આ છે ભારતના ટોપ 10 સીઈઓ, જેમને મળે છે સૌથી વધારે પગાર – વાંચો આર્ટિકલ

0

ભારત એશિયાનો બીજો દેશ છે જ્યાં સૌથી વધારે અરબપતિ રહે છે. સાથે જ દુનિયાનું સૌથી મોંઘું ઘર પણ ભારતમાં જ છે. આ સિવાય ભારત એ દેશોમાં પણ આવે છે, જેઓ પોતાના સીઈઓને સૌથી વધારે પગાર આપે છે. આવો જાણીએ,

1. કલાનિધિ મારન

સીઈઓ : સન ટીવી નેટવર્ક, પગાર : 59.89 કરોડ, વાર્ષિક

આ સામાન્ય વાત છે કે સૌથી પ્રોફિટેબલ ટીવી નેટવર્ક પોતાના સીઈઓનો પગાર ઓછો કેમ રાખે ? સન ટીવી ચેનલ ન માત્ર ટીવી ચેનલ પણ ન્યુઝ ચેનલ પણ છે અને દક્ષિણ ભારતમાં આ ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય એફ.એમ અને ડિટીએચ સર્વિસ પણ આખા ભારતને પુરી પાડે છે.

2. કાવેરી કલાનિધિ

એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર : સન ટીવી નેટવર્ક, પગાર : 59.89 કરોડ, વાર્ષિક

કલાનિધિ મારનની પત્ની કાવેરી કલાનિધિ સન ટીવીની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે અને ભારતની સૌથી વધારે પગાર મેળવતી મહિલા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને બીજા નંબરની એક્ઝિક્યુટિવ છે.

3. નવીન જીંદલ

ચેરમેન : જીંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, પગાર : 54.98 કરોડ, વાર્ષિક

જીંદલ સ્ટીલના માલિક નવીન જીંદલ આ લિસ્ટમાં 55 કરોડ રૂપિયા વાર્ષિક પગારની સાથે ત્રીજા નંબર પર છે. નવીનજી દેશના ધ્વજવંદનના નિયમોમાં સુધારો કરવા માટે પણ જાણીતા છે. ત્યારબાદ સામાન્ય ભારતીય નાગરિકને 365 દિવસ તિરંગો લહેરાવાની છૂટ મળી.

4. કુમાર મંગલમ બિરલા

ચેરમેન : આદિત્ય બિરલા ગ્રુપ, વાર્ષિક પગાર : 49.62 કરોડ રૂપિયા

28 વર્ષની ઉંમરમાં કારોબાર સાંભળવા વાળા કુમાર મંગલમ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. એમના 17 વર્ષના કરિયરમાં એમની કંપનીએ 26 અધિગ્રહણ કર્યા જે ભારતીય કંપનીના રેકોર્ડથી પણ વધારે છે.

5. પવન મુંજાલ

સીઈઓ : હીરો મોટોકૉર્પ, વાર્ષિક પગાર : 32.80 કરોડ રૂપિયા

હીરો મોટોકૉર્પની સફળતા પાછળ એક નામ સ્પષ્ટ રૂપથી લેવામાં આવે છે અને એ છે પવન મુંજાલ. પવન લખનઉ IIMના બોર્ડ મેમ્બરમાં પણ શામિલ છે.

6. બૃજ મોહનલાલ મુંજાલ

ચેરમેન અને સંસ્થાપક હીરો ગ્રુપ, વાર્ષિક પગાર : 32.73 કરોડ રૂપિયા

હીરોના સંસ્થાપક અને ચેરમેન બૃજ મોહનલાલ મુંજાલ આ લીસ્ટમાં છે. પોતે આરબીઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ શામિલ છે અને એમને પદ્મભૂષણ પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે.

7. સુનિલકાંત મુંજાલ

જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર : હીરો મોટોકૉર્પ, વાર્ષિક પગાર : 31.51 કરોડ રૂપિયા

સુનીલને આ વર્ષે જ પાંચ વર્ષ માટે જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા.

8. શિંજો નાકાનિશિ

ભારતમાં પ્રમુખ : મારુતિ સુઝુકી, વાર્ષિક પગાર : 32.90 કરોડ રૂપિયા

શિંજો ઓટોમોબાઇલની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીનું ભારતમાં નેતૃત્વ કરે છે.

9. પી. આર. સુબ્રમણ્યમ રાહેજા

ચેરમેન : રામકો સિમેન્ટ, વાર્ષિક પગાર ; 30.96 કરોડ રૂપિયા

રામકો માત્ર સિમેન્ટ જ નહીં પણ વિન્ડ એનર્જીમાં પણ મોટું નામ છે.

10. મુરલી કે દિવી

મેનેજિંગ ડાયરેક્ટર : દિવી લેબોરેટ્રીઝ, વાર્ષિક પગાર : 26.46 કરોડ રૂપિયા

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!