100 કરોડના ખર્ચે બનેલ ટ્રેન -18 માં એવું તે શું છે કે, તમારે એની ટિકિટ પણ દોડીને લેવી પડશે !!, જાણો ભારતની નંબર 1 સ્પીડ ટ્રેન વિશે

0

આ લેખમાં આ ટ્રેનની માહિતી આપતા પહેલા ચાલો તમને એક પ્રશ્ન જ પૂછી લઈએ …

  • ભારતની હાઇ સ્પીડ નંબર વન ટ્રેન કઈ છે ?
  • 1. રાજધાની એક્સ્પ્રેસ.
  • 2. ગતિમાન એક્સ્પ્રેસ.
  • 3. શતાબ્દી એક્સ્પ્રેસ.
  • 4. દૂરંતો એક્સ્પ્રેસ.

જવાબ આપતા પહેલા હજી વિચારી ને જણાવો કે મનમાં વિચારીને જ જાવાબ નક્કી કરો, તમે વિચાર્યું હશે, શતાબ્દી ….સાચું ને ? એ ……એ….એ….બિલકુલ ગલત…હવે આમાથી એકેય ઓપ્શન નહી આવી હાઇ સ્પીડ ટ્રેનમાં આ બધુ જૂનું થઈ ગયું હાવેથી ભારતની હાઇ સ્પીડ ટ્રેન છે ટ્રેન -18…જેને શોર્ટમાં ટી – 18 થી પણ ઓળખવામાં આવશે.
તમને હજી મનમાં વિચાર આવતો હશે કે શું સાચે ? તો તેની પ્રતિકલાક ની સ્પીડ કેટલી હશે.
અમે કાઇ હવામાં ગોળી નથી છોડતાં દોસ્ત, આ સ્પીડ ટ્રેન -18 નું ટ્રાયલ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ રન થયું હતું 20 ડિસેમ્બરના એ પણ દિલ્હીથી આગ્રા કેટની વચ્ચે. અને એ પણ જણાવી દઈએ કે દિલ્હીથી આગ્રા કેટ પહોંચતા માત્ર 108 મિનિટ જ થઈ હતી. તેની ઔસંત એસપીઇઇડી 176 કિલોમીટર પ્રતિકલાક છે. આ ટ્રાયલ રન પછી હવે વારો છે ફૂલ ફ્લેશ રનનો. તે લેવાશે 29 ડિસેમ્બરના રોજ. તેની આ તારીખ ફાળવવામાં આવી છે. તેને દિલ્હી સંસદીય ક્ષેત્રથી વારાણસી સુધી ચલાવવામાં આવશે ને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તેને ગ્રીન ફ્લેગ દેખાડશે. આ ટ્રેનની ખાસ વાત એ છે કે આ ટ્રેન પૂરી રીતે સ્વદેશી ટ્રેન છે.
આ દેખાવમાં બુલેટ ટ્રેન બરાબર છે. જ્યાં સુધી મોદીની બુલેટ ટ્રેન આવતી નથી, ત્યાં સુધી તમે આને જોઈને જ આનંદ લઈ શકો છો. રાજધાની અને શતાબ્દીથી પણ વધારે સ્પીડમાં ચાલતી આ ઝડપી ટ્રેન સાથે મુસાફરીના સમયે 10 થી 15 ટકા સમય પણ તમારો બચશે. ટ્રેનની મહત્તમ ઝડપ 220 કિ.મી. પ્રતિ કલાક છે.

તેમાં 16 કોચ છે. ચાર ચાર કોચનાં ચાર સેટ. માનો કે એક એક સેટમાં ચાર કોચ. ટ્રેન સેટને કારણે, આ ટ્રેનની બંને બાજુએ એન્જિન છે. એન્જિન પણ મેટ્રો જેવા નાના ભાગોમાં રાખવામા આવેલ છે. આ કિસ્સામાં, 44 મુસાફરોને એન્જિનના બાકીના ભાગમાં બેસવાની જગ્યા છે. આ રીતે વધુ મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

ટ્રેન અંદરથી આવી દેખાશે :
આમાં 14 ડબ્બા ચેર અને બે એક્ઝિક્યુટિવ ક્લાસનાં હશે. એક્ઝિક્યુટિવ ક્લાસ 56 લોકોને બેસવામાં સમાવશે થશે , જ્યારે અન્ય 18 બેઠકો બેસવા માટે ઉપલબ્ધ હશે. ઇમરજન્સી ટોક-બેક યુનિટ બધા કોચમાં આપવામાં આવેલ છે જેથી મુસાફરો કટોકટી દરમિયાન ટ્રેનના ક્રૂ મેમ્બર સાથે વાત કરી શકે.

આ ટ્રેનના દરેક કોચમાં 6 સીસીટીવી કેમેરા હશે. ટ્રેનની બોડી સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે. ટ્રેનમાં વાઇ-ફાઇ, એલઇડી લાઇટ, પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ્સ પણ છે. બેઠકો 360 ડિગ્રી ફેરવવા યોગ્ય હશે. ખાસ કરીને સ્પેન માંથી મંગાવવામાં આવી છે.

ટોઇલેટ્સ હશે આવા :

ટ્રેનમાં રબર-ઓન-રબર ફ્લોર હશે. એનેસ્થેટિક ટચ ફ્રી બાથરૂમ છે. સામાનની રેક મોટી હશે. બીજી મહત્ત્વની વાત એ છે કે ટ્રેનના દરેક ડબ્બામાં વ્હીલચેર્સ માટેની જગ્યા હશે. અપંગો માટે બે વિશિષ્ટ ટોયલેટ પણ હશે.

ટ્રેન ક્યાં અને કેટલાં દિવસોમાં બની છે :

આ ટ્રેન ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ) માં બનાવવામાં આવી છે. અધિકારીઓ દાવો કરે છે કે દેશમાં બનાવવામાં આવેલી આ ટ્રેનને કારણે 1.70 અબજ રૂપિયાની બચત કરવામાં આવી છે. ટ્રેન માટે માત્ર બ્રેકિંગ સિસ્ટમ, ટ્રૅન્સફૉર્મર્સ અને બેઠકો વિદેશમાંથી આયાત કરવામાં આવી છે. આગામી ટ્રેન માર્ચ 2019 સુધી તૈયાર થશે. ટ્રેનોનો પ્રથમ સેટ 18 મહિનામાં તૈયાર થયો છે. અને તેની કિંમત આશરે 100 કરોડ છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે વિદેશી દેશમાં આવી ટ્રેન તૈયાર કરવા માટે લગભગ ત્રણ વર્ષ લાગે છે. પછી તેને ભારતથી ભારતમાં લાવવા માટે 200 કરોડથી વધારે ખર્ચ કરવો પડે છે. ટ્રેન ને શતાબ્દી અને રાજધાનીના રૂટ માટે તૈયાર કરવામાં આવી છે. તેઓ દિલ્હી-ભોપાલ, ચેન્નઈ-બેંગલોર અને મુંબઈ-અમદાવાદ માર્ગો પર પણ ચાલશે.

બેઠકો 360 ડિગ્રી ફેરવાશે :

ભાડું શું હશે?
અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેનની કિંમત 100 કરોડ રૂપિયા છે. તેથી ટ્રેન 18 નું ભાડું સામાન્ય કરતા વધારે હશે. હજી સુધી ભાડા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પરંતુ શું આપણે તેના માટે લાયક છીએ?

આવા પ્રશ્નો આવી કોઈપણ સુવિધા માટે ઊભો થવો આવશ્યક છે. થોડા દિવસ પહેલા શરૂ થયેલ ગતિમાન અથવા ડબલ ડેકર ટ્રેનોમાં ટોયલેટ તોડવું તેમજ ગંદગી ફેલાવવાના કિસ્સા આપણી સામે આવ્યા છે. હવે આ ટ્રેનના સ્વાગતમાં લોકો ચાર કદમ આગળ આવી ચૂક્યા છે. જ્યારે 20 ડિસેમ્બરના રોજ દિલ્હી અને આગ્રા વચ્ચે ટ્રેન ચાલતી હતી, ત્યારે પથ્થર ફેંકવાની ઘટના બની હતી. જેનાં કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here