આ 10 જગ્યાનો બ્રેક ફાસ્ટ સૌથી વધુ ફેમસ છે…. નામ સાંભળીને પણ મોઢામાં આવી જશે પાણી …વાંચો વધુ

0

ભારતના દરેક રાજ્યનો નાસ્તો પ્રસિદ્ધ છે. પૂરી ભાજી, રવા ઇદલી, મેદૂવડા, બિહારના લિતી ચોખા, રોટી અને પંજાબના ઓલ ટાઈમ ફેવરીટ પરાઠા નાસ્તા માટે ખૂબ લોકપ્રિય છે.અમે તમને તમારા મોંમાં પાણી આવી જશે નામ સાંભળની ને જ એવા દેશના પ્રખ્યાત નાસ્તાની ડિશની વાત કરવા જઈ રહ્યા છીએ.

1. ભોગલી જલપાન – અસમ

ભોગાલી જલપાન અસમનો પરંપરાગત નાસ્તો છે. આ નાસ્તો આરોગ્ય માટે બેસ્ટ છે. તે ચોખા, દહીં અને ગોળના મિશ્રણમાંથી બને છે. તેમજ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. આને નાસ્તામાં ખાધા પછી તમે બપોરના ભોજનને ભૂલી જ જશો.

2. કાંદા પોહા – મહારાષ્ટ્રમહારાષ્ટ્રના કાંદા પોહાનું નામ એકદમ ફેમસ છે. તેને ડુંગળી પોહા પણ કહેવાય છે. તે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે. મહારાષ્ટ્રના મોટાભાગના લોકો આનો જ નાસ્તો કરે છે અને આની સાથે મસાલા ચા હોય તો કહેવું જ શું ? આ ઉપરાંત, બટાકા પોહા જો મળી જાય તો આનંદ નાસ્તાનો બમણો જ થઈ જાય.

3. મિર્ચી વડા – રાજસ્થાન

રાજસ્થાનના મીર્ચી વડાને જોધપુરી ચિલી ભાજી પણ કહેવામાં આવે છે. તે રાજસ્થાનના શેરી ભોજનમાં ખૂબ પ્રસિદ્ધ છે અને મોટા ભાગના લોકો તેને ખાય છે.

4. ઢોકળાં – ગુજરાત

જો તમે ગુજરાતનાં ઢોકળાં નથી ખાધા તો આજે જ ઓર્ડર કરી દો અને બ્રેક ફાસ્ટમાં સામેલ કરી જ દેજો. આ ઢોકળાં ગુજરાતની સૌથી ફેમસ ડિશ છે નાસ્તાની અને ઘણા લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

5. છોલે ભટુરે – દિલ્હી

દિલ્હીની સવાર છોલે -કુલ્ચાથી જ કરવામાં આવે છે. તે અહીં સ્ટ્રીટફૂડમાં ફેમસ ડિશ છે, તેને બનાવવા માટે ઘણી રીત છે અને તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ છે.

6. પોહા – ભોપાલભોપાલની લગભગ દરેક ગલીઓમાં અને રોડ પર, તમને સ્વાદિષ્ટ પોહા જોવા મળશે. આ ઉપરાંત, સમગ્ર મધ્યપ્રદેશ માં આવનાર પ્રવાસીઓ આ સ્વાદિષ્ટ પોહાને ટેસ્ટ કરવાનું ક્યારેય નથી ભૂલતા.

7. ઇડલી ચટણી – આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશમાં ઇડલી ચટણી બ્રેકફાસ્ટ માટે ખૂબ જ ફેમસ છે. ઇડલી સાથે કોકોનેટ ચટણી ખાવાની મજા જ અલગ છે. આંધ્ર પ્રદેશમાં ઢોસા, ઇડલી, ઉતપ્પા, ઉપમા વધારે ફેમસછે .

8. આલુ પરોઠા – પંજાબ

પંજાબના લોકોનું નાસ્તો આલુ પરોઠા અને દહીંથી શરૂ થાય છે. જો માખણ ચટણી હોય અથાણું તો પછી કહેવું જ શું ? આલુ પરોઠા અને એક ગ્લાસ છાસ પંજાબ અને હરિયાણાણો આ બેસ્ટ નાસ્તો છે. આ ખાધા પછી આખો દિવસ તમે બીજું કશું જમવાનું યાદ નહી કરો.

9. દહી ચૂરા – બીહાર

બિહારનું દહીં ચૂરા તો તમને યાદ જ હશે. તે બિહારનો સૌથી સ્વાસ્થ્યપ્રદ અને સૌથી સરળ વાનગી છે. તેને નાસ્તામાં ખાવ ને તેની સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો.

10. વડાપાવ – મુંબઈ

મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. દરેક વ્યક્તિ જે નસીબ અજમાવવા આવતા દરેક વ્યક્તિ અહીંયા વડપવાનો તીખો અને અને ખાટ્ટો સ્વાદ કાંદા અને ટિક્કી સાથે કરે છે. આખી દુનિયાના લોકોમાં વડાપાવે સ્થાન મેળવ્યું છે.

નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયનનો બ્રેકફાસ્ટ દરેકનો આનંદ આપશે. તેને ખાવાથી તમે તંદુરસ્ત પણ થશો અને તમારો સ્વાદ પણ વધશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here