ભારતમાં એવા 2 ચમત્કારિક મંદિર, જ્યાં રોજ જોવા મળે છે મોટા મોટા ચમત્કાર ….ઇતિહાસ વાંચો, જાણીને આશ્ચર્ય થશે

0

આપણાં ભારતમાં એવા લાખો કરોડો મંદિર છે. જે તેના ચમત્કાર અને રહસ્ય માટે જાણીતા છે, ત્યાં તેમજ ભારત એવા પણ મંદિરો છે જે તેની સમૃદ્ધિ માટે વિશ્વભરમાં વિખ્યાત છે. આપનો ભારત દેશ ધાર્મિક દેશ માનવમાં આવે છે. અહીંયા લોકો પોતાની ભક્તિમાં મગ્ન રહેતા હોય છે. ભારતના કેટલાક મંદિરો એટલું બધુ , ચાંદી અને સંપત્તિ છે કે લોકો જોવે તો તેમની આંખો ખુલ્લી જ રહેશે. તમે કલ્પના કરી શકતા નથી કે ભારતમાં અમુક મંદિરો પાસે કેટલું સોનું હશે એની. એક સર્વે અનુસાર એવું બહાર આવ્યું છે કે , ભરતાના ચોક્કસ મંદિરોમાંથી જો થોડું થોડું સોનું અને ધન પણ એકત્રિત કરવામાં આવે તો ભારત દેશ ફરી પાછો ‘સોનાની ચિડિયા ‘ બની શકે છે. આપણા દેશના મંદિરો માત્ર સંપત્તિ વડે સમૃદ્ધ છે એવું નથી. અહીંયા ચોક્કસપણે રોજ એક ચમત્કાર જોવા મળે છે. જે આ લેખ મારફતે અમે ભારતના એવા બે મંદિરો વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ. જ્યાં રોજ ચમત્કાર સર્જાય છે. ને એ તેના ચમત્કાર માટે વિશ્વભરમાં વિખ્યાત છે.
તો આવો આજે જાણીએ ભારતના 2 સૌથી સમૃદ્ધ ને ચમત્કારિક મંદિર વિષે વધુ.

જ્વાળામુખી મંદિર :
ભારતમાં આવેલું જ્વાળામુખી મંદિર સૌથી ચમત્કારિક મંદિરો પૈકીનું એક મંદિર માનવામાં આવે છે કે જ્યાં મંદિર અંદર હરેક સમય ઘી કે વાત વગર જ એક દિપક પ્રગટી રહ્યો છે. જે 24 ક્લાક નિરંતર પ્રજજ્વલિત છે. આ ચમત્કારને જોવા માટે આવેલા મોટા મોટા વૈજ્ઞાનિક પણ માતાના ચરણોમાં નતમસ્તક થઈ ગયા હતા.

અહીંયા આજ સુધી આ મહિમાની કોઈને ખબર પડી નથી. પરંતુ એવું જાણવા મળ્યું છે કે, આ મંદિરને પાંડવો દ્વારા ગોતવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે, જ્યારે માતા સતી અગ્નિમાં આહુતી આપી હતી ત્યારે તેમના શરીરના જે ટુકડા પૃથવી પર પડ્યા એમાં માતા સતીની જીભ આ સ્થાને પડી હતી. આ મંદિરમાં માતા સતીના દર્શન જ્વાલાના સ્વરૂપમાં તમે કરી શકો છો. પ્રાચીન સમયમાં અહીંયા ખૂબ ચમત્કાર થયા છે. જ્વાલા દેવીનો મહિમા અપરંપાર છે. ખુદ રાજા અકબર પણ અહીંયા દર્શન કરવા આવ્યો હતો. રાજા અકબરે આ મંદિરમાં પ્રજજવલિત જ્વાલાને બુજવવાની ઘણી વાર કોશિશ કરી હતી. પરંતુ તે કામયાબ થયો નહી. અને તે જ આ દેવીને પૂજવા લાગ્યો. આ મંદિરમાં કેટલા વર્ષોથી આ જ્વાલા પ્રજજ્વલિત છે તેનો કોઈને ખ્યાલ નથી. વૈજ્ઞાનિક પણ હાર માની ચૂક્યા છે આ દેવી શક્તિ પાસે.

પદમનાભસ્વામી મંદિર :
જો આપણે ભારતના સમૃદ્ધ મંદિરોની વાત કરીએ તો કેરળમાં આવેલ પદ્મનાભસ્વામી મંદિરનું નામ પણ એમાં જરૂર આવશે. આ મંદિરની અંદર ભગવાન વિષ્ણુની મુર્તિ સ્થાપિત છે. પરંતુ આ મુર્તિ અહીંયા કેવી રીતે આવી તેની આજ સુધી કોઈને ખબર નથી. પ્રાચીન સમયથી ત્રાવણકોર પરિવાર આ મંદિરની દેખરેખ કરતો આવી રહ્યો છે. 2011 માં તો આ મંદિરના ચમત્કાર અને સમૃદ્ધિ છેક વિદેશીઓ સુધી પહોંચી ગઈ છે. ખુદ સુપ્રીમ કોર્ટે પણ આ મંદિરના રહેલ ખજાનાને ખોલવા કહ્યું હતું. ત્યારે આ મંદિરમાં 5 દિવસમાં જ લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ખજાનો મળી આવ્યો હતોપરંતુ આટલી મોટી રકમનો ખજાનો હોવા છ્તા તે હજી સુધી સરકારના હાથમાં લાગ્યો નથી કેમકે એક પણ ખજાનાનો રૂમ ખૂલ્યો જ ણ હતો. ખાલી જાણવા જ મળ્યું હતું કે આટલો ખજાનો આ મંદિરમાં છે.

એવું પણ કહેવામા આવી રહ્યું છે કે જો આ ખજાનાને કોઈએ ખોલવાનો પ્રયત્ન કર્યો તો આખી પૃથ્વીનો સર્વનાશ થઈ જશે. એટલા માટે આજ સુધી કોઈએ ખજાનો ખોલવાનો પ્રયત્ન કર્યો નથી. આ ચમત્કારી મંદિરમાં જે કોઈ શ્ર્દ્ધાળુઓ આવે છે અને સાચા દિલથી માંગે તો એ બધાની પ્રભુ મનોકામના પૂર્ણ કરે છે

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!