ભાતરની સૌથી અનોખી જગ્યા, જ્યાં કુદવા પર હાલે છે ધરતી…જન્નત છે આ જગ્યા એકવાર જરૂર જાઓ – વાંચો આર્ટીકલ આકર્ષણ છે ‘ઝુલતી જમીન’

0

છત્તીસગઢમાં એક જગ્યા એવી છે જ્યાં દુર દુર થી પર્યટકો આવે છે. આ સ્થાન મૈનપાટ છે. જેને છત્તીસગઢનું શિમલા કહેવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે મૈનપાટની જમીન પર કુદવાથી તે જગ્યા હલવા લાગે છે.

આસાન શબ્દોમા કહીએ તો તે જગ્યા એક સ્પંજની જેમ છે. જ્યારે કોઈ વ્યક્તિ તે સ્થાન પર કુદે છે તો તે જમીન નીચે દબાઈ જાય છે અને ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે.    છત્તીસગઢ શાસન તરફથી આ સ્થાન પર સુચના બોર્ડ પણ લગાવામાં આવ્યો છે. જેના પર લખવામાં આવ્યું છે કે અહી એક અજુબા છે, કે અહીની ધરતી હલે છે. તમે પણ ખુબ જ આસાનીથી કુદીને ધરતીને હલાવી આનંદ લઇ શકો છો.

છત્તીસગઢના મૈનપાટ ની આ જમીન આવી કેમ છે? તેના વિશે ત્યાના સ્થાનીય લોકો અને વૈજ્ઞાનિકોનું અલગ અલગ કહેવું છે.   ત્યાના સ્થાનીય લોકોનું એવું માનવું છે કે એક સમયે અહી જલસ્ત્રોત રહ્યો હશે, જે હવે ઉપરથી સુકાઈ ગયું છે પણ અંદરની જમીન પૂરી રીતે દલદલી છે જેને લીધે આવું થાય છે.

વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે અ જમીનની નીચે આંતરિક દબાવ તેમજ ખાલી સ્થાનમાં પાણી ભરેલું છે. જેના લીધે અહીની જમીન દલદલી અને સ્પંજી છે. 

જો કે કારણ જે કઈપણ હોય પણ આ જગ્યા દરેક પર્યટકો માટે કોઈ અજુબાથી કમ નથી. લોકો અહી આનંદ લેવા માટે આવે છે અને ઉછલ કુદ કરીને મજા લે છે.

આ સુંદર પર્યટન સ્થળ દરેક લોકોને ખુબ પસંદ આવે છે. અહીની સુંદર વાદીઓ અને ઝરણાઓને લીધે અહીનું મોસમ પણ ખુબ જ ઠંડું રહે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!