અજબ ગજબ.. ભારતમાં હનીમૂન માટે આવ્યા વિદેશી કપલ, આ કારણે આખી ટ્રેન પોતાના નામે બુક કરાવી દીધી આ કપલે, જાણો કેમ….

0

દક્ષિણ રેલવે દ્વારા શરુ કરવામાં આવેલી એક વિશેષ ટ્રેનને નવવિવાહિત બ્રિટિશ યુગલે પોતાનું હનીમૂન મનાવા માટે બુક કરાવી હતી. આ દંપતી એ નીલગીરી ની વાદીઓ માં પોતાના હનીમૂન માટે મેત્તુપલયમ થી ઉધગમંડલમ ની વચ્ચે સફર કરવા માટે પુરી ટ્રેન બુક કરાવી લીધી હતી.
રેલવે રિપોર્ટ ના અનુસાર હાલમાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગયેલા ગ્રાહમ વિલિયમ્સ લિન અને સિલ્વિયા પ્લાસિક એ નીલગીરી ની સુંદર પહાડીઓમાં ટ્રેનમાં સફર કરવા માટે ત્રણ લાખ જેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા. આ કપલે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ્સ કોર્પોરેશન ની વેબસાઈટ દ્વારા પુરી ટ્રેન બુક કરાવી હતી. રેલવે બોર્ડે પર્વતીય સ્ટેશન ને વધારવા માટે સલેમ રેલ સંભાગની નીલગીરી પર્વતીય રેલવે ખંડમાં વિશેષ ટ્રેન સંચાલિત કરવાની પરવાનગી આપી હતી. આ વિશેષ ટ્રેનમાં 120 યાત્રીઓને બેસવાની ક્ષમતા છે. જણાવી દઈએ કે ગ્રેહામ વિલિયમ લિન અને સિલ્વિયા પ્લાસિક એકમાત્ર એવા કપલ બન્યા છે જેઓએ હનીમૂન માટે આ ટ્રેન બુક કરાવી છે.આ કપલે આ ટ્રેનને ફક્ત પોતના બંને માટે બુક કરી લીધી હતી. સાડા પાંચ કલાકના આ પ્રવાસમાં ટ્રેન 13 જેટલી પર્વતીય ટનલમાંથી પસાર થાય છે.રિપોર્ટ અનુસાર આ કપલ આ ચાર્ટર સેવાનો લાભ ઉઠાવનારા પહેલા યાત્રી બન્યા છે. શુક્રવાર ના રોજ મેત્તુપલયમ અને કુન્નૂર માં સ્ટેશન પ્રબંધકો એ યુગલનું ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. તેઓએ જણાવ્યું કે ટ્રેન સવારે 9.10 વાગે મેત્તુપલયમ થી અને બપોરે 2.40 વાગે ઉટી પહોંચી હતી.    Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here