ભારતની આ 5 શક્તિપીઠ જ્યાથી કોઈ શ્રદ્ધાળુ નથી ફર્યો ખાલી હાથ..વાંચો આ 5 મંદિર વિશે

0

ભારતમાં પ્રાચીન અને પૌરાણિક મંદિરોનો પોતાનો એક ઇતિહાસ રહ્યો છે અને ભક્તોમાં પણ ધર્મમાં ક્યારેય વિશ્વાસ ઓછો થયો નથી. ભારતમાં આવા ઘણા પ્રખ્યાત મંદિરો છે જ્યાં પૂરા વિશ્વમાંથી લોકો આવે છે. વિશ્વાસ મુજબ, તે માન્યતા છે કે જો આ સાચા હૃદયે જો પ્રાર્થના કરવામાં આવે, તો પછી મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.આજે આપણે તમને ભારતમાં આવેલી એવી કેટલીક શક્તિપીઠ વિશે કહી રહ્યા છીએ જ્યાં કોઈ ભક્ત ખાલી હાથ પાછો ફર્યો નથી . આ મંદિરો તેમના ચમત્કારો માટે જાણીતા છે અને એવું માનવામાં આવે છે કે ભક્તોની મનોકામના ક્યારેય અપૂર્ણ રહી નથી. તો ચાલો આપણે પણ એ પાંચ મંદિરો વિશે જાણીએ

1. જગન્નાથ મંદિર :ભારત પ્રખ્યાત શક્તિપીઠ ઓરિસ્સામાં આવેલ જગન્નાથ પુરી મંદોર વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે અહીં લાકો ભક્તો આવે છે. અને તેમની બધી જ મનોકામના થાય છે પૂર્ણ. સાચા હૃદયથી ભગવાન પાસે માંગેલી મનોકામના ક્યારેય અપૂર્ણ રહેતી નથી .

2. કસાર દેવી મંદિરઉત્તરાખંડ માં અલમોરા પાસે આવેલ કસાર દેવી મંદિરની પ્રત્યે ભક્તોના મનમાં કેટલીય આસ્થા અને વિશ્વાસ રહેલો છે. એમ માનવામાં આવે છે કે, જો અહીંયા દેવી સમક્ષ કોઈ મનની મુરાદ માંગવામાં આવે તો જરૂર પૂરી થાય છે.

3. હિંગળાજ માતા મંદિર

જ્યારે ભારત પાકિસ્તાનનાં ભાગલા પડ્યા ત્યારે આ મંદિર પાકિસ્તાનનો ભાગ બની ચૂક્યું હતું. પરંતુ તમને એ જણાવી દઈએ કે, અહીંયા દુનિયાભરના લોકો માતાના દર્શન કરવા પહોંચી જાય છે ને આ 51 શક્તિપીઠમાની એક શક્તિ પીઠ છે.

4. મહેંદીપુર બાલાજીરાજસ્થાનના દોસા જિલ્લામાં આવેલા મહેંદીપુર બાલાજી મંદિર વિશે સાંભળ્યું હશે, જે તેની ચમત્કારો માટે ખૂબ જાણીતું છે. મંદિર લગભગ 1000 વર્ષ જૂનું છે, જે ભક્તો આ મંદિર આવે તેના બધા જ સંકટો હનુમાનજી દૂર કરે છે.

5. મહાકાલી શક્તિપીઠમહાકાલિ શક્તિ ગુજરાતમાં પાવાગઢની ઊંચી ટેકરીઓ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે દેવી સતીના જમણા પગનો અંગૂઠા અહીં પડ્યો હતો. ભક્તો અહી શ્ર્દ્ધાપૂર્વક માતાના દરબારમાં દર્શન માટે આવે છે. જે ક્યારેય ખાલી હાથ પાછો નથી ફરતો. અહીંયા બીરજમાન દેવી ભક્તોની બધી જ મનોકામના અને ઇચ્છાઓ પરિપૂર્ણ કરે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here