આ 6 પોલીસવાળાઓને જોતાં વેંત જ ભલભલાને વળી જાય છે પરસેવો, રિયલ લાઇફનાં છે હીરો …વાંચો આર્ટિકલ

ફિલ્મોમાં, પીલીસનાં રૂપમાં રૂપાળા ચહેરા ને મજબૂત બોડીમાં દેખાતા હીરો પોતાની મજબૂત બોડીના હિસાબે કેટલાય બદમાશો ને ગુંડાઓના ઢીમ ઢાળી દેતાં હોય છે. તો આ બાજુ રિયલ લાઈફના પોલીસવાળાઓની કાં તો બોડી નબળી હોય છે કાં તો મોટી મોટી ફાંદ બહાર આવી ગઈ હોય છે. આવામાં આ પોલીસ જવાનો માટે અપરાધીઓ પાછળ દોડીને અપરાધીને પકડવો મૂશ્કેલ સાબિત થાય છે. એટલા માટે પોલીસ જવાનોએ શારીરિક રીતે પોતાના ફિટનેસને મેનટેઈન કરવું જ રહ્યું. પરંતુ એવું નથી કે બધા પોલીસવાળા દેખાવમાં આવા જ હોય છે. છે એવા પણ પોલીસવાળા જેને જોઈને મોટા મોટા સ્ટાર્સ પણ શરમાઈ જતાં હોય છે ને ભલભલા ગુનેગાર માત્ર નામ સાંભળતા જ કંપી જતાં હોય છે. તો આવો જાણીએ આવા પોલીસવાળા વિશે જેમની બોડી અને પર્શનાલિટીથી જ જેવો તેવો પણ ધ્રુજી જાય છે.

1. કિશોર દાંગે (મહારાષ્ટ્ર )કિશોર મહારાષ્ટ્ર પોલીસમાં ફરજ બજાવી રહ્યો છે. કિશોરનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. પરંતુ કિશોરની મહેનત અને એની લગને કેટલીય મુશ્કેલીમાંથી પાર ઉતરીને પોલીસની નોકરી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરેલી. કિશોર એના અભ્યાસની સાથે સાથે પોતાની બોડીને મેન્ટેઈન રાખવામા પણ પૂરતું ધ્યાન આપ્યું હતુંકિશોર બોડી બિલ્ડીંગની કેટલીય રમતોમાં ભાગ લીધો ને એમાં એ વિજેતા પણ બન્યો હતો. કેટલીય વાર એ મિસ્ટર મરાઠા, મિસ્ટર મરાઠાવાજ બન્યો છે ને એ ઉપરાંત કિશોર વિદેશમાં જઈને પણ આવી કેટલીય રમતોમાં ભાગ લીધો ને વિજેતા બન્યો ને ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે

2. મોતીલાલ દાયમાં ( મધ્ય પ્રદેશ )અરનાલ્ડના નામથી ફેમસ થયેલા મોતીલાલ દાયમાં ઈન્દોર પોલીસમાં કોન્સ્ટેબલના પદ પર હાલ ફરજ બજાવી રહ્યા છે. મોતીલાલ દાયમાની ઉમ્મર હાલ 27 વર્ષની છે. મોતીલાલ 2012 થી પોલીસ સેવામાં સેવા આપી રહ્યા છે. મોતીલાલની આવક ગમે તેટલી હશે. પણ એ પોતાના ફિટનેસને મેન્ટેઈન રાખવા માટે મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. આના માટે મોતીલાલને એના જ વિભાગના કર્મચારીઓ અને અમુક લોકોની પણ મદદ મળી રહી છે

3. નવીન કુમાર ( હરિયાણા )નવીન કુમાર હરિયાણા પોલીસમાં હાલ કાર્યરત છે. એકવાર એક ઇન્ટરવ્યુમાં એમને જણાવ્યુ હતું કે, એમને બોડી બિલ્ડીંગ મેનેજ કરવાની પ્રેરણા એના મિત્ર રાકેશ પાસેથી મળી હતી. 2013 માં એ.એસ.આઈ મિસ્ટર નવીન હરિયાણામાં પણ રહી ચૂક્યા છે. નોકરીની સાથે સાથે તેઓ જીમમાં પણ પરસેવો પાડે છે. જો કે આના માટે એમના સાથી અધિકારીઓની મદદ પણ એમને મળી રહે છે.

4. સચિન અતુલકર ( મધ્યપ્રદેશ )સચિન અતુલકર આઈ.પી.એસ છે. પરંતુ એમનાં ફિટનેસના હિસાબે તેઓ હમ્મેશા પોલીસ જવાનોની વચ્ચે એક આઇકન બની ચૂક્યા છે. સચીન 2007ની બેંચના આઈ. પી .એસ ઓફિસર બન્યા હતા ત્યારે એમની ઉમ્મર માત્ર 22 જ વર્ષની હતી. સચીનનાં મત મુજબ, જે લોકો શારીરિક રીતે એકદમ ફિટ છે એ લ્લોકો માનસિક રીતે પણ પાવરફૂલ ને યોગ્ય નિર્ણય લઈ શકતાં હોય છે.

5. તેજેન્દ્ર સિંહ ( ઉતરાખંડ )બીસ્ટના નામથી મશહૂર તેજેન્દ્ર ઉતરાખંડના દેહરાદૂનનો રહેવાસી છે. તેજેન્દ્રને નાનપણથી જ બોડી બનાવવાનો શોખ હતો. એટલા માટે જ એ નાનપણથી જ બોડીને ફિટ રાખવા માટે કલાકોના કલાકો સુધી જિમમાં પરસેવો પાડીને બોડી ને ફિટ રાખે છે. તેજેન્દ્રએ 2006 માં પોલીસ સેવા જોઇન્ટ કરી હતી. એના એક વર્ષ પછી જ એણે બોડી બિલ્ડીંગની નેશનલ કોમ્પિટિશનમા એક ગોલ્ડ મેડલ પણ મેળવ્યું હતું. તેઓ 2009 માં હર્ક્યુલીસનો ખિતાબ મેળવી વિજેતા જાહેર થયા હતા.

6. શિવદીપ લાંડે ( મહારાષ્ટ્ર )
આઈ.પી.એસ શિવદીપ લાંડે મૂંબઈમાં એન્ટિ નાર્કોટિક્સ સેલમાં ડી.સી.પી ની પોસ્ટ પર હાલ ફરજ બજાવી રહ્યાં છે. એમની કામ કરવાની રીત બીજા બધા પોલીસવાળા કરતાં હટકે છે. એટલાં માટે જ એ એમનાં કામને લઈને પૂરા મહારાષ્ટ્રમાં ચર્ચામાં છે. એકવાર એ પણ વિવાદમાં આવી ગયા હતા જ્યારે તેમણે એક યુવતીનો વેશ ધારણ કરીને એક પોલીસ ઈન્સ્પેકટરણે પકડ્યો હતો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!