ભારતના બીજા અંબાણી છે સુનીલ શેટ્ટી, કેટલો પૈસો છે તેની પાસે તે સાંભળીને હોંશ ઉડી જાશે…

0

જો તમને લાગતું હોય કે સુનીલ શેટ્ટી પાસે કોઈ જ કામ નથી, ઘણા સમયથી તેની કોઈ જ ફિલ્મ નથી આવી અને તે બાકી ફિલ્મ સ્ટારની તુલનામાં ખુબ જ ઓછા પૈસા કમાતા હશે, તો તમે બિલકુલ ગલત વિચારી રહ્યા છો.સુનીલ શેટ્ટી પાસે એટલી અઢળક સંપતી છે કે તેને ભારતના બીજા અંબાની પણ કહી શકાય. તો ચાલો જાણીએ કે ઘણા વર્ષોથી ફિલ્મોથી દુર રહ્યા બાદ પણ સુનીલ શેટ્ટી પાસે આટલા પૈસા ક્યાથી આવે છે.

ઘણા સમયથી નથી કરી એકપણ ફિલ્મ:સુનીલ શેટ્ટીને ઇન્ડીયાના અર્નોલ્ડ સ્વાજ્વેગર કહેવામાં આવે છે. તેની એક્ટિંગ બાકીના સ્ટાર્સ કરતા ખુબ જ અલગ છે. સુનીલ શેટ્ટીએ ધડકન, ટક્કર અને મોહરા જેવી ઘણી હીટ ફિલ્મો કરી છે. કુલ મિલાવીને સુનીલ શેટ્ટીએ 110 કરતા પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની દમદાર એક્શનથી લોકોનું મનોરંજન કર્યું છે. સુનીલ શેટ્ટીની ઉમર હાલ 56 વર્ષ છે અને તેણે હિન્દી ફિલ્મો સિવાય મલયાલમ, તમિલ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

કેવળો મોટો છે સુનીલ શેટ્ટીનો કારોબાર:એ વાત ખુબ ઓછા લોકોને માલુમ હશે કે સુનીલ શેટ્ટી એક સારા એવા એક્ટર હોવાની સાથે સાથે એક સફળ બીઝનેસમૈન પણ છે. બીઝનેસ સિવાય તેણે ખેલના માધ્યમ દ્વારા પણ ઘણા પૈસા કમાયા છે.સુનીલ શેટ્ટીએ ઘણા સામાજિક કાર્યોમાં પણ પોતાની હિસ્સેદારી આપી છે. ભલે આજે સુનીલ શેટ્ટીને ઓછી ફિલ્મો મળી રહી હોય, પણ તે દરેક વર્ષ 100 કરોડ રૂપિયા કરતા પણ વધુ કમાણી કરે છે. સુનીલ શેટ્ટી રેસ્ટોરેંટની સાથે સાથે પોપકોર્નઇન્ટરટેનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.

ખેલોમાં બઢાવો આપે છે સુનીલ શેટ્ટી:ફિલ્મોથી દુર ગયા બાદ સુનીલે ખેલ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અન્ય ફિલ્મ સ્ટાર્સની સાથે સેલીબ્રીટી ક્રિકેટ લીગની ટીમ ખરીદી છે જેના તે ખુદ કપ્તાન છે. સાથે જ સુનીલ કપડાનું બુટ્ટીક પણ ચલાવે છે. તે સુનીલ શેટ્ટી જ છે જેણે બોલીવુડમાં બીઝનેસ કલ્ચરને એક નવું રૂપ આપ્યું. તેને જોઇને જ અન્ય સ્ટાર્સે પણ બીઝનેસ કરવાનું વિચાર્યું.

સુનીલ શેટ્ટીનાં પિતા એક સમયે ધોતા હતા પ્લેટસ:એક ઇન્ટરવ્યુમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે તેના પિતા એક સમયે હોટેલમાં પ્લેટસ સાફ કરવાનું કામ કરતા હતા. જે હોટેલમાં તેના પિતા કામ કરતા હતા તે હોટેલ આજે સુનીલ શેટ્ટીએ 2013 ની સાલમાં ખરીદી લીધી છે.જેને લોન્ચ કરવાના સમયે તેણે કહ્યું કે આ તે જ જગ્યા છે જ્યાં મારા પિતા ‘વીરપ્પા શેટ્ટી’ એક સમયે કામ કરતા હતા.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

એકટર સુનીલ શેટ્ટી કરવા માગતા હતા આ સુંદર એક્ટ્રેસ સાથે લગ્ન, પણ પૂરી ના થી શકી તેની પ્રેમ કહાની, આ હતું કારણ…

સુનીલ શેટ્ટી જો કે પોતાના જમાનાના એકદમ દમદાર એકટર માનવામાં આવતા હતા. સુનીલે પોતાના કેરિયરમાં કુલ 110 ફિલ્મો કરી હતી. તેણે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’ દ્વારા કરી હતી, સુનીલ હંમેશાથી લોકના ફેવરીટ એક્ટર રહ્યા છે. પણ આજે અમે તમને એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જેની જાણ સુનીલનાં ફેંસને પણ નહિ હોય. જાણકારી અનુસાર એક સમય હતો જયારે સુનીલ બોલીવુડની ફેમસ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ને ખુબ જ પ્રેમ કરતા હતા. જણાવી દઈએ કે ફિલ્મ ‘ભાઈ’ ની શુટિંગ દૌરાન સુનીલે સોનાલી સામે લગ્ન નો પ્રસ્તાવ પણ રાખ્યો હતો પણ સોનાલીએ ઇનકાર કરી નાખ્યો હતો.   તે સમયે સુનીલ પહેલાથી જ મેરીડ હતા છતાં પણ તેને સોનાલી સાથે પ્રેમ થઇ ગયો.તેઓએ બન્ને સાથે ઘણી એવી ફિલ્મોમાં કામ પણ કર્યું છે જેમ કે ‘ટક્કર’, ‘સપુત’, ‘કહર’, ‘ભાઈ’ અને લોકોને આ જોડીને ખુબ પસંદ પણ કરી હતી. અને તે સમયે આ જોડી પરફેક્ટ ગણાવામાં આવતી હતી.ઘણી એવી ફિલ્મોમાં એકસાથે કામ કરવાને લીધે આ બંને એક બીજાના ખુબ જ કરીબ આવી ગયા હતા. પણ સુનીલ મેરીડ હતા માટે તે આ લગ્ન ન કરી શક્યા અને બીજી બાજુ તે પોતાની પત્નીને છોડવા પણ માગતા ન હતા.
એક્ટર ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે જો સુનીલ નાં લગ્ન ન થયા હોત તો તે ચોક્કસ સોનાલી સાથે લગ્ન કરી લેતે. સુનીલ અને ગોવિન્દા એક બીજાના ખુબ ક્લોઝ ફ્રેન્ડ છે. સુનીલ અને સોનાલીએ જે અલગ થવાનો નિર્ણય લીધો તે એકદમ યોગ્ય હતો અને બાદમાં સોનાલીએ પણ વર્ષ 2002 માં લગ્ન કરી લીધા હતા.

જણાવી દઈએ કે સુનીલે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા અને તેના લગ્ન તેની બાળપણની મિત્ર માના સાથે નક્કી થયા હતા. તેના થકી તેના બે બાળકો પણ છે આથીયા શેટ્ટી અને અહાન શેટ્ટી. સુનીલની દીકરી આથીયા શેટ્ટી બોલીવુડની એક જાણીતી એક્ટ્રેસ છે, હાલ સુનીલ પોતાના ફેમીલી સાથે ખુબ જ ખુશ છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!