ભારતનું ભવિષ્ય જોવું છે, તો આ 7 Supercool પ્રોજેક્ટ્સ વિશે જાણી લો, દિલ ખુશ થઇ જાશે..વાંચો આર્ટિકલ

0

ભારત એક નિર્માણધીન દેશ છે અને આગળના અમુક વર્ષોમાં દેશમાં અવિશ્વસનીય બદલાવ જોવા મળે છે. જો કે, અત્યારે પણ દેશમાં ખુબ બદલાવની જરૂર છે. જ્યારે આવનારા સમયમાં ભારતની આ 7 બેહતરીન પરીયોજનાઓ, દેશને નવી ઓળખ અપાવી શકે છે.

એક જલક કરીએ આ 7 અદ્દભુત પરિયોજનાઓ પર:

1. Bharatmala:‘ભારતમાલા’ ભારત સરકારની ઐતિહાસિક આધારભૂત પરિયોજનાઓ માની એક છે. ઉમ્મીદ છે કે તેનું નિર્માણ કાર્ય 2018 નાં અંતમાં શરુ થઈને 2022 સુધી ખત્મ થઇ જાશે. આ યોજનાના ચાલતા સરકારે 7 ફેજમાં 34,800 કિમી સડક બનાવાનો નિર્ણય લીધો છે, જેની લાગત લગભગ 10 લાખ કરોડ રૂપિયા છે. સાથે જ, દેશની છવી બદલવાની સાથે-સાથે આ યોજના લગભગ 22 મીલીયન લોકોને રોજગારનો અવસર પણ આપશે.

2. સાગરમાલા:

2003 માં વાજયેપી સરકારે ‘સાગરમાંલા’ પરિયોજનાની કલ્પના કરી હતી. તે અત્યાર સુધીની સૌથી વિશાળ પરિયોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશના આર્થિક વિકાસને લાંબા સમય સુધી પ્રભાવિત કરવાનું છે. અમુક વિશેષજ્ઞનું એ પણ કહેવું છે કે કામ પૂરું થવા પર આ પરિયોજના દેશના સફળ ઘરેલું ઉત્પાદકને 2% સુધી બઢાવો આપી શકે છે. સમુદ્ર વ્યાપારને બઢાવો આપવાની સાથે-સાથે, આ યોજના દેશના દરેક પ્રમુખ ઉદ્દેશ્ય અને ગૈર પ્રમુખ બંદરગાહોને નવી ટેકનીકથી લૈસ કરવાનું છે.

3. Freight-Only Railway Tracks:અત્યાર સુધી યાત્રીઓ અને સામાનને લઇ જનારી ટ્રેઈન એક જ ટ્રેક પર ચાલે છે. આ યોજના માલ સામાનની સાથે સાથે અન્ય ઘણી સમસ્યાઓનો હલ કાઢવા જઈ રહી છે. ટ્રેન મોટાભાગે યાત્રીઓને સમયસર તેના સ્થાન પર પહોંચાડી નથી શકતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેન લેટ થતા રોકવાનું છે. ઉમ્મીદ છે કે આ પરિયોજના 2020 સુધી પૂરી થઇ જાશે.

4. World One Tower:મુંબઈમાં બની રહી આ ઈમારત દુનિયાની સૌથી ઉંચી ઇમારતો માની એક બનશે. એવું માનવામાં આવે છે કે આ 2019 સુધી બનીને તૈયાર થઇ જાશે. આ ગગનચુંબી ઈમારતની કિંમત લગભગ 321 USD છે, જેમાં 117 ફ્લોર અને 290 અપાર્ટમેન્ટ હશે. એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા સુધી હશે.

5. International North-South Trade Corridor:આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષીણ પરિવહન ગલીયરાનો ઉદ્દેશ્ય ભારત, ઈરાન, અજરબૈજાન અને રૂસની વચ્ચે બીઝનેસ ડેવલપ કરવાનો છે. આ રસ્તાની લંબાઈ 7200 કિમી છે.

6. Statue Of Unity:સરદાર પટેલની પ્રતિમા 2018 નાં અંત સુધીમાં બનીને તૈયાર થઇ જાશે. તેની સાથે જ તે દુનિયાની સૌથી લાંબી મૂર્તિ પણ હશે, જેની ઊંચાઈ લગભગ 182 મીટર છે. અત્યાર સુધી દુનિયાની સૌથી ઉંચી મૂર્તિનો રેકોર્ડ ચીનની પાસે છે. ચીન સ્થિત Spring Temple Buddha ની ઊંચાઈ 153 મીટર છે.

7. Bullet Train:બુલેટ ટ્રેનનાં આવવાથી ભારતની હાઈ સ્પીડ ટ્રેનોને નવી પહેચાન મળશે. એવું અનુમાન છે કે અમદાવાદથી મુંબઈ માટે ચાલનારી બુલેટ ટ્રેનનું કામ 2023 સુધીમાં પૂરું થઇ જાશે. જો એવું થઇ જાય તો તમે અમદાવાદથી મુંબઈની સફર અમુક જ કલાકોમાં પૂરી કરી શકશો. જેનો ચાર્જ માત્ર 3,000 રૂપિયા જ હશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here