ભારતની આ નદી માંથી નીકળે છે સોનુ, તમે પણ ત્યાં જઈને સોનું મેળવી શકો છો …વાંચો

0

ભારતમાં એક નદી છે જે માંથી નીકળી રહ્યું છે સોનું. ઝારખંડ પાસે એક જગ્યા છે રત્નાગર્થ. અહીં સ્વર્ગ રેખા નામની નદી વહે છે. વર્ષોથી આ નદીની રેતીમાંથી સોનું કાઢવામાં આવી રહયું છે.
ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં આ નદી વહે છે. કેટલાક લોકો તેને સુવર્ણા રેખા નદી પણ કહે છે.

474 કિમી. લાંબી છે આ નદી
સુવર્ણ રેખા નદી રાંચીથી 16 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે અને તે નગડી ગામમાં રાની ચૂયા નામની જગ્યાથી નીકળે છે. અને ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ થઈને બાલેશ્વર નામની જગ્યા પરથી પશ્ચીમ બંગાળની ખાડીને મળે છે. આ નદીની લંબાઈ 474 કિમી છે અને સુવર્ણ રેખાની સહાયક નદી કરકરી છે.

સોનાના કણો ક્યાંથી આવે છે આ નદીમાં ?
સુવર્ણ રેખા નદી અને તેની સહાયક નદી કરકરીની રેતીમાં સોનાના કણ મળી આવે છે. કેટલાક લોકો કહે છે કે સુવર્ણ રેખા નદીમાં સોનાનો કણો કરકરી નદીમાંથી પસાર થાય છે. કરકારી નદીની લંબાઈ ફક્ત 37 કિલોમીટર છે છે આ એક નાની નદી છે.
આજ સુધી આ રહસ્ય જાણવા મળ્યું નથી. જ્યાં આ બે નદીઓમાં આખરે સોનું આવે છે ક્યાંથી ?

આદિવાસીઓ નદીમાંથી કાઢે છે સોનાના કણો :
ઝારખંડમાં તમાડ અને સારંડા જેવી જગ્યાઓ પર નદીના પાણીમાંથી સ્થાનિક આદિવાસીઓ રેતીમાંથી સોનું કાઢવાનું કામ કરે છે. એક વ્યક્તિ મહિનામાં 60-80 સોનાના કણો નદીમાંથી મેળવે છે.
કણોનું કદ ચોખા અથવા તેના કરતાં સહેજ મોટું હોય છે. આ આદિવાસીઓ વરસાદી મોસમ સિવાય આખા વર્ષ માટે કામ કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here