ભારત ના ટોપ 10 સૌથી સુંદર મહિલા IAS અને IPS ઓફિસર ને મળો…..

IAS બનવુ ઘણા લોકો નું સપનું હોય છે . ઉમ્મીદ છે કે તેમના સપના પુરા કરવા માટે મહેનત પણ કરી રહ્યા હશે. પાછલા દિવસો આઈએસ ટોપર ટીના નો વિરોધ થયો અને સપોર્ટ પણ ઘણો થયો.એ ભણવા માં અવ્વલ છે અને એની સુંદરતા માં પણ. જ્યારે વાત આવી ગઈ તો સુંદર આઈએસ અધિકારીઓ ની તો આજે અમે તમને 10 એવી જ ખૂબસૂરત IAS ના ચેહરા દેખાડશું જેને જોઈ ને તમે પણ કહેશો વાહ શું વાત છે.

1. IAS સ્મિતા સભરવાલ:માત્ર 23 વર્ષ માં IAS પરીક્ષા પાસ કરવા વાળી સ્મિતા એ કોમર્સ ગ્રેજ્યુએશન કર્યું છે. સ્મિતા ને ઓલ ઇન્ડિયા રેન્કિંગ માં ચોથું સ્થાન મળ્યું છે. એમને પેહલી નિયુક્ત ચિતુર જિલ્લા માં સબ કલેકટર તરીકે થઈ હતી. આંધ્ર પ્રદેશ જિલ્લા માં એક દશક સુધી કામ કરતા રહેવા બાદ એમને કરીમનગર જિલ્લા ના ડીએમ બનાવ્યા માં આવ્યા.

2. મેરિન જોસેફ:2012 માં પેહલા જ પ્રયાસ માં યુપીએસસી દ્વારા આયોજિત સિવિલ સેવા પરીક્ષા પાસ કરનાર મરીન જોસેફ એ દિલ્હી ની જાણીતી સેંટ સ્ટીફન્સ કોલેજ થી બેચલર ડીગ્રી લીધી છે. સિવિલ સેવા પરીક્ષા માં પાસ થયા બાદ એમને પોલીસ સર્વિસ જોઈન કરી. જોસેફ એના બેચ ની સૌથી યુવા આઇપીએસ છે. સાલ 2015 માં એમને ઑસ્ટ્રેલિયા માં આયોજિત યુથ સમિતિ માં ભારત ના પ્રતિનિધિમંડળ ને નેતૃત્વ કર્યું હતું.

3. ટીના ડાબી:આ સાલ 2016 ના UPSC એક્ઝામ દિલ્હી ની 22 વર્ષ ની છોકરી ટીના એ પેહલા જ અટેમ્પટ માં ટોપ કર્યું. ટીના આમ તો ભોપાલ માં પેદા થઈ હતી પણ જ્યારે એ સાતમા માં હતી ત્યારે એમનું ફેમિલી દિલ્હી શિફ્ટ થઈ ગયું હતું. ટીના એ એની સ્ફુલિંગ પુરી કર્યા બાદ 2011 માં દિલ્હી ના લેડી શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ માં એડમિશ લીધું અને પોલિટિકલ સાયન્સ માં B.A કર્યું.

4. બી ચંદ્રકલા:યુપી ના બુલંદશહેર ની ડીએમ ચંદ્રકલા નો જન્મ 27 સપ્ટેમ્બર 1979 ના આંધ્ર પ્રદેશ માં થયો. 2008 બેચ ની IAS ઓફિસર ચંદ્રકલા ને સિવિલ એક્ઝામ માં 409 મો રેન્ક મળ્યો. એ ટ્રાઇબલ ફેમિલી થી બીલોન્ગ કરે છે. એમને હૈદરાબાદ ના કોટી વુમન્સ કોલેજ થી બીએ માં ગ્રેજ્યુએશન કર્યું છે.

5. સંજુકતા પારાશર:આસમ ની પેહલી મહિલા IPS અફસર સંજુકતા 2006 બેચ ની IPS ઓફિસર છે. એમને એમની ગ્રેજ્યુએશન દિલ્હી ના ઇન્દ્રપ્રસ્થ કોલેજ થી પોલિટિકલ સાયન્સ માં પૂરું કર્યું. સંજુકતા એક બાળક ની મા છે. એમની પેહલી પોસ્ટિંગ 2008 માં માકુમ માં આસિસ્ટન્ટ કમાન્ડર તરીકે થઈ હતી ,થોડા સમય બાદ એમને ઉદાલગીરી માં થેયલ બોડો અને બાંગ્લાદેશીઓ ની વચ્ચે જાતીય હિંસા માં કાબુ કરવા માટે મોકલી દેવા માં આવ્યા હતા.

6. રિજુ બાફના:રિજુ બાફના 2013 માં 77 મો રેન્ક મેળવી ને આઈએએસ બની હતી. એમના પતિ પણ આઈએએસ અફસર છે. ગયા વર્ષે હ્યુમન રાઇટ્સ કમિશન ના સામે યૌન ઉતપીડન ની ફરિયાદ દર્જ કરવા માટે હેડલાઈન માં આવી હતી .

7. સ્તુતિ ચરણ:જોધપુર માં રહેવા વાળી સ્તુતિ ને 2012 માં સિવિલ સર્વિસ એક્ઝામ માં થર્ડ રેન્ક મળ્યો હતો અને એમની એ કામિયાબી માં પરિવાર નો મોટો હાથ હતો . સ્તુતિ એ જોધપુર યુનિવર્સિટી થી બીએસસી અને દિલ્હી ના આઇઆઇપીએમ થી માર્કેટિંગ મેનેજમેન્ટ કર્યું છે.સિવિલ એક્ઝામ થી પેહલા એ બેન્ક પીઓ એક્ઝામ પણ પાસ કરી ને યુકો બેન્ક માં સર્વિસ કરી રહી હતી.

8. રોશન જૈકબ:કેરળ ની રહેવા વળી રોશન નો જન્મ 25 ડિસેમ્બર,1978 નો થયો હતો. એમને સાલ 2004 માં UPSC એક્ઝામ ને ક્લિયર કરી હતી. એ વર્તમાન માં ઉત્તર પ્રદેશ ની ગૌન્ડ જિલ્લા માં ડીએમ છે.

9. મીરા બોરવાંકર:મહારાષ્ટ્ર કૈડર ની સિનિયર ઓફિસર મીરા ચઢ્ઢા બોરવાંકર 1981 બેન્ચ ની આઇપીએસ અધિકારી છે. એ આવતા વર્ષે રીટાયર થશે. વર્તમાન માં મીરા પોલીસ શોધ તેમજ વિકાસ બ્યુરો ની મહાનિદેશક છે.એની પેહલા મહારાષ્ટ્ર ની પેહલી મહિલા પોલીસ આયુક્ત બની મીરા બાઓરવાંકર એ ઈતિહાસ રચ્યો.

10 કંચન ચૌધરી ભટ્ટાચાર્ય:કંચન ચૌધરી ભટ્ટાચાર્ય દેશ ની પેહલી એવી મહિલા આઇપીએસ અધિકારી છે જેમને કોઈ રાજ્ય ના પોલીસ મહાનિદેશક બનાવવા માં આવ્યા છે. 1973 બેચ ની આઇપીએસ અધિકારી કંચન ચૌધરી એ ઇતિહાસ બનાવ્યો છે. એમના હસબન્ડ મુંબઈ ની એક મલ્ટીનેશનલ કંપની માં બિઝનેસ ડેવલપમેન્ટ માં કામ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!