ભારતના સૌથી અમીર પરિવારમાં જશ્નનો માહોલ, આ રહ્યું દુનિયાના સૌથી 7 અમીર પરિવારનું લિસ્ટ….

0

ભારતના સૌથી અમીર પરિવારોમાં શામિલ અંબાણી પરિવારની ખુશીઓ ડબલ થઇ ગઈ છે. હાલમાં જ મુકેશ અંબાણીના દીકરા આકાશની શ્લોક મેહતા સાથે સગાઈ થઇ છે. આજે અમે તમને અંબાણી સહીત દુનિયાના અન્ય અમીર પરિવારો વિશે જણાવીશું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી પહેલાથી જ અમીરોની લિસ્ટમાં શામિલ છે. બ્લૂમબર્ગ દ્વારા ઓપન કરવામાં આવેલા અંબાણી પરિવાર દુનિયાના ટોપ 10 અમીર પરિવારોમાના એક છે. તે કુલ 2.96 લાખ કરોડ રૂપિયા(43.4અરબ ડોલર) ની સંપત્તિની સાથે આઠમા સ્થાન પર છે.
1. અંબાણી સિવાય અન્ય લોકો પણ દુનિયાના ટોપ 10 અમીર પરિવારોમાંના એક છે. જેમાં વોલ્ટન પરિવાર નંબર વન પર છે. તેમને વોલમાર્ટ ફેમિલીના નામથી પણ જાણવામાં આવે છે. તેની કુલ સંપત્તિ લગભગ 10.33 લાખ કરોડ રૂપિયા એટલે કે 151.2 અરબ ડોલર છે.2. કોચ ઇન્ડસ્ટ્રીને ચલાવનારા કોચ બ્રધર્સના પરિવારે પણ દુનિયાના સૌથી અમીર પરિવારોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ફ્રેડ કોચે 1940 માં વુડ રિવર ઓયલ એન્ડ રિફાઇનરી કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીની કુલ સંપત્તિ 6.73 લાખ કરોડ રૂપિયા છે.3. ચોકલેટ બનાવનારી કંપની માસ ફેમિલી ને પણ સૈથી અમીર પરિવારની લીસ્ટમાં શામિલ કરવામાં આવી છે. પરિવારની નેટવર્થ 6.12 લાખ કરોડ રૂપિયા છે.
4. વરથીમર પરિવાર જેને શેનલ નામથી પણ જાણવામાં આવે છે, તેને પણ દુનિયાના સૌથી અમીર પરિવારોમાંના એક માનવામાં આવે છે. તેની કુલ સંપત્તિ 3.11 લાખ કરોડ છે. જે લગ્ઝરી ગુડ્સની કંપની છે.5. બીએમડબલ્યુ બનાવનારી કવાંટ ફેમિલી પણ દુનિયાના અમીર પરિવારમાંની એક છે. તેની કુલ સંપત્તિ 2.91 લાખ કરોડ રૂપિયા છે. તેના લગ્ઝરી કાર્સની પુરી દુનિયા દીવાની છે.6. કરગીલ મૈકેનિકલને દુનિયાના સૌથી સંપન્ન પરિવારોમાંના એક માનવામાં આવે છે. તેઓને પણ આ લિસ્ટમાં શામિલ કરવામાં આવ્યા છે. પરિવારની કુલ સંપતિ 2.88 લાખ કરોડ રૂપિયા છે. આ કંપનીની સ્થાપના વિલિયમ એમ કારગીલે સિવિલ વોર પછી કરી હતી.7. બોહરિંગર ઇંગેલહિયમ નામની ફાર્માસૂટિકલ કંપની ચલાવનારા બાઉમ્બચ પરિવારે પણ અમીર પરિવારોના ટોપ 10 લિસ્ટમાં પોતાની જગ્યા હાંસિલ કરી છે. આ કંપનીની સ્થાપના સન 1885 માં એલબર્ટ બોહરિંગરે જર્મનીમાં કરી હતી.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!