રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે ભારતની આ ગુફાઓ, જ્યાં માત્ર એકવાર જવાથી પૂરી થાય છે સઘળી મનોકામના ….જાણો આ વિશ્વપ્રસિદ્ધ ગુફાઓનું રહસ્ય !!

0

દુનિયામાં અજુબાની કોઈ જ કમી નથી. અહીંયા પળ પળ તમને અજુબા ને ચમત્કાર જોવા મળશે. જો ભારતની વાત કરવામાં આવે તો આ મામલામા ભારત કઈ કમ નથી. ભારતમાં પણ એવી જગ્યાઓ છે જેના વિષે જાણીને તમારા હોશ પણ ઊડી શકે છે. જો તમે રહસ્ય અને રોમાંચના શોખીન છો ? તો આજે અમે તમને ભારતની એવી કેટલીક જગ્યાઓ વિષે બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાં જવાથી તમને કશુક અલગ જોયુ છે એવો જરૂર અહેસાસ થશે. તો ચાલો આજે જાણીએ ભારતની કેટલીક રહસ્યથી ભરપૂર ગૂફાઓ વિશે .

તો ચાલો જાણીએ એ રહસ્યમયી ગુફાઓનું રહસ્ય :

1. બોરાની ગૂફાઓ :
જીઓલોઝિકલ સર્વ ઓફ ઈન્ડિયાના એક સર્વ મુજબ વિલિયમ કિંગે જણાવ્યુ હતું કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં 1807 માં અરાકુવેલીની પાસે અનંતગીરી પહાડીઓની ખોજ કરી હતી. આ જગ્યા કાસ્ટિક ચૂનના પથ્થરની બનેલી સૌથી ઊંડી ગુફાઓ છે. તમને જાણીને પણ આશ્ચર્ય થશે કે આ ગુફાઓ 80 કિલોમીટર જેટલી ઊંડી છે. આને ભારતની સૌથી ઊંડી ગુફાઓ માનવામાં આવે છે.

2. ભીમબેટકા રોલ શેલ્ટર :
આ સ્થાન મધ્યપ્રદેશમા રાયસન જીલ્લામાં રતાપાની વાઇલ્ડ લાઈફ સેંકચુંઅરીની અંદર ભીમ બેટકાની ગુફાઓ આવેલી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ, આ ગુફાઓ પાષાણ કાળની છે. આ ગુફાની દીવાલો પર માનવ અને પ્રાણીની આકૃતિની કોતરણી દોરાયેલ છે. આ ગુફાને માનવ સભ્યતાના સૌથી પ્રાચીન અવશેષોમાંથી એક માનવમાં આવે છે. આ ગુફા લગભગ 30 હજાર વર્ષ જૂની છે. આ જગ્યા પર 500 થી વધારે પ્રાકૃતિક ગુફાઓ છે. ભીમબેટકાની દીવાલો પર પ્રાચીન યુદ્ધના પણ ચિત્રો દોરવામાં આવેલા છે. આ ચિત્રોની ખોજ 1958 માં કરવામાં આવી હતી.

3. અમરનાથની ગુફા –
અમરનાથની ગુફા બાબા બરફાનીની ગુફાથી પણ જાણીતી છે. અહિયાં દર વર્ષે હજારો ભક્ત ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે. આ સ્થળને ભારતનું પવિત્ર સ્થળમાનું એક માનવમાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિત આ ગુફાઓ હિમાલયની પહાડીઓથી ઘેરાયેલી છે. મોટાભાગે આ ભાગ બરફથી ઢ્ંકાયેલો જ રહે છે.

4. અંડાવલીની ગુફાઓ –
ભારતની પૌરાણીક ગુફાઓમાની આ એક ગુફા છે, ને આને વિશ્વકર્માસ્થિય પણ કહેવામા આવે છે. આ પવિત્ર ગુફા આંધ્રપ્રદેશના વિજયવાડાથી માત્ર 6 કિલોમીટર જ દૂર છે. આ ગુફાઓ પાંચમી કે છઠ્ઠી સદીની માનવામાં આવે છે ને આ ગુફાઓમાં જૈન ગુફાઓ પણ આવેલી છે.

5. વૈષ્ણોદેવીની ગુફાઓ –
જમ્મુ કાશ્મીર સ્થિત આ ગુફા ધાર્મિક દૃષ્ટિએ ઘણી જ પવિત્ર માનવામાં આવે છે. આને ભારતની સૌથી પ્રાચીન ગુફા પણ માનવમાં આવે છે.ભારતની 52 શક્તિપીઠ માની એક શક્તિપીઠ પણ માનવમાં આવે છે. આ પવિત્ર ગુફા ત્રિકૂટની પહાડીઓમાં આવેલી છે. અહીંયા માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે.

6. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓ –
ઉડીસામાં સ્થિત આ ગુફાઓ માનવનિર્મિત અને પ્રાકૃતિક ગુફાનો ઉતમ નમૂનો છે. આ ગુફાનું પોતાનું એક ધાર્મિક મહત્વ છે. આ પ્રસિદ્ધ ગુફા ઉડીસામાં ભુવનેશ્વરમાં આવેલી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પવિત્ર ગુફાઓ જૈન માંકનું ઘર રહી છે. ઉદયગીરીનો અર્થ થાય છે સૂર્યોદય, આ સ્થળે 18 જેટલી ખંડગીરીની ગુફાઓ પણ આવેલી છે જેનો અર્થ થાય છે તૂટી ફૂટી પહાડીઑ.

7. એલીફંટાની ગુફાઓ –
મહારાષ્ટ્રના આયલેંડ પર બનેલી આ એલીફંટાની ગુફાઓ માનવ દ્વારા નિર્મિત ગુફા છે. આ ગુફાને સીટી ઓફ કેવ્સ ના નામથી પણ ઓળખાય છે. આયલેંડ પર બે પ્રમુખ ગુફાઓ છે. આ સ્થળે પાંચ હિન્દુ ગુફા છે. પહાડીઓની ચીરીને આ ગુફાઓનું નિર્માણ કરાયું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here