ભારત ને 15 ઓગસ્ટ, 1947 ની રાતે 12 વાગ્યે જ કેમ સ્વતંત્રતા મળી?.. વાંચો લેખ

0

દર વર્ષે આપણે 15 મી ઓગસ્ટ ના રોજ સ્વતંત્ર તા દિવસ ઉજવીએ છીએ. આ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. પરંતુ ક્યારેય આપણે વિચાર્યું છે કે આ દિવસ ni koi ખાસ વાત છે, કે આપણે 15 ઓગસ્ટ જ કેમ ઉજવીએ છીએ. 15 મી ઓગસ્ટ 1947 ની રાતે 12 વાગ્યે જ આપણ ને કેમ સ્વતંત્રતા મળી? ચાલો તો આપણે એક-એક કરી ને આ સવાલો ના જવાબ શોધવા નું શરૂ કરીશું.પ્રથમ સવાલ – 1947 જ કેમ?મહાત્મા ગાંધીજી ના જન આંદોલન થી દેશ ની સમગ્ર જનતા આઝાદી માટે જાગૃત થઈ ગઈ હતી. જેના કારણે ભારતભર માં અંગ્રેજો વિરુધ્ધ આંદોલન શરૂ હતા. અને બીજી બાજુ સુભાષ ચંદ્ર બોઝ ની આઝાદ હિન્દ ફૌજ ની ગતિવિધિઓ એ અંગ્રેજ શાસન સામે તીવ્ર આક્રોશ ઊભો કર્યો હતો. 1945 માં દ્રીતીય વિશ્વ યુધ્ધ ની સમાપ્તિ વખતે અંગ્રેજ સરકાર ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. આથી અંગ્રેજ સરકાર બીજા દેશ તો ઠીક પણ પોતાના દેશ પર પણ શાસન કરવા માટે અસમર્થ થઈ ગઈ હતી.આ ઉપરાંત 1945 ની બ્રિટિશ ચૂંટણી માં લેબર પાર્ટી ની જીત થઈ જેના કારણે આઝાદી ના દ્રાર ખુલ્લી ગયા. કારણ કે તેમણે પોતાના મેની ફેસ્ટો માં ભારત જેવી બીજી ઇંગ્લિશ કોલોની ને પણ આઝાદ કરવા ની વાત કહી હતી.
ઘણા મતભેદો અને તોફાનો હોવા છતાં ભારતીય નેતાઓ ની વાત લોર્ડ વેવેલ થી શરૂ થઈ ગઈ હતી અને સ્વતંત્ર ભારત નું સ્વપ્ન સાકર થવા ઉપર હતું. ફેબ્રુઆરી 1947 માં લોર્ડ માઉન્ટબેટન ને ભારત નો છેલ્લો વાઇસરોય બનાવા માં આવ્યો, જેની ઉપર વ્યવસ્થિત રૂપે ભારત ને સ્વતંત્રતા આપવા ની જવાબદારી હતી.શરૂઆત માં ભારત ને જૂન 1948  માં આઝાદી આપવા નું આયોજન હતું. વાઈસરૉય બન્યા પછી તરત જ લોર્ડ માઉન્ટ બેટન ની ભારતીય નેતાઓ સાથે વાત શરૂ થઈ ગઈ હતી, પરંતુ આ એટલું સરળ ના હતું. કારણ કે જીણા અને નહેરુજી વચ્ચે પહેલે થી જ ભાગલા કરવા ની વાત પર બહેસ ચાલતી હતી. જીણા એ અલગ દેશ બનાવવા માટે ની માંગ કરી હતી જેના કારણે ભારત ના ઘણા ક્ષેત્ર માં સાંપ્રદાયિક ઝગડાઓ શરૂ થઈ ગયા હતા. માઉન્ટબેટને આ અપેક્ષા કરી ના હતી, આથી તેણે પરિસ્થિતી વધારે ના બગડે  એ કારણે 1948 ની જગ્યા એ 1947 માં આઝાદી આપવા નું નક્કી કર્યું.બીજો પ્રશ્ન – 15 મી ઓગસ્ટ જ કેમ?

લોર્ડ માઉન્ટબેટન 15 મી ઓગસ્ટ આ તારીખ ને શુભ માનતા હતા. કારણ કે દ્રીતીય વિશ્વ યુધ્ધ ના સમયે 15 મી ઓગસ્ટ 1945 માં જાપાન ની આર્મી એ આત્મસમર્પણ કર્યું હતું, અને તે સમયે લોર્ડ માઉન્ટબેટન અલાઈડ ફોર્સેજ ના કમાન્ડર હતા.

ત્રીજો પ્રશ્ન – રાત ના 12 વાગ્યે જ કેમ?જ્યારે લોર્ડ માઉન્ટબેટને આઝાદી મળવા ની તારીખ જૂન 1948 ની જગ્યાએ 15 મી ઓગસ્ટ 1947 નક્કી કરી ત્યારે સમગ્ર દેશ ના જ્યોતિષીઓ માં કોલાહલ થવા લાગ્યો, તેમના કહ્યા અનુસાર આ તારીખ અમંગલ અને અપવિત્ર હતી, પણ માઉન્ટ બેટન ને બીજી કોઈ તારીખ ગમતી ન હતી. આથી તે 15 મી ઓગસ્ટ પર જ અડીગ હતા. પરંતુ ત્યાર બાદ જ્યોતિષીઓ એ ઉપાય કર્યો કે 14 અને 15 ઓગસ્ટ ની રાતે 12 વાગ્યા નો સમય નક્કી કર્યો. જે અનુસાર અંગ્રેજો ના હિસાબે દિવસ ની શરૂઆત રાત ના 12 am થી શરૂ થાય છે કિન્તુ હિન્દુ કેલેન્ડર ના હિસાબે સૂર્યોદય થી દિવસ ની શરૂઆત થાય.

આટલું જ નહીં જ્યોતિષીઓ એ નેહરુજી ને પણ કહ્યું હતું કે તે પોતાની આઝાદી ની સ્પીચ અભિજીત મુહૂર્ત માં 11:51 pm થી 12:39 am ની વચ્ચે જ દેવી. આમાં એક બીજી શર્ત પણ હતી કે રાત ના 12 વાગ્યા પહેલા સ્પીચ પૂરી કરી દેવી, અને પછી શંખનાદ કરવો, એક નવા દેશ ના જન્મ ની ગુંજ આખી દુનિયા સુધી પહોચાડવી.આજે આપણાં દેશ ને સ્વતંત્ર થયા ને ઘણા વર્ષો થહી ગયા છે, આથી આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણ ને 15 મી ઓગસ્ટ 1947 માં જ કેમ આઝાદી મળી. આશા છે કે આ સ્વતંત્રતા દિવસ તમારા જીવન માં ખુશી ભરી દે. ગુજ્જુરોક્સ તરફ થી આપ સર્વો ને સ્વતંત્રતા દિવસ ની ખૂબ જ શુભકામનાઓ.

જય હિન્દ.

Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!