ભારતની 6 એવી હસ્તીઓ જેમણે ખુબ જ ગરીબી માંથી ઉઠીને દુનિયામાં રોશન કર્યું પોતાનું નામ…

0

તમે ઘણા એવા લોકો વિશે સાંભળ્યું હશે જેઓનો જન્મ ગરીબીમાં થયો પણ તેઓએ વિશ્વમાં પોતાનું એક અનોખું નામ બનાવ્યું. આ કામિયાબી ને મેળવવા માટે આ લોકોએ માત્ર કડી મહેનત જ કરી ન હતી પણ ઘણા એવા બલિદાન પણ આપ્યા છે. દુનિયામાં ઘણી એવી કહાનીઓ સાંભળી હશે જેમાં વ્યક્તિ એ જમીન થી આસમાન સુધી ની સફર કરી છે. આજે અમે તમને ભારતના તે મહાન લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કદાચ તેઓના મૃત્યુ પછી પણ સદીઓ સુધી યાદ કરવામાં આવશે.

1. એ.પી.જે. અબ્દુલ કલામ:અબ્દુલ જી નો જન્મ ખુબ જ ગરીબ પરિવારમાં થયો હતો તેના પિતા હોડી ચાલવતા હતા. કલામ જી એ પોતાના પિતાની મદદ માટે સમાચાર પત્ર વહેંચવાનું કામ શરૂ કર્યું. આટલી કઠિન પરિસ્થિતિ હોવા છતાં પણ કલામ જી એ ભૌતિકી માં સ્નાતક મેળવ્યું, સાથે જ એરો સ્પેસ એંજિનિયિંગ નું અધ્યયન પણ કર્યું, આગળ ચાલીને કલામ 2002 માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા.

2. નરેન્દ્ર દામોદર દાસ મોદી:એક ચા ની લારી પર કામ કરીને ભારતના પ્રધાન મંત્રી સુધી ની સફર નક્કી કરનારા નરેન્દ્ર મોદી જી નું નામ પણ આ લિસ્ટ માં આવે છે. ગુજરાત ના મુખ્યમંત્રી થી ગોધરા હિંસા માં દોષી કહેવામાં આવ્યા, પણ તેમણે કઠિન મહેનત કરી અને આગળ વધતા ગયા, અને આજે દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા.

3. ધીરુભાઈ અંબાણી:ધીરુભાઈ અંબાણી મૂળરૂપે ગુજરાતના ચોરવાડ ગામથી તાલ્લુક રાખે છે. 16 વર્ષ ની ઉંમરમાં તેમણે ક્લાર્ક ના પદ પર કામ કર્યું હતું. અમુક સમય પછી તે પાછા આવી ગયા અને પોતાના મિત્ર ચંપક લાલ ની સાથે મળીને નાનો એવો બિઝનેસ શરૂ કર્યો, પણ તેના મિત્ર ના વિચારો અલગ હતા માટે તે અલગ થઇ ગયા,પણ ધીરુભાઈ અંબાણી એ પોતાનો સંઘર્ષ છોડ્યો ન હતો. તેના પછી તે સ્ટોક માર્કેટ માં આવી ગયા.આજે તેનું નામ દેશના દરેક નાગરિકો ના હોંઠ પર છે.

4. સુશીલ કુમાર:સુશીલ જી એ કુશ્તી ક્ષેત્ર માં પોતાનું નામ રોશન કર્યું. તેના પિતા એક બસ કંડકટર છે અને માતા ગૃહિણી છે. તેને વર્ષ 2006 માં અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા. સુશીલ કુમાર પહેલા એવા ભારતીય એથલીટ છે જેમણે ભારત માટે બે ઓલમ્પિક પદ હાંસિલ કર્યા છે.

5. મૈરી કૉમ:ભારતની શાન મૈરી કૉમ પાંચ વાર વિશ્વ મુક્કેબાજી પ્રતિયોગિતા ની વિજેતા રહી ચુકી છે. ત્રણ બાળકો ની માં મુક્કેબાજી એમસી મૈરિકોમ એ એશિયન ગેમ્સ માં ગોલ્ડ મેડલ પણ જીતી ચુકી છે. તેના સિવાય લંડન ઓલમ્પિક ગેમ્સ માં બ્રોન્જ મેડલિસ્ટ અને એશિયન ગેમ્સ માં પહેલો ગોલ્ડ જીતનારી મૈરીકોમ બની હતી.

6. વિજેન્દર સિંહ:ઓલમ્પિક પદક વિજેતા અને પ્રોફેશનલ બોક્સિંગ આપી ચૂકેલા ભારતીય મુક્કેબાજ વિજેન્દર સિંહ ના પિતા હરિયાણા માં એક બસ ડ્રાઇવર હતા. તેના પિતા એ વિજેન્દર સિંહ નું સપનું પૂરું કરવા માટે ઓવર ટાઈમ કરીને પૈસા ભેગા કર્યા હતા અને વિજેન્દર સિંહ એ પણ પોતાના પિતા ના સપના અને તેની મહેનત ને પૂરું અંજામ આપવા માટે પોતાના જીવનની પણ બાજી લગાવી દીધી હતી. આજે તે પોતાની મહેનત ને લીધે ભારતના સૌથી ફેમસ બોક્સર છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here