં. એવું માનવામાં આવે છે કે અહીં માતાનો હાર પડ્યો હતો. જોકે, સતનાનું મૈહર શક્તિ પીઠ નથી. છતા પણ અહી લોકોની આસ્થા એટલી અડગ છે કે અહી વર્ષોથી માતાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે.

આપવામાં આવતી હતી બલી :
અહી આ પણ માન્યતા છે કે, અહી સર્વપ્રથમ ગુરૂ શંકરાચાર્યે 9મી 10મી સદીમાં પૂજા અર્ચના કરી હતી. શારદા દેવી મંદિર માત્ર આસ્થા અને ધર્મ માટે જ ખાસ નથી. આ મંદિરનું પોતાનું એક અલગ મહત્વ છે.

માતા શારદાની મૂર્તિની સ્થાપના વિક્રમ સંવત 559માં કરવામાં આવી છે. મૂર્તિ પર દેવનાગરી લિપિમાં શિલાલેથ પણ અંકિત છે. તેમા જણાવવામાં આવ્યું છે કે, સરસ્વતીના પુત્ર દામોદર જ કલિયુગના વ્યાસ મુનિ કહેવામાં આવશે. દુનિયાના પ્રખ્યાત ઇતિહાસકાર એ કનિંગ્ધમે આ મંદિર પર વિસ્તારમાં શોધ કરી છે. આ મંદિરમાં પ્રાચીન કાળથી જ બલિ આપવાની પ્રથા ચાલી આવી હતી, પરંતુ 1922માં સતના રાજા બ્રજનાથ જૂદેવે પશુ બલિને પ્રતિબંધિત કરી દીધું.

કેવી રીતે પહોચવું મંદિર :
રાજધાની દિલ્હીથી મૈહર સુધી લગભગ 1000કિલોમીટર છે. ટ્રેનથી પહોચવા માટે મહારોશલ અને રીવાએક્સપ્રેસ દ્વારા જઇ શકાય છે. દિલ્હીથી આ રેલ સીધી મૈહર જ પહોચે છે. રીવા એક્સપ્રેસથી યાત્રા કરનાર ભક્તજનોને મજગાવ પર ઉતરવું જોઇએ. ત્યાંથી મૈહર લગભગ 15 કિલોમીટર દૂર છે.ત્રિકૂટ પર્વત પર મૈહર દેવીનું મંદિર ભૂ-તળથી છ ફિટની ઉચાઈ પર સ્થિત છે. મંદિર સુધી જવા માટે માર્ગમાં ત્રણસો ફીટ સુધી યાત્રા ગાડીથી કરી શકાય છે. મૈહર દેવી માં શારદા સુધી પહોચવાની યાત્રાને ચાર ભાગોમાં વહેચવામાં આવી છે. પ્રથમ ખંડની યાત્રામાં ચારસો એશી સીડીઓને પાર કરવાની હોય છે. બીજા ખંડમાં 228સીડીઓ છે. અહી પર આદિશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે. ત્રીજા ખંડમાં એક સો છેતાલીશ સીડીઓ છે. ચોથા અને છેલ્લાં ખંડમાં 196 સીડીઓ પાર કરવાની હોય છે. ત્યારે માં શારદાનું મંદિર આવે છે.

સ્ત્રોત:દિવ્યભાસ્કર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!